નર્મદા પરિક્રમા પર નીકળેલા પરિક્રમાવાસીની પાછળ પડ્યા કુતરા જેવા પ્રાણીઓ, જેમ જેમ તે આગળ જતા તેમ તેમ…

0
1221

રેવા તટની યાદોમાં

– રણવીર રાણા.

મનકો – ૧. નર્મદે હર.

2007 માં જ્યારે હું પહેલીવાર નર્મદા પરિક્રમા પર નીકળેલો. અનેકવાર ભૂલો પડી જતો. પૂછી પૂછીને ચાલતો ડરી ડરીને ચાલતો. તે મધ્યપ્રદેશના કોટેશ્વર ધામ નજીકના ગામો હતા. કવડા, દહી, ધર્મરાય એવા ગામો આવ્યા કરતા.

પરિક્રમા વાસીએ રાત પડતાં પહેલા કોઈપણ રોકાવાના સ્થાને પહોંચી જવું પડે. એટલે કે સુરજદાદા આથમી જાય એ પહેલા. મને માહિતી મળેલી કે આ પહાડી અને જંગલ માર્ગમાં રાત્રે યાત્રા કરવી હીતવાહક નથી.

પણ આ ગામો આવતા પહેલા જે પહાડી માર્ગ હતો તે વિચિત્ર આટીગુટી વાળો હતો. કોઈ કોઈ ગામવાસી રસ્તામાં મળતું પણ ખરું. સાંજ પડવા આવી હતી
ભેંસ બકરી ચરાવનાર પોતાના પશુઓ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. હું ચાલી રહ્યો હતો તે આખો પટ્ટો પહાડીઓથી ઘેરાયેલ હતો. અતિ મનોહર લીલીછમ પહાડીઓ.

દૂર-દૂર સુધી ફેલાયેલી પહાડીઓનું રમણીય દ્રશ્ય જોતો જોતો ચાલી રહ્યો હતો. જંગલી વનસ્પતિ અને ફૂલોની સુગંધ થી મન આનંદિત થઈ રહ્યું હતું. ગાય-ભેંસના ગળામાં બાંધેલી બેલ જેવી gugriyo નો અવાજ આવી રહ્યો હતો.

એક નાનો છોકરો 3 4 નાની વાછરડી ઓ ને લઈને જઈ રહ્યો હતો. તેના ગળામાં નાની-નાની પિત્તળની ઘૂઘરીઓ બાંધી હતી. વાછરડીઓ તેજીલા તોખારની જેમ ઉછળતી કુદતી ચાલતી હતી. તેમના ગળામાં રહેલી પિત્તળની ઘૂઘરીઓનો ધીરો ધીરો મંજુલ સ્વર… જાણે કે કોઈ મારા કાનમાં મોરનુ પીછુ ફેરવી રહ્યું હોય તેવું લાગતું.

ભેંસ બકરી ચરાવનાર તો ધીરે ધીરે મારી નજર સામેથી અદ્રશ્ય થઈ ગયા. પણ મારા પગમાં થોડી તકલીફ હતી અને વારંવાર પહાડી ચડવાથી હું થાકી જતો.

એક સ્વચ્છ પાણીની નદી કિનારે ચાલતો હતો. રસ્તામાં બીજી નદીનો સંગમ આવ્યું. આ બીજી નદીને પાર કરી આગળ જવાનું હતું. નદીનું પાણી તો હતું પણ અંધારું થઈ ગયું હતું. સામે કિનારે ચાર-પાંચ શિયાળ પાણી પીવા આવી ચૂક્યા હતા.

આ શિયાળ બેનની જન્મજાત આદત તેઓશ્રી જલપાન કરતા પહેલા એકવાર તો પોકાર કરે જ.. એટલે કે લાડી કરે…. તેમનો આ ઉકી.. ઉકી નો અવાજ.. કોઈ કારણ વગર આપણે ડરાવી મારે. બાકી મને જોતા જ બધા શિયાળવા પાછા વળીને ઝાડી માં લખાઇ ગયા.

આગળ ચાલતા રસ્તામાં પણ શિયાળ જોવા મળે તો મને જોઈને રસ્તો બદલી નાખે. થોડો પન માણસ નો અણસાર આવે તો છુપાઈ જાય.

હવે અંધારું ઓર વધી ગયું હતું. હજી મારે કેટલું ચાલવાનું તે ખબર ન હતી. પણ પૂરેપૂરું અંધારું થયું ન હતું. કોઈ માણસ જાનવર કે મોટું ઝાડ હોય તો પડછાયાથી ઓળખાઈ જતું હતું.

હું ડર અને અનુભવી રહ્યો હતો. પણ શાનો ડર લાગી રહ્યો હતો તે ખબર નહીં. ભૂત પ્રેત કે કોઈ જાનવરનો મને ડર ન હતો. કોઈ ચોર લૂ ટારૂ આવે તો મારી પાસે કઈ લેવા જેવું ન હતું. પણ ડર લાગતો હતો. આપણું મન જ આપણને નકારાત્મક વિચાર કરી ડરાવ્યા કરે.

