માસિક રાશિફળ માર્ચ : આ મહિને આ 8 રાશિઓ પર ખુશ રહેશે ભગવાન વિષ્ણુ, પુરી થશે દરેક ઈચ્છા

0
261

તુલા રાશિ : આ મહિનો તમારા માટે ખુબ જ સારો રહેવાનો છે. આ મહિને તમને ખુબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. સૌથી સારી વાત એ છે કે આ મહિનામાં તમને પોતાનુ ઘર બનાવવાની તક પ્રાપ્ત થઇ શકે છે, જેના વિશે તમે ઘણાં લાંબા સમયથી વિચારી રહ્યા હતા. સંપત્તિનો લાભ થશે અને તમે કોઇ મકાનનો પાયો નાખી શકો છો. પરિવારના લોકોનો તમને સાથ મળશે. તેમજ શિક્ષણમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

પ્રણય જીવન જીવી રહેલા લોકો માટે આ સમય ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તમારું પ્રિય પાત્ર થોડું ગુસ્સે થશે પણ આ સમયમાં તમારી વચ્ચે રોમાન્સ પરકાષ્ઠાએ રહેશે, જેનાથી તમે આ સમયને એન્જોય કરશો. પરિણિત લોકોએ આ મહિને થોડું ધ્યાન રાખવું જોઇએ, કારણ કે સાસરી પક્ષના લોકો સાથે ઝઘડો થવાની સંભાવના સર્જાઇ શકે છે. તમારી સાસરીમાં કોઇ બીમાર પણ પડી શકે છે. નોકરિયાત વર્ગના લોકોને પોતાની નોકરીમાં મહેનતનું સારું પરિણામ મળશે અને જો તમે લાંબા સમયથી નોકરીમાં છો, તો આ સમયમાં તમારા કામને ખુબ પ્રાધાન્યતા પ્રાપ્ત થશે. વેપારી વર્ગ માટે આ મહિનો સારો રહેશે અને તમારી ઇનકમમાં વધારો અને લાભ થશે. જો તમે પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે આ મહિનાનું બીજુ અને ચોથું સપ્તાહ સારું રહેવાનું છે.

વૃશ્ચિક રાશિ : આ મહિનો તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારો રહેવાનો છે. તમે તમારા જીવનમાં બેલેન્સને પ્રાથમિકતા આપવાનું પસંદ કરશો અને તેના માટે તમે પોતાની પર્સનલ લાઇફને સંપૂર્ણપણે સમર્પિત થઇને સમય આપશો અને સાથે જ પરિવારના લોકોની સાથે પણ પોતાનો સમય વ્યતિત કરશો. તેનાથી તમને શાંતિ અને રાહત બંને પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગના લોકોને પોતાના કામનો જોરદાર ફાયદો પ્રાપ્ત થશે અને તેમના બોસ તેમનાથી ખુશ થશે. કામમાં સારી પકડ રહેશે. વેપાર કરી રહેલા લોકો માટે આ સપ્તાહ ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારે પોતાના બિઝનેસ પાર્ટનર સાથે કોઇપણ પ્રકારના ઝઘડાથી બચવું જોઇએ. તેમજ બિઝનેસમાં કોઇપણ પ્રકારની ખોટી નિવેદનબાજી તમને નુકસાન પહોંચાડી શકે છે.

