શરુ થયા ઘણા ખાસ 30 દિવસ, આ દિવસોમાં ભૂલથી પણ કર્યા આ કામ તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

0
757

જાણો શું છે ખર માસ અને નિયમો અનુસાર ખર માસમાં શું કરવું જોઈએ અને શું નહીં.

હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્વ છે. તેમાં વિવિધ વ્રત અને ઉત્સવો આવે છે, વિવિધ દેવી-દેવતાઓની પૂજા થાય છે. તેમજ દરેક મહિનાને લઈને કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી જીવનમાં સમસ્યાઓ આવતી નથી અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે. આવા ખાસ મહિનાઓમાંથી એક છે ખર માસ. આ મહિનામાં માંગલિક કાર્ય કરવાની સખત મનાઈ હોય છે.

સૂર્ય આ રાશિમાં પ્રવેશ કરે ત્યારે ખર માસ શરુ થાય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ગુરુ, ધનુ અને મીન રાશિમાં હોય છે ત્યારે તે સમયને ખર માસ કહેવામાં આવે છે. આ વર્ષે સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને સોમવાર, 14 માર્ચ, 2022 ના રોજ લગભગ 2:39 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે અને 14 એપ્રિલ સુધી રહેશે. આ સમય દરમિયાન, કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. જોકે આ સમયગાળા દરમિયાન દાન અને ભગવાનની ભક્તિ કરવાથી સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધારે ફળ મળે છે.

ખર માસમાં શું કરવું અને શું નહીં? જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે સૂર્ય ગુરુની માલિકીની રાશિઓમાં હોય છે અથવા જ્યારે ગુરુ સૂર્યની માલિકીના રાશિઓમાં રહે છે, ત્યારે તેને ગુર્વાદિત્ય યોગ કહેવાય છે. આ યોગને તમામ શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે. જો કે આ સમયમાં પૂજા કરવાનું ઘણું મહત્વ છે. જાણો ખર મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

ખર માસમાં લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, વ્રત ઉપવાસની શરૂઆત, ઉદ્યાપન જેવા ફળ મેળવવાની ઈચ્છાથી ન કરવામાં આવતા શુભ કાર્યો નહિ કરવા જોઈએ. આ કાર્યો માટે આ મહિનો અશુભ માનવામાં આવે છે.

ખર માસમાં દાન અવશ્ય કરવું જોઈએ, આમ કરવાથી તીર્થયાત્રા કરવા જેવું જ ફળ મળે છે. ઉપરાંત, આ મહિનામાં રાખવામાં આવતા ઉપવાસ પાપોનો નાશ કરે છે.

ખર માસમાં કપડાં, મોંઘા રત્ન, ઘરેણાં વગેરે ખરીદવું સારું ગણાય છે, પરંતુ આ સમયે ગાળામાં તેને પહેરવા ન જોઈએ. તેના બદલે તેમને પહેરવા માટે ખર માસના અંતની રાહ જુઓ.

ખર માસમાં જરૂરિયાતમંદ લોકો, સાધુઓ અને અસહાય લોકોની સેવા કરવી ખૂબ જ સારી વાત ગણાય છે. આ મહિનામાં શ્રાદ્ધ અને મંત્ર જાપ કરવા પણ ખૂબ જ શુભ હોય છે.

ખર માસમાં તામસિક ભોજન ન ખાવ. જો શક્ય હોય તો, આ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.