‘મારે મન મારા ગામની નદી જ ગંગા’ : આ લેખ વાંચ્યા પછી તમને પોતાને મળેલી વસ્તુનું મહત્વ સમજાશે.

0
437

અરે આ તોહ મારા ગામ ની વાત છે, આમ તો મારા ગામ આવવા માટે જે મારગ છે એમા વચ્ચે બે નદી આવે છે, જેમાં એક નદી મોટી છે અને એક નદી નાની છે (જે વરસાદમાં હેરાન કરે છે). અને મારા ગામ ની બહાર મારા ગામ ની નદી, જે ગંગા નદી જેવી પવિત્ર છે હો ભાઈ.

કારણ કે વરસો પહેલા મારા ગામ માં રહેતા દેવીપુજક લોકો એજ નદી માં શાકભાજી, તરબૂચ અને આવુ તોહ ઘણુંય વાવતા અને તેના દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા માટે તેમાંથી કમાય પોતાના ઘર ના સભ્યો માટે ખાવા માટે ના ઓરતા પુરા થતા હતા.. માટે મારે મન એજ ગંગા નદી.

હવે તમને બીજું કવ … નર્મદા નદી ના પાણી હવે ઘરે ઘરે પોગ્યા હો પેલા ક્યાં આવું હતું હે, ખૂબ હેરાન થયા છે આપણા દાદા અને પર દાદાઓ આપણે જેમ પેટ્રોલ ડીઝલ વાપરી ને એમ એ બધાઈ પાણી વાપરતા શુ કે પેલા આવા બોર પણ નતા ને એટલે …

પછી વારો આવ્યો કુવા નો પણ ખબર ને કે (કુવામાં હોઈ તોહ હવાળા માં આવે). ઇ સમય માં મારા આખા ગામ ના માણસો નદીએ પાણી ભરવા જતા એજ નદીના ના પાણી પીવાના હો ભાઈ, વેલા હવાર માં તોહ એટલે પાંચ વાગે તોહ પાણી ના ફેરા ચાલુ થઈ જતા …!!

હવે જ્યાં સુધી નદી માં પાણી હોઈ ત્યાં સુધી પાણી ભરતા પછી નદીમાજ વીણા ગારતા એટલે નાનો કૂવો (બે થી ત્રણ ફૂટ ઊંડો ખાડો) એમાંથી પાણી ભરતા એજ પાણી ભરતા એજ પાણી પીતા હતા કોઈ દિવસ કાય નો થતું. માટે મારે મન એજ ગંગા નદી..!!

પછી ચોમાસું બેહે એટલે આખું ગામ રાહ જોઈ ને બેહે ક્યારે વરસાદ આવે અને નદી બે કિનારે માંડે વહેવા. અને ભાઈ એમાંય જો વરસાદ આવે અને નદીમાં પાણી આવી જાય એટલે આખું ગામ નદીએ પોગી જાય જાણે કોઈ મોટા માં મોટુ સર્કસ આવ્યું હોઈ. આ એક ઉત્સાહ, ભાવ, પ્રેમ, ને લાગણી જેવું. ગંગા નદી ના કિનારે જય ને તમારું મન ખીલી જાય ને એમજ આમર ગામ ની નદી જોય ને અમે રાજી રાજી થઈ જાય હો. માટે મારે મન એજ ગંગા.

અમે નાના હતા ત્યારે એમ કહેતા કે હાલો ને બા નદીએ જાય યા તમે કપડાં ધોઈ નાખજો અને અમે ત્યાં નાઈ લયસુ હે, પછી નદીએ જય ને એમાં નાતા ને તોહ એવું લાગતું કે અમારા પણ પાપ ધોવાઈ જશે કારણ કે ઘરે તોહ નાહવા માટે પાણી નો હોઈ માટે મારે મન એજ ગંગા.

ટુક માં જીવન જીવવા માટે ની જરૂરીયાતો અમે એજ ગામ ની નદી પર નિર્ભર હતા માટે મારે મન મારાં ગામ ની નદીજ ગંગા.

– જીતેન્દ્ર ચાવડા (જીવાપર) (અમર કથાઓ ગ્રુપ)