શિવપુરાણ અનુસાર દેવી-દેવતાના મંત્ર જાપ સમયે ધ્યાનમાં ન રાખી આ 4 વાતો, તો નકામી જશે તમારી મહેનત.
શિવપુરાણમાં દેવ ભક્તિ અને ઉપાસના સંબંધિત ઘણી વાતો જણાવવામાં આવી છે, જેમાંથી ભગવાનની પૂજા-આરાધનાની વિધિ અને મહત્વ વિષે પણ સારી રીતે સમજી શકો છો. શિવપુરાણના વાયવીય સંહિતા નામના બ્લોકમાં જાપ વિષે જણાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર દેવી-દેવતાના જાપ કરતા સમયે જો આ 4 વાતોનું ધ્યાન ન રાખવામાં આવતા તમારું જાપ નિષ્ફળ માનવામાં આવે છે. જાણો કઈ છે તે 4 વાતો….
1. ખોટી રીતે કરવામાં આવેલ જપ : ભગવાનની પૂજા અને જાપ કરવાની એક નિશ્ચિત ક્રિયા હોય છે. મનુષ્યે પૂર્ણ વિધિ-વિધાનની સાથે જ દેવ પૂજા અને જપ કરવું જોઈએ. જો કોઈ સાચી વિધિ અપનાવ્યા વિના, કોઈ પણ સમય પર કોઈ પણ પ્રકારનો જાપ કરે છે, તો તેનો જાપ નિષ્ફળ માનવામાં આવે છે. એટલા માટે મનુષ્યને સવારે ઉઠી સ્નાન કરીને ભગવાન સામે દીપ પ્રગટાવી, પૂર્ણ ક્રિયા સાથે જાપ કરવું જોઈએ.
2. શ્રદ્ધા વિના કરવામાં આવેલ જાપ : દેવ પૂજામાં સૌથી મહત્વપૂર્ણ હોય છે તે છે મનુષ્યની શ્રદ્ધા. અપવિત્ર ભાવનાઓથી કે શ્રદ્ધા વિના ભગવાનની પૂજા કે જાપ કોઈ કરે છે, તો તેને તેનું ફળ પણ ક્યારેય મળતું નથી. કહેવામાં આવે છે કે ભગવાનની કૃપા મનુષ્યની શ્રદ્ધા પર નિર્ભર કરે છે. જો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો મનુષ્યની દરેક મનોકામના જરૂર પૂર્ણ થાય છે.
3. કોઈ જાપ પછી દક્ષિણા ન આપવામાં આવે : દેવ પૂજા અને આરાધનામાં પૂજા વિધિની સાથે-સાથે દાન આપવાનું પણ ખુબ મહત્વ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, જો કોઈ મનુષ્ય પૂર્ણ વિધિ-વિધાનની સાથે ભગવાનનો જાપ કરે અને તેના પછી દક્ષિણા કે દાન ન કરે તો તેનો જપ વ્યર્થ જાય છે. દક્ષિણહીન જાપનું ફળ મનુષ્યને પ્રાપ્ત થતું નથી.
4. આજ્ઞાહીન જાપ : મનુષ્યએ ભગવાનની પૂજા અર્ચના અને જાપ કરતા પહેલા યોગ્ય પંડિતો અને ઋષિઓથી તેની આજ્ઞા, મહત્વ અને વિધિ વિષે પણ પૂર્ણ જાણકારી લેવી જોઈએ. ઋષિઓથી યોગ્ય વિધિ-વિધાન જાણ્યા વિના કરવામાં આવેલ જાપ મનુષ્યને ફળ પ્રદાન કરતુ નથી. એટલા માટે જાપ કરતા પહેલા બ્રાહ્મણો પાસેથી તેના વિષે પૂર્ણ જાણકારી અને આજ્ઞા લેવી જરૂરી જણાવવામાં આવ્યું છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.