મનુષ્ય જીવનની સાથે બીજા કેવા આત્માઓના ભાગ્યની ભાગીદારી છે?

0
579

ભાઈઓ બહેનો ભગવાનનો ભાગ કાઢો છો? મનુષ્ય જીવનની સાથે બીજા કેવા આત્માઓના ભાગ્યની ભાગીદારી છે?

મનુષ્ય જીવન બીજા કરોડો જીવાત્માઓને આધિન નિર્વહન થાય છે. સૌથી પહેલા વનસ્પતિ આત્માઓ, બીજા પશુ આત્માઓ, ત્રીજા પક્ષી આત્માઓ, ચોથા સરીસૃપ આત્માઓ, પાંચમાં અલ્પજીવી જીવાણુ આત્માઓ, છઠ્ઠા જળચર આત્માઓ, સાતમા સુક્ષ્મ આત્માઓ આમ સાત લોક તરીકે સાત અબોલ આત્માઓ અને આઠમા મનુષ્ય આત્માઓ જન્મલોકમાં જીવી રહ્યા છે.

વનસ્પતિઓ અનાજ, ફળ, કંદ, ઔષધરૂપે મનુષ્યને રસરસાયણો, જીવતત્વો મફત આપે છે. પશુઓ ઉન, દુધ, ચામડું, હાડકા મફત આપે છે. પક્ષીઓ વનસ્પતિ અને પશુઓ બીજનું મફત પરીવહન કરે છે. ઉપરાંત મનુષ્યને હાની કરતાં જીવાણુનુ ભક્ષણ કરીને પ્રકૃતિનુ મફત રક્ષણ આપે છે. જીવાણુઓ રસાયણ બનીને શરીરને પંચ રસતત્વો આપે છે. તેમજ સુક્ષ્મજીવો શરીરમાં રસાયણ બને છે કોષ રચનાઓ બનાવે છે. આમ મનુષ્ય સિવાયના બાકીના જીવાત્માઓ મનુષ્યને જીવનજરૂરી કુદરતી તમામ જરૂરિયાત મફત આપે છે.

મનુષ્યના જીવનનું કર્તવ્ય છે કે વૃક્ષોનું જતન કરે ખાદ્ય તથા પાણીથી ભરણપોષણ કરે, પશુઓ તથા પક્ષીઓનું ભરણપોષણ કરે રહેઠાણ વ્યવસ્થાઓ કરે, કીડી મકોડા જેવા જીવાણુઓ માટે સરીસૃપ તથા જળચર જીવાત્માઓ માટે યથાયોગ્ય ખોરાક પાણીની વ્યવસ્થા કરી આપે.

પશુ પક્ષી વૃક્ષો છોડ વગેરે બધા તેના જીવન મફત ચલાવે છે. મનુષ્ય બીજા પાસેથી કર્મદોષની કમાણી કરીને જીવનજીવે છે, તેના કારણે મનુષ્ય પોતાના જીવનમાં સુખ સંતોષ પ્રાપ્ત કરી શકે નહી.

જે મનુષ્યો બાકીના જીવોનું મફત મેળવી લે છે મફત ભોગવે છે, એ મનુષ્યો બીજા મનુષ્ય પાસે વળતર ધન વિનિમય વગેરે કરીને ઘણુ મેળવે છે. પરંતુ કમાયને ભોગવતો માનવી જે આત્માઓ દ્વારા મેળવે છે તેનું રક્ષણ પોષણ જતન કરતાં નથી, તેથી તેના પાપ, કર્મદોષ, નિમિત દોષ મનુષ્યોએ ભોગવવા પડે છે.

મનુષ્યના જીવનમાં હોય છે એમ ગોત્ર વંશ વારસાઇ બ્લડગ્રુપ બધુ બીજા તમામ જીવસૃષ્ટિમાં હોય છે. મનુષ્યને ભાગ્ય હોય છે તેવી રીતે પશુ પક્ષી વૃક્ષો સહિત બધા જીવાત્માઓના ભાગ્ય હોય છે.

પશુઓ બિમાર પડે છે, રોડ રસ્તા ઉપર કચ ડાય જાય છે પશુ પક્ષીઓ વૃક્ષ છોડ જળચરો સરીસૃપો આ બધાને પણ મનુષ્ય જેવી પ્રાણીસંગ્રહાલયની જેલની સજાઓ પ્રકૃતિના ભાગ્ય મુજબ ભોગવવી પડે છે.

ઘણા પશુ પક્ષીઓ, વૃક્ષો છોડવાઓનું જીવન મનુષ્ય કરતાં પણ વધુ સુખ સુવિધા સમૃદ્ધિવાળુ હોય છે, જેમ અનેક મનુષ્ય ભટકતા ભમતા હોય છે એમ બીજા જીવો પણ ભટકતા હોય છે. પશુપક્ષીઓ પણ બંગલાઓમાં રહે છે ગાડીઓમાં ફરે છે સારી રીતે સ્નાન કરે છે ઉંઘવા માટે સારી વ્યવસ્થા મળે છે મનુષ્ય ભાગ્ય અનુસાર ફુટપાથ પર જીવે છે. તો ભાગ્યશાળી પશુઓ, પક્ષીઓ બંગલાઓ મકાનોમાં સમૃદ્ધિ ભોગવતા હોય છે.

