માર્ચમાં 3 મોટા ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ 5 રાશિના લોકોને થશે મોટો ફાયદો.

0
1410

આ 3 ગ્રહો માર્ચ મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરશે.

વર્ષના ત્રીજા મહિનાની શરૂઆત બહુ શુભ રહી. મહિનાની શરૂઆત મહાશિવરાત્રી પર્વના સાથે થઇ. ગ્રહોનું સ્થાન પરિવર્તન, તારાઓની બદલાતી સ્થિતિ અને મુખ્ય પર્વોના કારણે માર્ચ મહિનો બહુ ખાસ રહેવાનો છે. એનો પ્રભાવ દરેક રાશિ પર પડવાનો છે. જ્યોતિષ જાણકારો અનુસાર માર્ચ 2022 માં ત્રણ મુખ્ય ગ્રહ બુધ, સૂર્ય અને શુક્ર પોતાનું સ્થાન પરિવર્તન કરશે અને દરેક લોકોના જીવન પર નિશ્ચિત રૂપથી તેનો પ્રભાવ પડશે.

માર્ચમાં ગ્રહોનું ગોચર : માર્ચ મહિનામાં પહેલું ગોચર બુધ દેવ કરશે. બુદ્ધિ, સંવાદ, વ્યાપાર અને વાણિજ્યના કારક બુધ 6 માર્ચની સવારે 11 વાગીને 31 મિનિટ પર મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 18 માર્ચે બુધ ગ્રહ કુંભમાં અસ્ત થયા પછી 24 માર્ચના રોજ મીનમાં ગોચર કરશે અને દરેક લોકોને શુભ-અશુભ પરિણામ આપશે.

એ પછી સૂર્યદેવ 15 માર્ચની સવારે 12 વાગીને 31 મિનિટ પર કુંભ રાશિમાંથી નીકળીને મીનમાં ગોચર કરશે. માર્ચમાં સૌથી છેલ્લું રાશિ પરિવર્તન શુક્રદેવનું થશે. ભૌતિક સુખ-સુવિધાઓ, પ્રેમ, ઉત્સવ અને શ્રદ્ધાના કારક ગ્રહ શુક્ર 31 માર્ચની સવારે 8 વાગીને 54 મિનિટ પર કુંભ રાશિમાં ગોચર કરશે.

રાશિ પર શું થશે અસર? આ ગ્રહોના સ્થાનમાં ફેરફારની અસર દરેક રાશિના લોકો પર પડશે. આ મહિનામાં કેટલાક લોકોના જીવનમાં સુસંગતતા રહેશે, જ્યારે કેટલાક લોકોએ ગ્રહોના અશુભ પ્રભાવને કારણે તેમના જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંઘર્ષ કરવો પડી શકે છે. બુધ, સૂર્ય અને શુક્રનું આ ગોચર 5 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ મહિને તેમને લાભ મળવાનો છે. આવો જાણીએ તે રાશિઓ વિષે.

મેષ – આ ત્રણ ગ્રહોના પ્રભાવને કારણે મેષ રાશિના લોકોને માર્ચમાં સારા પરિણામ મળવાની શક્યતા છે. આ ગ્રહો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરશે. તેની અસરથી તમે તમારા પૈસા પણ બચાવી શકશો. તમને તમારી કારકિર્દીમાં સારું પ્રદર્શન કરવાની તક પણ મળશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર તેમની મહેનત માટે ઘણી પ્રશંસા મળશે. કેટલાક લોકો તેમના અટવાયેલા પૈસા પાછા મેળવી શકશે.

વૃષભ – ગ્રહોનો શુભ પ્રભાવ વૃષભ રાશિના લોકોના પારિવારિક જીવનમાં સુસંગતતા લાવવાના યોગ બનાવશે. તેમજ તમે તમારી સંપત્તિમાં વધારો કરતા અને તમારા જીવનને સુરક્ષિત કરતા જોવા મળશો. ઘણા લોકોને જૂના રોકાણથી પણ સારા પૈસા મળશે. જો કોઈ કામ અટક્યું હોય તો આ સમય દરમિયાન તમે તેને સફળતાપૂર્વક ઝડપથી પૂરું કરશો. ઘણી સરકારી નોકરીઓ કરનારા લોકો માટે કેટલાક એવોર્ડ મળવાની પણ શક્યતા રહેશે.

મિથુન : આ ત્રણેય ગ્રહોનો પ્રભાવ મિથુન રાશિના લોકોને પૈસાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામ આપશે. નોકરિયાત લોકોને પગાર વધારો મળશે, જ્યારે વ્યવસાયિક લોકોને પણ સારો નફો મેળવવાની ઘણી તકો મળશે. કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન વાહન અથવા મિલકત ખરીદવાની યોજના પણ બનાવી શકે છે. જે લોકો નોકરીની શોધમાં હતા, તેઓને પણ આ મહિને સારી કંપનીમાંથી નોકરીની તક મળી શકે છે.

તુલા : આ ત્રણ ગ્રહોના પ્રભાવથી અંગત જીવનમાં શુભ પરિણામ મળવાની શક્યતાઓ ઉભી થશે. જેના પરિણામ સ્વરૂપ પરિણીત લોકો તેમના જીવનસાથીનો સહયોગ મેળવીને તેમના કાર્યક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે. તુલા રાશિના લોકો માટે માર્ચમાં તેમની કારકિર્દીમાં પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ વધુ રહેશે. વ્યાપારી લોકો પણ તેમના વ્યવસાયને વિસ્તારતા અને તેમના સંસાધનોમાં વધારો કરતા જોવા મળશે.

ધનુ – ગ્રહોના પ્રભાવને કારણે ધનુ રાશિના લોકોના જીવનમાં રાજયોગ જેવી શુભ સ્થિતિઓનું નિર્માણ થશે. આ સમયગાળા દરમિયાન તમને અપેક્ષા કરતા વધુ ધન વૃદ્ધિ મળશે. તેમજ ધનના દેવતા કુબેરની જેમ તમારા ધન-ધાન્યમાં અચાનક વધારો થવાને કારણે તમે પણ કોઈ મોટા દેવામાંથી મુક્તિ મેળવી શકશો. જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો આ મહિને તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.