“મારું મારું ઘણું કર્યું હવે….” મનુષ્યના જીવન અને જીવનના ઉદ્દેશ્ય પર બનેલી આ કવિતા સાચી દિશા દેખાડે છે.

0
574

આ ઊંમર તો આવી પહોંચી,

કેટલાક કામો કરવાં બાકી છે,

આ વાળ થયા સૌ ચાંદીનાં,

મનને સોનાનું કરવું બાકી છે,

જરા મહેકી લઉં હું પૃથ્વીથી,

થોડા તારા ગણવાં બાકી છે,

આ વૃક્ષોને પાણી દઈ દઉં,

પેલા પંખીને ચણ બાકી છે.

ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં,

થોડી પ્રાર્થનાઓ હાજી બાકી છે,

મારાં સૌને મેં ખૂબ ચાહ્યા,

ખુદ ને ચાહવાનું બાકી છે.

બસ બહુ જાણ્યાં મેં સહુને,

ખુદને ઓળખવું હજુ બાકી છે,

કહે છે ખાલી હાથે જવાનું છે,

બસ હવે ખાલી થવાનું બાકી છે.

વ્યવહારમાં ઘણું રહ્યા હવે,

નિશ્ચય તરફ જવાનું બાકી છે.

મારું… મારું… ઘણું કર્યું,

હવે હું થી તરવાનું બાકી છે.

બીજા વિશે ઘણું જાણ્યું હવે,

પોતાના આત્મા વિશે જાણવાનું બાકી છે.

પર તરફનો ઢાળ બહું થયો,

હવે સ્વ તરફ જવાનું બાકી છે.

પરમાત્માને બહાર બહું શોધ્યા,

આત્માને જ પરમાત્મા માનવાનું બાકી છે.

– ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ ઉપાધ્યાય (અમર કથાઓ ગ્રુપ)