આ 5 રાશિના લગ્ન ઇચ્છુક લોકો માટે 2022 લઈને આવ્યું છે ખુશીના સમાચાર, બની રહ્યા છે લગ્નના પ્રબળ યોગ.

0
1678

નવા વર્ષ 2022 માં તમારા લગ્ન થશે કે નહિ, જાણો શું કહે છે તમારી રાશિ.

વાર્ષિક લગ્ન રાશિફળ 2022 મુજબ નવું વર્ષ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે. આ રાશિના લોકોને ન માત્ર સારો જીવનસાથી મળશે, પરંતુ તેમના લગ્નના પ્રબળ યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને ગુરુ આશીર્વાદ આપે ત્યારે જ લગ્નના યોગ બને છે. અને આવનારા વર્ષમાં શનિ અને ગુરુ 5 રાશિના લોકો પર પ્રસન્ન થશે. તો આવો જાણીએ કે કઈ રાશિના લોકોના ઘરમાં શરણાઈ વાગવાની પ્રબળ સંભાવના છે.

કર્ક : કર્ક રાશિના લોકો માટે નવું વર્ષ જીવનસાથીની શોધમાં મહત્વપૂર્ણ રહેશે. શનિ તમારા લગ્ન ભાવથી ગોચર કરશે, જે એપ્રિલમાં અન્ય ભાવમાં જતા પહેલા તમારા પ્રયત્નોને બળ આપશે. જુલાઈમાં તમારા લગ્ન ઘરમાં શનિની સ્થિતિ લગ્ન સંબંધિત તમામ અડચણો અને સંધર્ષોનો અંત લાવનારી દેખાશે. લવ મેરેજ કરવા ઇચ્છતા આ રાશિના લોકો માટે આ વર્ષ લકી સાબિત થશે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે નવા વર્ષમાં લગ્નના પ્રબળ યોગ બની રહ્યા છે. વર્ષની શરૂઆતમાં કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. એપ્રિલ મહિનામાં આ રાશિના લોકોના લગ્ન થવાની પ્રબળ શક્યતા છે. એપ્રિલમાં શનિ તમારા લગ્ન ભાવમાં ગોચર કરશે અને જુલાઈ સુધી અહીં રહેશે. આ સમયગાળા દરમિયાન, શનિ ગ્રહ તમને તમારા જીવનના કર્મ સંબંધો સાથે જોડવામાં મદદ કરશે. બીજી તરફ જે લોકો પહેલાથી જ રિલેશનશિપમાં છે તેમના માટે પણ વર્ષ 2022 શુભ રહેશે.

કન્યા : કન્યા રાશિના લોકો માટે નવા વર્ષમાં કેટલાક ગ્રહોનું ગોચર અનુકૂળ પરિણામ લાવશે. તમારી શોધ વર્ષના પહેલા ત્રિમાસિક સુધીમાં પુરી થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથીને મળી શકો છો અને શક્ય તેટલી વહેલી તકે તેમની સાથે લગ્ન કરી શકો છો. આ ઉપરાંત આ વર્ષ દરમિયાન શનિ તમારા પારિવારિક ઘર તરફ નજર રાખશે જેના પરિણામે 2022 માં લગ્નની પ્રબળ શક્યતાઓ છે.

વૃશ્ચિક : લગ્ન વાર્ષિક રાશિફળ 2022 મુજબ, આ વર્ષ વૃશ્ચિક રાશિના લોકો માટે પણ ખૂબ જ સુખદ રહેવાનું છે. જો કે, તમારે જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે, પરંતુ જુલાઈ પછી વસ્તુઓ તમારા પક્ષમાં જવા લાગશે. કારણ કે, આ સમય દરમિયાન શનિ અને ગુરુ બંને તમારી રાશિ પર દૃષ્ટિ રાખશે, જેના કારણે તમારા જીવનમાં એક નવો સંબંધ બનશે જે લાંબા સમય સુધી ચાલનારો અને સ્થિર સાબિત થશે.

મીન : એપ્રિલ પછી ગુરુ તમારી રાશિમાં ગોચર કરશે. તે તમારા લગ્નના ઘરને અસર કરશે, જેના કારણે આ વર્ષે તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે. જે લોકો પોતાના માટે પરફેક્ટ પાર્ટનરની શોધમાં હતા, આ વર્ષે તેમની શોધ પૂરી થઈ જશે કારણ કે તેઓ આ વર્ષના પહેલા ત્રિમાસિક પછી ટૂંક સમયમાં લગ્ન કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.