ઘર સજાવવાથી લઈને કોઈ પણ પ્રકારની પૂજામાં ઉપયોગી છે ગલગોટાના ફૂલ, જાણો તેનું ધાર્મિક મહત્વ. પૂજા કરતી વખતે ગલગોટાનો ઉપયોગ ખુબ કરવામાં આવે છે, અને ઘણા બધા ભગવાનોને આ ફૂલ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત કોઈ પણ ધાર્મિક કાર્ય દરમિયાન પણ આ ફૂલનો ઉપયોગ જરૂર થાય છે, અને ઘરને આ ફૂલથી શણગારવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યા કારણે આ ફૂલનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યો દરમિયાન કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે, ઘણા દેવી દેવતાઓને આ ફૂલ ઘણા પ્રિય છે, એટલા માટે આ ફૂલનો ઉપયોગ પૂજા દરમિયાન વધુ કરવામાં આવે છે. આ ફૂલનો રંગ કેસરી હોય છે અને તે રંગ હિંદુ ધર્મ સાથે જોડાયેલો છે. તે પણ એક કારણ છે કે, આ ફૂલની માળા ભગવાનને વધુ ચડાવવામાં આવે છે. તે ઉપરાંત કેસરિયો રંગ ત્યાગ અને મોહ માયાને પણ દર્શાવે છે. આ ફૂલ પીળા રંગના પણ હોય છે.
એક નાના એવા ગલગોટાના ફૂલમાં ઘણા બધા પાંદડા હોય છે. જેને એક બીજ જોડીને રાખે છે. તેથી આ ફૂલ એકતા પણ દર્શાવે છે. ગલગોટા જ માત્ર એક એવું ફૂલ છે, જે તેના એક નાના એવા પાંદડાના સહારે પણ ઉગી જાય છે. આ ફૂલનો આ ગુણ આત્માની ખાસિયતને દર્શાવે છે. જેમ આત્મા ક્યારેય નથી મરતો, અને બસ શરીર બદલે છે અને અલગ અલગ રૂપોમાં ફરીથી જીવિત થઇ જાય છે.
ગલગોટાના ફૂલના તોરણ મુખ્ય દરવાજા ઉપર લટકાવવા શુભ હોય છે. આમ તો આ ફૂલ નકારાત્મક ઉર્જાને દુર કરે છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. એ કારણ છે કે, કોઈ પણ પૂજા કે તહેવારના અવસર પર ઘરના મુખ્ય દરવાજા ઉપર આ ફૂલનું તોરણ લગાવવામાં આવે છે. ઘરની બહાર તેને લટકાવવાથી ખરાબ શક્તિ દુર રહે છે.
આ ફૂલને પવિત્ર માનવામાં આવે છે. જેના કારણે જ પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો શાસ્ત્રોમાં ભગવાનને માત્ર પવિત્ર વસ્તુ ચડાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે ભગવાનને આ ફૂલ ચડાવવામાં આવે છે.
રાખો આ બાબતોનું ધ્યાન :
ગલગોટાના ફૂલનો પૂજા દરમિયાન કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકાય છે. પરંતુ તે ફૂલ અર્પણ કરતી વખતે તમે અમુક બાબતોનું ધ્યાન જરૂર રાખો.
ક્યારેય પણ ભગવાનને ગંદુ ફૂલ ન ચડાવો. ભગવાનને હંમેશા સ્વચ્છ ફૂલ જ અર્પણ કરવું જોઈએ, જેના પાંદડા એકદમ સારા હોય અને તેની ઉપર કાંઈ પણ લાગેલું ન હોય.
હંમેશા તાજા ગલગોટાના ફૂલ ભગવાનને ચડાવો. ક્યારેય પણ વાસી અને જુના ફૂલ ભગવાનને અર્પણ ન કરો. એક વખત જે ગલગોટાના ફૂલનો ઉપયોગ તમે કરો તેનો ફરી વખત ઉપયોગ ન કરો. અને જયારે ફૂલ સુકાઈ જાય, તો તેને પાણીમાં કે કોઈ ઝાડની નીચે મૂકી દો.
જમીન ઉપર પડેલા ગલગોટાના ફૂલનો ઉપયોગ ક્યારે પણ ધાર્મિક કાર્ય દરમિયાન ન કરો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.