એક એવું મંદિર જ્યાં માથા વગરની દેવી માં ની થાય છે પૂજા, અહિયાં ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે.

0
499

જાણો માતાના બીજા સૌથી મોટા શક્તિપીઠ વિષે, અહીં છે માતાની અનોખી મૂર્તિ.

આમ તો આખું વર્ષ ભક્તો શક્તિનું સ્વરૂપ દેવી દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરે છે. પણ નવરાત્રી દરમિયાન તેમની પૂજાનું મહત્વ વધારે હોય છે. પણ માતાના આ 9 રૂપો ઉપરાંત માં દુર્ગાની 10 મહાવિદ્યાઓ પણ છે જેને સિદ્ધી આપવા વાળી માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન માં દુર્ગાની આ 10 મહાવિદ્યાઓ (10 Mahavidya) ની જ પૂજા કરવામાં આવે છે. તેમાં સામેલ છે માં છિન્નમસ્તા (Maa Chhinnamasta). માં છિન્નમસ્તા અથવા છિન્નમસ્તીકાનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર ઝારખંડના પાટનગર રાંચીથી 80 કી.મી. દુર રજરપ્પામાં છે. આ મંદિરની ખાસિયત છે અહિયાંની મૂર્તિ.

રજરપ્પા આવેલું છે માં છિન્નમસ્તીકાનું મંદિર :

એવી માન્યતા છે કે, આસામના કામાખ્યા મંદિરને દુનિયાનું સૌથી મોટું શક્તિપીઠ કહેવામાં આવે છે. અને ત્યાર બાદ દુનિયાના બીજા સૌથી મોટા શક્તિપીઠ તરીકે રજરપ્પામાં આવેલું માં છિન્નમસ્તીકાનું મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિરમાં આવેલી માં ની મૂર્તિની વાત કરીએ, તો માં નું માથું તેમના હાથમાં છે અને તેમની ગરદન માંથીલો હીની ધારા પ્રવાહિત થઇ રહી છે જે બંને તરફ ઉભી રહેલી બે સખીઓના મોઢામાં જઈ રહી છે. માં નું આ સ્વરૂપ અમુક લોકોને ભયભીત કરી શકે છે.

અદ્દભુત છે માતાનું આ રૂપ :

દેવી માં ના આ રૂપને મનોકામના દેવીના રૂપ તરીકે ઓળખવામાં આવે છે, અને પુરાણોમાં પણ રજરપ્પાના આ મંદિરનો ઉલ્લેખ શક્તિપીઠના રૂપમાં મળે છે. અહિયાં દર વર્ષે શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે. પણ ચૈત્ર નવરાત્રી અને શરદ નવરાત્રીમાં અહિયાં ભક્તોની સંખ્યા બમણી થઇ જાય છે. એવી માન્યતા છે કે, આ મંદિર 6 હજાર વર્ષથી પણ વધુ જુનું છે.

કઈ છે માતાના આ રૂપની કથા :

પૌરાણીક કથાઓ મુજબ એક વખત દેવી તેમની સખીઓ સાથે નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા પછી તેમની સખીઓને તીવ્ર ભૂખ અને તરસ લાગવા લાગી. તેમણે દેવીને કાંઈક ખાવા માટે કહ્યું, પણ દેવીએ તેમને રાહ જોવાનું કહ્યું. ભૂખને કારણે જ તેમની સખીઓ બેહાલ થવા લાગી અને તેમનો રંગ કાળો પડવા લાગ્યો. ત્યારે દેવીએ પોતાના જ ખ ડગથી પોતાનું મસ તક અલગ કર્યું અનેલો હીની ત્રણ ધારાઓ કાઢી. તેમાંથી બે ધારાઓ માંથી તેમણે સખીઓની તરસ છીપાવી અને ત્રીજીથી પોતાની. ત્યારથી તે માતા છિન્નમસ્તાના નામથી પ્રસિદ્ધ થયા. દેવી દુષ્ટો માટે વિનાશક અને ભક્તો માટે દયાળુ છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.