મારે હૈયે હરખ ન માય, રણછોડ ધજા ધોળી તારી…. વાંચો રણછોડજીનું અદ્દભુત ભજન.

0
320

જયારે, દૂર દૂર થી દેખાય, રણછોડ ધજા ધોળી તારી

મારે, હૈયે હરખ ન માય, રણછોડ ધજા ધોળી તારી (૨)

માધવ તારું મંદિર મોટું, શોભે ગોમતી ઘાટે, (શોભે ગોમતી ઘાટે)

સજ્જ થઇ ને સેવક આવે, ધજા ચડાવા માટે, (ધજા ચડાવા માટે)

જયારે, દૂર દૂર થી દેખાય, રણછોડ ધજા ધોળી તારી……………(૧)

એક ડગ ભરતા દસ ડગ આવે, શામળિયો સરકાર, (શામળિયો સરકાર)

ભીડ પડે ત્યારે ભોળો થતો, વાર ન કરે લગાર, (વાર ન કરે લગાર)

જયારે, દૂર દૂર થી દેખાય, રણછોડ ધજા ધોળી તારી……………(૨)

કીડી ને તું કણ દેનારો, હાથી ને દે હારો, (હાથી ને દે હારો)

ઝાડ પાનની ટોચે રહીને, પાણી નો પાનારો, (પાણી નો પાનારો)

જયારે, દૂર દૂર થી દેખાય, રણછોડ ધજા ધોળી તારી……………(૩)

જયારે દૂર દૂર થી દેખાય, રણછોડ ધજા ધોળી તારી

મારે, હૈયે હરખ ન માય, રણછોડ ધજા ધોળી તારી (૨)

– સાભાર કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)