હોળીનો તહેવાર હતો. જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી. દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા. રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં. દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં, તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.
મીનલદેવી બોલ્યાં – ” હા દરબાર ! ચાંપરાજ જુએ છે ”
એભલે રાણીનું વેણ હસી કાઢ્યું – ” રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે. એ શું સમજવાનો હતો ? ”
ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું (વસ્ર) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.
દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જી વવુંઝેર થયું, પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતા નાપ્રા ણત્ય જીદીધાં !!
શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !
એક વાત કહેવાની ગુસ્તાખી કે – ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય, પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !
પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત, તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.
મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને. એની કુખે પછી દુશ્મનોના મ સ્તકવા ઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે !
એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય જ કર્યુ
પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ
તે દી’ જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગ વાસમાં
અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં
શત શત નમન જય માતાજી.
– સાભાર જાહલબ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)
ફોટો પ્રતીકાત્મક છે