તેથી આ બધી બાબતોથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. પરિણિત લોકોનું દાંપત્ય જીવન આ સમય દરમિયાન થોડા તણાવની ભેટ ચડી શકે છે, તેથી તમારે જોઇએ કે તમે તમારા જીવનસાથીની સાથે બેસીને પરસ્પર સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો અને સંબંધને સુંદર બનાવવાની દિશામાં આગળ વધો. જો તેઓ થોડો ગુસ્સો દેખાડે તો પણ તમે તેમની વાતને શાંતિથી સાંભળજો. જો તમે કોઇના પ્રેમ સંબંધમાં છો, તો આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે. તમને તમારા પ્રિય પાત્ર સાથે વાતચીત કરવાની ઘણી તક પ્રાપ્ત થશે. તમે તમારો ઘણો સમય ફોન પર જ વિતાવશો અને એકબીજાને મળવા માટે પ્રયાસ પણ કરશો. તમે આ જાણવા માટે ખુબ જ ઉત્સુક હશો, કે તમારો સાથી તમારી આ લવ લાઇફને કેવા સ્વરૂપમાં જુવે છે અને ભવિષ્યમાં તેમની શું યોજના છે. તમારું આરોગ્ય સારું રહેશે તેમજ પ્રવાસ પર જવા માટે મહિનાનું બીજુ અને ત્રીજુ અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે માર્ચ મહિનો તેમને સામાન્ય ફળ પ્રદાન કરનારો સાબિત થશે. આ મહિને તમારી આવક તો સારી રહેશે પરંતુ પહેલાની તુલનામાં હવે ખર્ચાઓમાં ધીમે-ધીમે વધારો થવો શરૂ થઇ જશે. તમે પોતાના સુખોની પ્રાપ્તીની ઇચ્છા રાખીને આગળ વધશો અને પોતાના આરામને વધારવા માટે કેટલાક નવા ગેઝેટ અને કેટલીક નવી એક્સેસરીઝની ખરીદી પણ કરી શકો છો, જેની પાછળ તમારા સારા એવા પૈસા ખર્ચાશે. તમારું દાંપત્ય જીવન તમને સુખ પ્રદાન કરશે અને તમારી ગૃહસ્થી મજબૂત બનશે. પ્રેમી યુગલો માટે આ મહિનો સારો રહેવાનો છે, પરંતુ વચ્ચે-વચ્ચે તણાવ પણ જોવા મળી શકે છે, જેનું કારણ તમારા બંને દ્વારા એકબીજાને પુરતો સમય ન આપી શકવો તેમજ એકબીજાને ઓછા સમજી શકવા રહેશે. તેથી તમે સાથે બેસીને એકબીજાની સાથે સમય ગાળો જેથી કરીને તમે એકબીજાને સારી રીતે સમજી શકો. નોકરિયાત વર્ગના લોકોને આ મહિને સામાન્ય પરિણામ પ્રાપ્ત થશે.

તમારે નોકરી માટે ક્યાંક બીજે પણ પ્રયાસ કરવા જોઇએ. વેપારી વર્ગ માટે મહિનો સારો રહેશે. તેમને પોતાના કામમાં સફળતા પ્રાપ્ત થશે. તમે પોતાના વિરોધીઓ પર ભારે પડશો અને તેમની પર જીત મેળવશો. કોર્ટ કચેરીના મામલાઓ માટે આ મહિનો તમારા પક્ષમાં રહેશે. કોઇ મહિલા સાથે ઝઘડો ન કરતા તે તમારા માટે અનુકૂળ નહીં રહે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને શિક્ષણમાં જોરદાર લાભ પ્રાપ્ત થશે અને તમે કઇ નવા વિષયમાં ખુબ ઉંડે સુધી જશો, જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. પ્રવાસ પર જવા માટે મહિનાનું ત્રીજુ અઠવાડિયું સારું રહેશે.

મેષ રાશિ : માર્ચ મહિને મેષ જાતકો માટે એકંદરે મધ્યમ ફળદાયક જણાઇ રહ્યો છે. મહિનાની શરૂઆતમાં કેટલાક પડકારો આવશે જેમાં ઘર પરિવારની સ્થિતિઓ સાથે આપે જોડાવું પડશે. નોકરિયાતોને કોઇ વડીલની સલાહ લેવાથી અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિ સાથે કામ કરવાતી લાભ મળી શકે છે અને ટીમ મેમ્બરની જેમ કામ કરી શકશો. તમે કામકાજમાં સારી સફળતા મેળવી શકો છો. વેપારમાં જોડાયેલા મેષ જાતકોને આ મહિને વ્યાપરિક દૃશ્ટિએ ઘણી સરળતા રહે અને સારી રીતે આગળ વધી શકો.