ચાલતા ચાલતા રસ્તામાં મારા પગમાં એક નાનું બચ્ચું અથડાયું. એકદમ નાનું ગલુડીયા જેવું. અંધારાને લીધે ખાલી તેનો આકાર દેખાતો હતો. તે બચ્ચાને હાથમાં લીધું. આજુબાજુ જોયું અને પાછળ વળીને જોયું પણ કઈ દેખાતું નહોતું. પાછળ જોવાથી વધારે બીક લાગતી.

મને લાગ્યું કે શિયાળ નું ટોળું પાણી પીવા આવ્યું હશે તેમાંથી આ બચ્ચુ વિખૂટું પડી ગયું હશે.

મેં મારી નાની બેગ માં જગ્યા કરીને બચ્ચાને મૂકી દીધું અને ઝડપથી ચાલવા માંડ્યું.

મેં બે ત્રણ વાર નર્મદે હર… નર્મદે હર… એમ જોર જોરથી બૂમ પાડી… પણ કોઈ દેખાયું નહિ કે સામેથી અવાજ પણ આવ્યો નહીં… હું કાંટા ની પરવા કર્યા વગર, ઝડપથી ચાલી રહ્યો હતો.

મારી પાછળથી કોઈ બે-ત્રણ જાનવર ચાલતા હોય તેઓ અનુસાર થયો… મેં પાછું વળીને જોયું તો… પાંચ, છ જેટલી તઞતકતી ડરામની આખો દેખાતી હતી. અંધારામાં જેમ બિલાડી ની આંખો દેખાય તેવી.

મને લાગ્યું કે બે ત્રણ કુતરાઓ હશે… કેમકે શિયાળ તો મને જોઈને જ દૂર ભાગી જતું. માણસ નો પડછાયો પણ લે નહીં. આ જરૂર ગામમાંથી કુતરાઓ શિ કાર કરવા નીકળ્યા હશે. પેલા સીયાર ના બચ્ચા ને છોડી મૂકવાનો વિચાર કર્યો. પણ આ કુતરાઓ તેને પતાવી દે.

મે તે બચ્ચાને જોડે જ લઈ જવાનું નક્કી કર્યું.

હું ચાલતો હતો તેનાથી ખાશુ એવું અંતર રાખી પેલા ત્રણ કુતરાઓ ચાલતા હતા. હું ઊભો રહીને પાછળ જોઉં તો, તે કુતરાઓ પણ ઊભા રહી જતા. પાછું ચાલવાનું શરૂ કરું તો તે પણ મારી પાછળ પાછળ ચોક્કસ અંતર રાખીને ચાલતા. પાછળથી જીનો જીનો વિચિત્ર પ્રકારના જાનવર નો અવાજ આવતો હતો. મેં પાછળ જોયા વગર ઝડપથી ચાલવા નુ રાખ્યું. પંદર-વીસ મિનિટ જેટલું ચાલતા કોઈ નાનું ગામ આવ્યું હોય તેવું લાગ્યું.

ચાર-પાંચ મકાનોમાં અજવાળું દેખાતું. ઘણા માણસો બેસીને વાત કરતા હોય તેવો અવાજ આવી રહ્યો હતો. નજીક જે જોયું તો આઠ દસ જેટલા વ્યક્તિ તાપણું કરીને તાપી રહ્યા હતા. મેં દૂરથી જ નર્મદે હર.. નર્મદે હર.. એમ પોકાર પડયો… તે જરૂરી હતું… તે લોકો સમજી જાય કે પરિક્રમાવાસીઓ છે.

હું જઈને તરત તાપણું તાપવા બેસી ગયો.

હું મારો પરિચય આપી પેલા લોકો સાથે વાત કરી રહ્યો હતો.

તેમાંથી એક ભાઈની નજર મારી પાછળ આવતા કુતરા ઉપર પડી. એટલે મેં જણાવ્યું કે… મને એક સીઆર નું બચ્ચું મળ્યું તે હું સાથે લઈ આવ્યો. એમ કહેતા મેં મારી બેગ માંથી બચ્ચા ને બહાર કાઢ્યું.

મે તો શિયાળનું આટલું નાનું બચ્ચું ક્યારેય જોયું ન હતું. પણ પેલા લોકો ઓળખી ગયા.

યે લોમડી નહિ… lakadbagha હૈ… ઉસ કા બચ્ચા હૈ.

અરે મહારાજ જી… યે કેસા જોખીમ ઉઠા લીયે..

તે લોકો મને જણાવી રહ્યા હતા કે… આ કોઈ શિયાળનું બચ્ચું નથી પણ ઝરખનુ બચુ છે. અને મારી પાછળ જે આવી રહ્યા હતા તે. કુતરા નહીં પણ ઝરખ હતા.

અરે મહારાજજી છોડ દીજેયે… વો… લેને આયે હૈ બચ્ચે કો… આપ કે પીછે પીછે… મૈયા કી કૃપા સે આપ બચ ગયે… યે લડકબઞઞા બડા હરામિ જાનવર હે.

બસ આજે આટલું જ. નર્મદે હર.

– રણવીર રાણા.

નોંધ : અહીંયા મુકેલ ફોટોગ્રાફ પ્રતિક રૂપે છે. તે સમયે મારી પાસે કોઈ મોબાઈલ કેમેરો ન હતો.

(સાભાર રણવીર રાણા, અમર કથાઓ ગ્રુપ)