પશુ પક્ષીઓ વગેરે જીવાત્માઓ માટે દવાખાનાઓ પણ છે, તો ચિડિયાઘર જેવી જેલ પણ છે, બંગલાઓમાં રહેવા મળે તો વારંવાર મા રખાય પીડા ભોગવતા ભોગવતા ભટકી ભટકીને પણ જીવે છે.

મનુષ્ય જીવનમાં બીજા બધા જીવાત્માઓનું મુળભુત યોગદાન છે, એટલે મનુષ્ય જીવી શકે છે, છતાં મુઢમતિ બનેલો બુદ્ધિશાળી મનુષ્ય બીજા જીવાત્માઓના જીવનને ક **ચડે છે, બા **ળે છે, મા **રે છે, કા **પે છે, ખા **ય છે, આ બધા પાપકર્મ મનુષ્યને ફરી ફરી નવા નવા શરીરના જન્મ પામીને ભોગવવા પડે છે.

મનુષ્ય એના જીવનકાળ દરમિયાન કરોડો અબજો સુક્ષ્મજીવાત્માઓના શરીરરસથી જીવે છે, હજારો વનસ્પતિઓના અનાજ, વૃક્ષોના ફળ, પશુઓના વાળનું ઉન, ચામડું વાપરીને જીવતો મનુષ્ય બીજા દરેક જીવાત્માઓના માટે ખતરનાક હોય છે, મનુષ્ય તેના જીવન જીવવા માટે કરોડો અબજો જીવોનો ભોગ લે છે.

મનુષ્ય જીવનને સમજવા, કર્મને સમજવા ક્રિયાને સમજવા, પ્રકૃતિને સમજવા હજારો પુસ્તકો, ગ્રંથોની રચનાઓ કરેલી છે છતાં મનુષ્ય વધુને વધુ વિકૃત બનીને સમગ્ર પ્રકૃતિ વ્યવસ્થાઓને છિન્નભિન્ન કરી બરબાદ કરીને અનંતસંખ્યાના જીવાત્માઓને પીડા આપે છે.

મનુષ્ય જીવનમાં પહેલુ કર્મ જીવજગતની સમાનતાને સમજવી અને સ્વિકાર કરવાનું છે, જાણી જોઇ સમજીને પછી બીજા જીવાત્માઓને હાની પહોચાડવાનો દોષકર્મ થતા રહે છે આથી મનુષ્યનું કર્તવ્ય છે કે પોતાના જીવન નિર્વાહની સાથે સાથે બીજા બધા જીવાત્માઓના નાના મોટા નિર્વાહનું વહન કરે.

મનુષ્યએ ભોજન કરતાં પહેલા પશુ, પક્ષી, વૃક્ષો, છોડ, જીવજંતુઓને પાણી તથા યથાયોગ્ય ભોજન ખોરાક આપવો જોઇએ. મનુષ્યનો ધર્મ સૃષ્ટિનું પાલનપોષણ અને રક્ષણ કરવાનો છે, જે મનુષ્ય પોતાના નિર્વાહની સાથે સાથે બાકીના જીવાત્માઓનો પણ નિર્વાહ કરે છે એ ભગવાન ગણાય છે. મનુષ્યનો ભગવાન મનુષ્ય છે એ સમજાય જાય તો મનુષ્ય જીવનના બધા રહસ્યો અને બ્રહ્માંડની સમગ્ર રચનાઓ અને બ્રહ્માંડની શકિત ઓ પણ સમજાય જાય અને પ્રાપ્ત કરી શકાય છે.

માણસ ધનસંપતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો શું ભગવાન પાસે તમારી કોઇ મુડી જમા છે?

માણસ વારંવાર કહેતા હોય કે મને ભગવાને કશુ આપ્યુ નથી, કમાણી થતી નથી પૈસા આવતા નથી માંડ માંડ ગુજરાન ચાલે છે. સરેરાશ ૧૦૦ માંથી ૯૫ માણસોની આ દશા છે, કારણકે પ્રકૃતિમાં એનું કોઇ ભવનુ જમા નથી ફકત ઉધાર ચુકવવાનુ બાકી છે.

પ્રકૃતિ પરીવર્તનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રકૃતિ સાથે સમતોલ જીવન કર્મ હોય તો બધાને અષ્ટલક્ષ્મી મળતી રહે છે, ભગવાન પાસે, કુદરત પાસે માણસની અગાઉની કોઇ સતકર્મની મુડી જમા ના હોય તો કદાચ પેટ આપ્યું છે એટલે રોટલો તો આપે પણ બાકીનું કાંઇ મળતુ નથી.

લોકો મહેનત કરી કરીને થાકી જાય છે છતાં સફળતા મળતી નથી કે ધન ધાન્ય સંપતિમાં કોઇ વધારો થતો નથી. કારણકે પ્રકૃતિમાંથી જેટલુ મળે છે એટલુ માણસ પોતાની માલીકીનું કરીને પચાવી જાય છે કબ્જો ભોગવટો કરી નાખે છે.