તમારી યોજનાઓમાં પ્રગતિ આવશે અને તેનાથી સારો લાભ થાય. આર્થિક રીતે જોવામાં આવે તો આ મહિનો સારો જ છે પરંતુ પરિવારમાં નાણાં સંબંધિત કોઇ ખેંચતાણ આવી શકે છે. શિક્ષણ માટે આ મહિનો સારો પસાર થશે અને પરંતુ કેટલાક યુવાન જાતકો વિજાતીય પાત્રોમાં વધુ રુચિ લે તેના કારણે તેમના અભ્યાસમાં ખલેલ પડી શકે છે. આ મહિને સ્વાસ્થ્ય થોડું નબળું જણાઇ રહ્યું છે. તમારે વધુ પડતા ગરમ, મસાલેદાર અને તેલવાળા ભોજનથી દૂર રહેવું જોઇએ. આ મહિનામાં ગળામાં ઉજરડા, નાક-કાન-ગળાની સમસ્યા, મોંમાં ચાંદા પડવા, આંખોમાં કોઇપણ પીડા થઇ શકે છે. જો સ્વાસ્થ્ય બાબતે વધુ જાગૃત રહેશો તો વાંધો નહીં આવે.

કર્ક રાશિ : વર્ષનો આ મહિનો તમારી કેરિયર અને વ્યવસાયિક જીવનને અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. આ મહિને નોકરિયાત વર્ગના લોકો પોતાના કાર્ય ક્ષેત્રમાં સારો દેખાવ કરવાના છે. સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારી તમારા સારા કામ માટે તમારી પ્રસંશા કરશે. તમારી મહેનત અને કુશળતા માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે છે. આ દરમિયાન તમને ઇન્સેન્ટિવ, બઢતી અથવા પગારમાં વધારો મળવાની પૂરી સંભાવના છે. તમે તમારી પર્સનલ રિલેશનશિપ અંગે પણ ઉત્સાહિત રહેવાના છે અને વધુમાં વધુ સમય પોતાના સાથી સાથે ગાળશો. લગ્ન જીવન માટે આ મહિનો અનુકૂળ રહેવાનો છે અને તેઓ પોતાના જીવનસાથી અને બાળકો સાથે સારો ક્વોલિટી ટાઇમ વિતાવવાની સંભાવના રાખે છે. આ દરમિયાન તમે પોતાના પરિવારની સાથે કોઇ ધાર્મિક સ્થળના પ્રવાસ પર જવાની પણ યોજના ઘડી શકો છો.

આ મહિને તમે નાણાકીય લાભથી આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. તમે જરૂરિયાતમંદ લોકો અને નબળા વર્ગની સેવા કરીને માનસિક શાંતિનો અનુભવ કરશો. આ દરમિયાન તમે તમારા આરોગ્યને સારું બનાવી શકશો અને સાથે જ રોજિંદા કામો ઉપરાંત કંઇ અલગ કરવા માગશો. આ મહિને તમે પોતાના પરિવાર અથવા મિત્રો સાથે ક્યાંક પિકનિક પર જઇ શકો છો. તમે સારા દૃષ્યોનો આનંદ માણશો અને શાહી ભોજનની મજા માણશો. તમને તમારા પરિવારજનો અથવા મિત્રો પાસેથી કોઇ ભેટ મળવાની સંભાવના છે. આ દરમિયાન તમારી કલાત્મક સમજમાં વધારો થશે. તમે કપડા, દાગીના, સૌંદર્ય પ્રસાધન અને મનોરંજનના સાધનો પાછળ ખર્ચ કરશો. ઓછા શબ્દોમાં કહીએ તો કેરિયરસ વેપાર, પ્રેમ સંબંધ, લગ્ન જીવન અને આરોગ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે. વિદ્યાર્થી વર્ગને આ દરમિયાન પોતાના નિર્ધારિત લક્ષ્ય પ્રત્યે સમર્પિત થઇને એકાગ્રતાની સાથે મહેનત કરવી પડશે.

વૃષભ રાશિ : આ મહિનો તમારા માટે મધ્યમ ફળ આપનાર રહેશે. તમારા મગજમાં કેટલીક પરેશાનીઓ રહેશે, જે તમને એકાગ્રચિત થઇને વિચારવામાં અવરોધ પેદા કરશે. તમારું આરોગ્ય નબળું રહી શકે છે. માનસિક તણાવ પણ તમને હેરાન કરી શકે છે. આવી સ્થિતિમાં એકાંતમાં ન રહેશો. સમય કાઢીને પ્રાણાયામ જરૂર કરજો. નોકરિયાત વર્ગના લોકોએ પોતાના કાર્યક્ષેત્રમાં કોઇ મહિલા સહકર્મી સાથે દલીલબાજી કરતા બચવું જોઇએ, કારણ કે આ સ્થિતિ તમારા માટે પડકારજનક હોઇ શખે છે. તેનાથી વિપરિત, કામમાં તમારી કુશળતા વધશે, તમને સારો એવો હોદ્દો પણ મળી શકે છે.

