આ 4 રાશિઓ માટે ઘણો જોરદાર રહેશે માર્ચ મહિનો, ગ્રહોના ખાસ યોગથી મળશે મોટો લાભ.

0
1531

જો તમારી રાશિ છે આ 4 માંથી કોઈ એક તો માર્ચ મહિનો તમારા માટે રહેવાનો છે ખાસ, જાણો કેમ.

માર્ચ 2022 માં ત્રણ ગ્રહો સૂર્ય, બુધ અને શુક્ર પોતાની રાશિ બદલી રહ્યા છે. ગ્રહોના રાશિ પરિવર્તનની લોકોના જીવન પર ઊંડી અસર પડે છે. સૌથી પહેલા 6 માર્ચે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. એ પછી 15 માર્ચે સૂર્ય દેવ મીન રાશિમાં ગોચર કરશે. તેમજ 31 માર્ચે શુક્ર ગ્રહ શનિની રાશિ કુંભમાં આવશે.

શનિદેવ પહેલાથી જ મકર રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં બુધ, મંગળ, શુક્ર અને શનિના ગોચરને કારણે ખાસ યોગ બનવા જઈ રહ્યો છે, જેની તમામ લોકોના જીવન પર ઊંડી અસર પડશે. જોકે આ યોગ ચાર રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોગ તમારા માટે શુભ છે કે નહીં.

ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન : 6 માર્ચ, રવિવારે સવારે 11:31 કલાકે બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. એ પછી 18 માર્ચ, 2022 ના રોજ બુધ ગ્રહ આ રાશિમાં અસ્ત થશે. ત્યારબાદ 24 માર્ચ, 2022 ના રોજ તે મીન રાશિમાં ગોચર કરશે. સૂર્ય 15 માર્ચ, 2022 ના રોજ સવારે 12:03 વાગ્યે મીન રાશિમાં ગોચર કરશે. માર્ચના અંતમાં એટલે કે 31 માર્ચ, 2022 ના રોજ સવારે 8:54 કલાકે શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે.

તમારા માટે શુભ કે અશુભ? મકર રાશિમાં બુધ, મંગળ, શુક્ર અને શનિનો સંયોગ વધારે શુભ નથી માનવામાં આવતો. તેનાની દેશ-વિદેશમાં સ્થિતિ વધુ ખરાબ થશે. મોંઘવારી પણ વધવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે શનિ, મકર રાશિમાં ન્યાય કરતા સમયે ખોટા કાર્યો કરનારાઓને સજા આપે છે.

બીજી તરફ કુંભ રાશિમાં શુભ કાર્યો ફાયદાકારક ફળ આપે છે. શનિના રાશિ પરિવર્તનને કારણે મેષ, વૃષભ, મિથુન, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિના લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધનલાભમાં વધારો થશે. તેમજ કર્ક, સિંહ, કન્યા અને મીન રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે.

આ 4 રાશિઓને ચતુર્ગ્રહી યોગથી મોટો ફાયદો થશે :

1) મેષ : આ રાશિના લોકો માટે આર્થિક લાભના સંકેતો છે. જો તમે નોકરી કરતા હોવ તો તમારી ક્ષમતા બતાવવાનો આ સમય છે. કરિયરમાં પ્રગતિ જોવા મળશે.

2) વૃષભ : વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વધારાની આવકના સાધનો વધશે. નોકરી અને કરિયરમાં પ્રગતિ થશે. વેપારમાં વિસ્તરણની શક્યતા છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે.

3) તુલા : પ્રમોશનની સાથે પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાયમાં તમારી યોજના સફળ થશે અને સારો નફો થશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. રોકાણ કરવાનો હવે યોગ્ય સમય છે.

4) વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ઘણો લાભદાયક રહેવાનો છે. નોકરી અને કરિયરમાં તમને સકારાત્મક પરિણામ જોવા મળશે. વેપારમાં વિસ્તરણની સાથે નફો વધશે. આવકના સ્ત્રોત વધશે અને અનેક ક્ષેત્રોમાંથી આવકના યોગ બની રહ્યા છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.