ભાગ્યથી વધુ કુદરત પાસે કોઇનું જમા હોતુ નથી, ભાગ્યમાં ના હોય તો કશુંય મળતુ નથી, પરંતુ ભાગ્યમાં ના હોય તો પણ મેળવવુ હોય તો કુદરત પાસેથી સંકલ્પ અને પ્રતિદાનથી જોઇએ એટલું મેળવી શકાય છે.

કુદરત જે આપે તે એકલા ભોગવવા આપે નહી, માણસ નો આત્મા છે તો પક્ષીઓ, જંતુઓ, પશુઓ, વૃક્ષો, છોડવાઓ, માછલીઓનો પણ આત્મા છે, જે હવામાંથી શ્વાસ લઈને માણસ જીવે છે એજ હવામાંથી બીજા બધા જંતુઓ, પક્ષીઓ, પશુઓ, વૃક્ષો વગેરે આત્માઓ શ્વાસ લઈને જીવે છે તેથી શરીર જુદા જુદા હોવા છતાં આત્માનું રૂપ શ્વાસનું રૂપ તો એક સમાન છે. માણસ સંગ્રહ કરે છે પશુ પક્ષી જંતુઓ વગેરે સંગ્રહ કરી શકતા નથી, તેથી આસપાસના બીજા બધા જીવોને નિભાવવાની જવાબદારી માણસની છે.

કુદરત પાસેથી ભાગ્યમાં ધન સંપતિ સુખ જોઇતુ હોય તો માણસને જે પણ મળે છે એમાંથી આસપાસના બાકીના જીવો માટે ભાગ કાઢીને આપવો જોઇએ.
પરમાત્મા જે આપે તેમાંથી ૧૨ %, ૨૫ %, ૫૦%, ૭૫% ધન બીજા માટે પ્રતિદાન કરવાથી અષ્ટલક્ષ્મી પ્રાપ્ત થાય છે, ભાગ્યમાં ધનસંપતિ સમૃદ્ધિ ના હોય તો પણ જે માણસ પોતાની કમાણીમાંથી બીજા જીવોના નિભાવ કરવા, બીજા જીવોના પાલનપોષણ માટે જેટલું ધન ખર્ચે છે તેટલા પ્રમાણમાં માણસની કમાણી દિનપ્રતિદિન વધતી રહે છે.

ધન ધાન્ય સંપતિ ઝવેરાત બધુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે તેથી પ્રકૃતિ સાથે સંબંધ રાખીએ તો પ્રકૃતિ બધુ આપે છે.

૧૦૦ રૂપિયાની કમાણી થાય તો ૨૫-૫૦ રૂપિયા બીજા પશુ પક્ષીઓ જેવા જીવો માટે ભોજન પાણી ધાન્ય આપવામાં આવે તો પ્રકૃતિ સાથે અષ્ટલક્ષ્મીનો સંબંધ બંધાય છે.

ભગવાન સાથે લેણદેણનો સંબંધ રાખવો હોય તો ભગવાન આપે એ પ્રમાણે માણસ બીજા જીવોને વધુ ને વધુ આપે તો ભગવાન પણ માણસને વધુ આપે છે.

માણસ પાસે વાચા છે બુદ્ધિ શકિત છે બીજી અનેક શકિતઓ છે તેથી સૃષ્ટિના બીજા બધા સજીવોને નિભાવવાની જવાબદારીઓ માણસની છે, જો આસપાસના નાના મોટા પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, વેલ વેલીઓ, છોડવાઓ, જંતુઓનું પાલનપોષણ કરે તો તે દરેક માણસ પોતે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે

હાલમાં જેટલુ છે તેમાંથી ૧૨-૨૫-૫૦-૭૫ ટકા એટલે કે ભગવાન છે આપે તેના ૧૬ ભાગ કરવા જોઇએ, ૪ ભાગ સ્વ પરીવાર માટે, ૪ ભાગ બચત માટે, ૪ ભાગ બીજા અબોલ સજીવો માટે, ૪ ભાગ દુઃખી લોકો માટે દરેક માણસે પોતાની કમાણીનું ૨૫ ટકા દાન કરવુ જોઇએ, ૨૫ ટકા દાન કરી શકાય નહી તો ૧૨ ટકા દાન કરવુ જોઇએ, જેટલુ કુદરત આપે તેનું બીજા જીવો માટે જેટલું વધુ દાન કરવાથી આપોઆપ કુદરત માણસને વધુ ધનધાન્ય આપે છે. કમાણી કરીને બીજા જીવોનું પાલનપોષણ કરવુ એટલે ભગવાનનું કામ કરવુ, અને જે કુદરતનું કામ કરે છે તેને કુદરત એક પછી એક તમામ શકિત આપે છે.

જય યૌગેશ્વર.

– સાભાર આહિર હિમત હદિયા, અમર કથાઓ ગ્રુપ.