તમારું ભાગ્ય પણ મજબૂત રહેશે, જેના કારણે તમે ધાર્મિક કાર્યોમાં ઉમળકાભેર ભાગ લેશો. તમને કેટલીક જગ્યાએ સન્માનિત કરી શકાય છે. પરિણિત લોકોએ પોતાના દાંપત્ય જીવનમાં કલેશની સ્થિતિથી બચવાનો પ્રયાસ કરવો જોઇએ. જીવનસાથી સાથે તાળમેળ બેસાડીને રહેવું જોઇએ. જે લોકો કોઇને પ્રેમ કરે છે, તેમણે આ મહિને એવી તક મળશે, જ્યારે તેઓ પોતાના પ્રિયને પ્રપોઝ કરી શકે છે. તેમાં સફળ થવાની સંભાવના ખુબ વધારે રહેશે. જો તમે પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે મહિનાના અંતિમ દિવસો ખુબ સારા રહેવાના છે. શિક્ષણના ક્ષેત્રમાં આ મહિનો તમને ઉંચાઇઓ પર લઇ જશે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો માટે માર્ચ મહિનો ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. પાછલા મહિને જે સમસ્યાઓ જીવનમાં ચાલી આવી રહી હતી, હવે તેમાં ઘણી હદ સુધી રાહત પ્રાપ્ત થઇ જશે. તમારા ખર્ચા તો રહેશે, પરંતુ પહેલાની તુલનામાં તેમાં કમી આવશે અને તેની સાથે જ તમારી ઇનકમમાં પણ વધારો થશે. વેપારી વર્ગની વાત કરીએ તો તેમને આ મહિને ખુબ જ સારા પરિણામની પ્રાપ્તી થશે. તેમણે પોતાની સાથે કામ કરી રહેલા બિઝનેસ પાર્ટનરનું પણ ધ્યાન રાખવું જોઇએ અને હળીમળીને જ સારું કરી શકશો.

તમે માર્કેટિંગ મારફત પોતાના કામને આગળ વધારવામાં સફળતા પ્રાપ્ત કરશો. તેના માટે ક્યાંક જાહેરાત આપવી જરૂરી રહેશે. નોકરિયાત વર્ગના લોકોને થોડી સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે. ગ્રહોની સ્થિતિ તેમના માટે લડાઇ-ઝઘડો થવાનો યોગ બનાવી રહી છે, તેથી સાવધાની રાખજો. પરિણિત લોકોનું દાંપત્ય જીવન ખુશીથી ભરપૂર રહેશે. જે લોકો કોઇને પ્રમ કરે છે, તેમણે આ સમયે કેટલીક વાતોને અવગણવી પડશે. આ મહિનાના વચ્ચેના સમયમાં તમે ક્યાંક પ્રવાસ પર જઇ શકો છો. જેનાથી તમને ખુબ જ ખુશી પ્રાપ્ત થશે તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

મીન રાશિ : માર્ચ મહિનો આપની રાશિના જાતકો માટે ખુબ સારું ફળ આપનારો પુરવાર થશે. તમે કંઇક નવું કરવાની આશા રાખશો અને આત્મવિશ્વાસ પણ સારો રહેવાથી તમે જીવનમાં તમામ ક્ષેત્રોમાં સારી રીતે આગળ વધી શકશો. તમારી પર્સનલ લાઇફ હોય કે પછી પ્રોફેશનલ લાઇફ, તમામ મોરચે સંતુલિત રીતે તમે આગળ વધશો અને આખો મહિનો તમારા અભિગમનો ફાયદો મળતો રહેશે. તમારા ખર્ચમાં વધારો આવી શકે છે જે તમારા માટે મોટી ચિંતાનું કારણ બને પરંતુ સાથે સાથે તમારી આવક પણ ઝડપથી વધશે. વેપાર કરતા હોય તેમના માટે આ મહિનો ઘણો સારો છે. તમારી જુની કંપનીઓ સાથે જોડાયેલા લોકોના માધ્યમથી નવા મોટા ફાયદા મેળવી શકો છો.

