આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી આવે છે સારી ઊંઘ, નથી આવતા ખરાબ સપના.

0
1073

જાણો એવા મંત્રો વિષે જે આપે છે શાંતિની નિંદર, ટેંશન પણ થાય છે દૂર.

કોઈપણ વ્યક્તિ માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે પૂરતી ઉંઘ લેવાથી શરીર એક્ટિવ રહે છે. સાથે જ મન અને મગજ પણ ફ્રેશ રહે છે. પરંતુ ભાગમભાગ વાળા જીવન અને ટેન્શનના કારણે મોટાભાગના લોકોએ ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોએ ઊંઘ માટે દવાનો સહારો લેવો પડે છે. સારી ઊંઘ માટે શાસ્ત્રોમાં કેટલાક મંત્રો જણાવવામાં આવ્યા છે. જો સૂતા પહેલા આ મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી શાંતિની નિંદરનો આનંદ મળે છે. આ ઉપરાંત ટેંશન પણ દૂર થાય છે.

સારી ઊંઘ માટે કરો આ ઉપાયો : જો કોઈ વ્યક્તિને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેમણે સૂતા પહેલા હાથ-પગ ધોવા જોઈએ અને આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. “અગસ્તિર્માઘવશ્ચૈવ મુચુકુન્દે મહાબલ:, કપિલો મુનિરાસ્તીક: પંચૈતે સુખશાયિન:” જ્યોતિષીઓનું કહેવું છે કે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી સારી ઊંઘ આવે છે.

ખરાબ સપના આવશે નહીં : ઘણીવાર એવું જોવા મળે છે કે રાત્રે સૂતી વખતે ખરાબ સપનાને કારણે લોકોની આંખો ખુલી જાય છે. જેના કારણે ઊંઘમાં વિક્ષેપ પડે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા હાથ-પગ ધોઈને આ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે – “વારણસ્યાં દક્ષિણે તુ કુક્કુટો નામ વૈ દ્વિજ:, તસ્ય સ્મરણમાત્રેણ દુઃસ્વપ્ન: સુખદો ભવેત્”.

કોઈ બીમારીને કારણે ઊંઘી ન આવે તો : ઘણી વખત વ્યક્તિ કોઈ બીમારી અથવા સ્વાસ્થ્યની સ્થિતિ સારી ના હોવાને કારણે ઊંઘી શકતી નથી. આવા લોકો આખી રાત ઊંઘ ન આવવાને કારણે પડખા બદલતા રહે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે, આ શ્લોકનો પાઠ કરવો ફાયદાકારક છે. મંત્ર છે – ‘અચ્યુતાય નમ:, અનંતાય નમ:, ગોવિંદાય નમ:’. આ સિવાય “અચ્યુતાનન્ત ગોવિંદ નામોચ્ચારણભેષજાત, નશ્યન્તિ સકલા: રોગા: સત્યં સત્યં વદામ્યહમ્”. આ મંત્રનો જાપ કરવાથી સારી ઊંઘ આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લો. અમે આની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.