માતા છાયાથી છુટા પડ્યા પછી શનિદેવ આમ તેમ ભટકવા લાગ્યા, જાણો કોણ તે દરમિયાન તેમનો સહારો બન્યું.

0
454

સૂર્યપત્ની સંધ્યાના તિરસ્કાર અને માતા છાયાથી છુટા પડ્યા પછી શનિદેવે દરેક સાથે સંબંધ તોડી સૂર્યલોક ત્યાગી દીધો. સાથે જ બધાને ચેતવ્યા કે જો કોઈ તેમને મનાવવા તેમની પાછળ આવશે, તો તે તેને ભસ્મ કરી દેશે. જતા જતા પિતા સૂર્યદેવે પણ તેમને રોકાવાનો આગ્રહ કર્યો. પણ શનિદેવની ચેતવણીએ તેમને પણ પગ પાછા ખેંચવા મજબુર કરી દીધા.

માં ની યાદમાં ભટકતા શનિદેવ જંગલ, રણ અને વેરાન જગ્યામાં ફરી રહ્યા હતા, તેવામાં તેમનું વાહન કાગડો તેમની પાછળ પાછળ જ રહ્યો. એક દિવસ અચાનક સામે આવેલા કાગડાએ તેને પોતાની સાથે રાખવાની શનિ દેવને પ્રાર્થના કરી, પણ શનિદેવ એક વખત ફરી ગુસ્સે થઈ ગયા, પણ કાગડાની વિનંતી ઉપર તે તેને સાથે રાખવા માટે માની ગયા.

કાગલોક (કાકલોક) પહોંચેલા શનિદેવને કાગડાની માં એ વધાવ્યા : કાગડો શનિદેવને લઈને પોતાના કાગલોક પહોંચ્યો, જ્યાં લાંબા સમય સુધી માતા પિતાથી દુર રહેવાના કારણે કાગડાના માતા પિતાએ તેને વ્હાલ ભરેલો ઠપકો આપ્યો. પણ જયારે કાગડાએ શનિદેવને કાગલોકમાં રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, તો કાગડાના પિતા ગુસ્સે થયા. પણ કાગડાએ તેમને જણાવ્યું કે શનિદેવને કારણે જ તેમનો પુત્ર તેની સામે જીવતો ઉભો છે. તેથી ભાવુક થઇ કાગડાની માતાએ શનિદેવને પુત્ર કહીને ખુબ પ્રેમ અને વ્હાલ આપ્યું અને કાગડાના પિતા પણ શનિદેવને કાગલોકમાં રાખવા માટે રાજી થઇ ગયા.

કાકલોકમાં પણ પહોંચ્યા શત્રુ : એક દિવસ કાગડો શનિદેવને લઈને કાકલોક ફરવા નીકળ્યો હતો, તે દરમિયાન શનિદેવને અનુભવ થયો કે કોઈ તેમની ઉપર નજર રાખી રહ્યા છે, અને તેમનો પીછો કરી રહ્યા છે.

બીજી તરફ ઇન્દ્ર શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના અધિકારીના પદ પરથી દુર કરવા માટે ફરી ષડયંત્ર રચવામાં લાગી ગયા. તેમણે સૂર્યપુત્ર યમને ઉશ્કેર્યા કે તે શનિ સાથે તેમની માતા સંધ્યાના અપમાનનો બદલો જરૂર લે. તેનાથી સહમત યમે આક્રોશમાં આવીને શનિદેવનો નાશ કરવાની જાહેરાત કરી દીધી. ત્યાર પછી કાગલોકમાં પણ શનિદેવ ઉપર હુ-મ-લોકરવા માટે શત્રુ પહોંચવા લાગ્યા. તેની અસરથી કાગલોકમાં પણ ખળભળાટ મચી ગયો. પણ શનિદેવે બધું સંભાળી લીધું.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.