જો તમે નોકરીમાં જોડાયેલા હોવ તો, તમારે કામમાં ખૂબ જ બારીકાઇથી ધ્યાન આપવું પડશે. સમય પર કામ કરવાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. વિવાહિત લોકોને ગૃહસ્થજીવન આ મહિને ઘણું સારું રહેશે. તમે સંબંધોમામ મજબૂતી જાળવવા માટે જીવનસાથીને કોઇ ઉત્તમ ભેટ આપી શકો છો. આ મહિને તેમના નામે નવી પ્રોપર્ટીની પણ ખરીદી કરી શકો છો. જો તમે પ્રેમજીવનમાં જોડાયેલા હોવ તો આ મહિને તમારા પ્રિયપાત્ર સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરી શકો. પ્રપોઝ કરવા માટે પણ સારો સમય છે. લગ્ન કરવા અંગે પણ પ્રસ્તાવ મૂકી શકો છો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ઋતુગત બીમારીઓ સામે સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે આ મહિનો વરદાન સમાન રહેશે. અભ્યાસનો લાભ મળે. મુસાફરી કરવા માટે ત્રીજું અને ચોથું સપ્તાહ સારું છે.

મિથુન રાશિ : માર્ચ મહિનો મિથુન જાતકો માટે સામાન્ય રહેવાના સંજોગો જણાઇ રહ્યા છે માટે તમારે કોઇ મોટી ચિંતા કરવાની જરૂર નતી. શાંતિથી તમારું કામ કરતા રહો અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા રહો. વિવાહિતોને દાંપત્યજીવનમાં તણાવ હશે તો હવે ઘટશે અને શ્વસુર પક્ષ સાથે પણ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. જો તમે કોઇની સાથે પ્રેમસંબંધોમાં જોડાયેલા હોવ તો, આ મહિને તમારા સાથી જોડે ક્યાંક પ્રવાસ ખેડવાનું બની શકે છે. નોકરિયાતોને હાલમાં નોકરીમાં કોઇ મુશ્કેલી હોય તો તેમાં ઘટાડો થશે અને આગળ વધવા માટે માનસિક સ્પષ્ટતા આવશે.

જેઓ વેપાર-ધંધામાં જોડાયેલા હોય તેમના માટે આ મહિનો ઘણો સારો જણાઇ રહ્યો છે અને જો ભાગીદારીમાં કામ કરતા હોવ તો ભાગીદારના કારણે કોઇ મોટી ડીલ પાર પડે તેવા ચાન્સ છે. આ મહિને સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે જેથી માથુ ભારે લાગવું, નબળાઇ રહેવી, પ્રતિકારકતા ઓછી થવી, ભારે તાવ અથવા શરદી વગેરે સંભાવના રહેશે. જો તમે મુસાફરી કરવા માંગતા હોવ તો, બીજું અને ત્રીજું સપ્તાહ આશાસ્પદ જણાઇ રહ્યું છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ટાળવી. જો અનિવાર્યરૂપે લાંબી મુસાફરી કરવાની થાય તો જરૂરી કાગળો સાથે રાખવા જેથી કોઇપણ સમસ્યાથી બચી શકો. અભ્યાસ માટે આ સમય સારો જણાઇ રહ્યો છે. તમારા શૈક્ષણિક કાર્યોમાં સારી સફળતા મળશે.

કુંભ રાશિ : આપના માટે આ મહિનો સામાન્ય કરતાં બહેતર રહેશે. આપના જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો આવી શકે છે. આવકમાં શરૂઆતમાં ઘટાડો થાય પરંતુ ધીમે ધીમે સ્થિતિ તમારા પક્ષમાં આવશે. આ મહિને આપને ખર્ચ પર અંકુશ રાખવાની સલાહ છે અન્યથા ચિંતા વધશે. પારિવારિક જીવનમાં ગ્રહોની સ્થિતિ પરથી લાગે છે કે તમારા પરિવારમાં કોઇ વડીલનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેમની તમારે વધુ કાળજી લેવી પડશે અને જરૂર જણાય તો મેડિકલ હેલ્પ લઇ શકો છો.

