આ મંદિરમાં માતાની મૂર્તિ દિવસમાં 3 વખત બદલે છે રૂપ, જાણો તેની ચકિત કરી દેનારી વાતો.

0
523

માતાજીનું આ મંદિર છે ઘણું ચમત્કારી, નથી ઉકેલાયું તેનું આ મોટું રહસ્ય.

ભારતમાં એવા અનેક મંદિરો છે, જેનું રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. આવું જ એક રહસ્યમય મંદિર ઉત્તરાખંડમાં છે. ઉત્તરાખંડમાં આવેલા ધારી દેવી માતા મંદિરનું રહસ્ય આજે પણ બધાને ચોંકાવી દે છે.(Dhari Devi Temple)

મંદિરનું રહસ્ય એક પડકાર : ભારતના તમામ પ્રાચીન મંદિરોમાં ધારી દેવી મંદિરનું રહસ્ય આજે પણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે. એવું માનવામાં આવે છે કે, ધારી દેવી માતાના મંદિરમાં રહેલી મૂર્તિ દિવસમાં ત્રણ વખત પોતાનું સ્વરૂપ બદલે છે.

સવારે કન્યા, સાંજે વૃદ્ધ સ્ત્રી જેવી દેખાય છે મૂર્તિ : એવું માનવામાં આવે છે કે મંદિરમાં રહેલી મૂર્તિ સવારે કન્યા જેવી દેખાય છે, બપોરે યુવતી જેવી દેખાય છે અને સાંજ સુધીમાં મંદિરની મૂર્તિ વૃદ્ધ સ્ત્રી જેવી દેખાવા લાગે છે.

આ મંદિર શ્રીનગરથી 14 કિમી દૂર આવેલું છે : ધારી દેવી મંદિર ઉત્તરાખંડમાં શ્રીનગરથી 14 કિમી દૂર આવેલું છે. આ મંદિરને ખૂબ જ ચમત્કારી મંદિર માનવામાં આવે છે. આ મંદિરનો ચમત્કાર જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ભીષણ પૂરમાં મંદિર તણાઈ ગયું હતું : પૌરાણિક કથાઓ અનુસાર, ધારી દેવી મંદિર એકવાર ભારે પૂરમાં તણાઈ ગયું હતું. આ દરમિયાન મંદિરમાં રહેલી માતાની મૂર્તિ પણ તણાઈ ગઈ હતી. આ મૂર્તિ ધારો ગામ પાસે આવેલા એક ખડક સાથે અથડાઈને અટકી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે, આ દરમિયાન મૂર્તિમાંથી અવાજ આવ્યો. તે અવાજે ગ્રામજનોને મૂર્તિ સ્થાપિત કરવાની સૂચના આપી હતી. એ પછી ગામ લોકોએ ત્યાં માતાનું મંદિર બનાવ્યું હતું.

વર્ષ 2013 માં ઉત્તરાખંડમાં કુદરતી હોનારત આવી હતી : વર્ષ 2013 માં ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. એવી માન્યતા છે કે, માતાના મંદિરને તોડવામાં આવ્યું હતું અને મૂર્તિને તેના મૂળ સ્થાનેથી હટાવી દેવામાં આવી હતી. તેના લીધે ઉત્તરાખંડમાં ભયંકર હોનારત સર્જાઈ હતી. લોકોનું કહેવું છે કે, 16 જૂન 2013 ની સાંજે ધારા દેવી મંદિરની મૂર્તિને તેના મૂળ સ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી. તેના થોડા કલાકો બાદ રાજ્યમાં ભયંકર આફત સર્જાઈ હતી. જોકે, અમે આ દાવાની પુષ્ટિ કરતા નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.