વિવાહિત લોકોને દાંપત્યજીવનમાં ખુશીઓ રહેશે અને તમારા જીવનસાથીના માધ્યમથી કેટલાક નવા અનુભવો થઇ શકે છે. તેમનું વ્યક્તિત્વ મજબૂત રહેશે અને તેમને તમે વધુ સારી રીતે સમજી શકો. પ્રેમજીવનમાં હોય તેમને થોડી નિરાશા આવી શકે છે કારણ કે, આ સમયમાં તમારી વચ્ચે કોઇપણ કારણથી અંતર વધી શકે છે. મુસાફરી કરવા માટે મહિનાની શરૂઆતનો તબક્કો અને ત્રીજું સપ્તાહ સૌથી ઉત્તમ રહેશે.

ધન રાશિ : માર્ચનો આ મહિનો તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારો સાબિત થવાનો છે. આ મહિને તમારે સૌથી વધારે જે વાતનું ધ્યાન રાખવાનું છે, તે વાત તમારા વધી રહેલા ખર્ચાઓ અને તમારા વિરોધીઓ છે, કારણ કે આ બંને બાબતો આ મહિને તમને હેરાન કરવામાં કોઇ કસર છોડવાની નથી. જોકે, આ મહિને તમારી ઇનકમ ઠીક-ઠાક રહેવાની છે અને તમારી બુદ્ધિમત્તા તમને અન્ય લોકો કરતા આગળ રાખશે, જેનાથી તમને તમારા કામોમાં સફળતા પણ પ્રાપ્ત થશે.

નોકરિયાત વર્ગના લોકોને પોતાના કામમાં સારા પરિણામની પ્રાપ્તી થશે અને જો તમે પારિવારિક વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આ મહિનો તમને ખુબ જ સારો ફાયદો આપીને જશે. સામાન્ય રૂપે વેપાર કરનારા લોકોને પોતાના બિઝનેસમાં કેટલીક નવી ગતિવિધિઓનો સમાવેશ કરવો પડશે, ત્યારે જ જઇને ક્યાંક તે ફાયદો આપવાની સ્થિતિમાં આવશે. તમારું દાંપત્ય જીવન ખુશનુમા રહેશે અને જે લોકો પ્રણય જીવનનો આનંદ માણી રહ્યા છે, તેમને પણ સારા પરિણામ જોવા મળશે. તમારે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે મહિનાનું ત્રીજુ અઠવાડિયું સારું રહેશે.

મકર રાશિ : આ મહિનો તમારા માટે મધ્યમ ફળ પ્રદાન કરનારો રહેવાનો છે. મહિનાની શરૂતમાં તમને પૈસાની આવક થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. તમે પોતાના બેન્ક બેલેન્સને વધારવામાં સફળ રહેશો, જેનાથી આર્થિક સ્તરે તમે ખુબ જ મજબૂત જોવા મળશો. આરોગ્યના મામલે પણ તમને સારા પરિણામ જોવા મળશે અને તમારું આરોગ્ય મજબૂત બનશે. તમારી સમસ્યાઓમાં કમી આવશે. નોકરિયાત વર્ગના લોકોને આ સમય દરમિયાન પોતાના કામનું સારું પરિણામ પ્રાપ્ત થશે.

તમે તમારી સેલરીમાંથી કેટલાક પૈસા પરિવારની જરૂરિયાતો પાછળ પણ ખર્ચ કરશો. પારિવારિક જીવનમા તણાવ જોવા મળી શકે છે. તમારા પરિવારમાં કોઇ સભ્યનું આરોગ્ય કથળી શકે છે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન પ્રેમ પૂર્ણ સ્થિતિઓમાં રહેશે અને તેઓ પોતાના સંબંધને નિખારવાનો પૂરો પ્રયાસ કરશો. જે લોકો પ્રેમ સંબંધણાં છે, તેમના માટે આ મહિનો પડકારજનક રહે તેવી સંભાવના જણાઇ રહી છે. વાત-વાતમાં ઝઘડાની નોબત આવી શકે છે. ઓછોમાં ઓછી વાતચીત કરવી તમારા માટે સારી રહેશે અને જો તમારું પ્રિય પાત્ર ગુસ્સે થઇ જાય તો તેમને મનાવવાનો પ્રયાસ કરજો. ટેક્નિકલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરશે.