નવરાત્રીના નવ દિવસ કરો માતાના આ 9 સ્વરૂપોની પૂજા, જાણો માતાના 9 સ્વરૂપો વિષે વિસ્તારથી.

0
1727

એ તો તમે જણાતા જ હશો કે, નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણો મહત્વનો તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબે ના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી ઊજવવામાં આવે છે. વેદ પુરાણમાં અંબે માં ને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે. જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે. નવરાત્રીના સમયે માં ના ભક્તો તેમનાથી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. આવો જાણીએ છે માં અંબેના નવ રુપ કયા કયા છે.

(1) માતા શૈલપુત્રી

(2) માતા બ્રહ્મચારિણી

(3) માતા ચંદ્રઘંટા

(4) માતા કુષ્માંડા

(5) મા સ્કંદમાતા

(6) માતા કાત્યાયની

(7) માતા કાલરાત્રિ

(8) માતા મહાગૌરી

(9) માતા સિદ્ધિદાત્રી

સનાતન ધર્મ માં નવરાત્રી તહેવારનું ઘણું મહત્વ છે. તે એક વર્ષમાં ૫ વખત ઉજવવામાં આવે છે. જોકે આમાં ચૈત્ર અને શરદ ના સમય આવનારી નવરાત્રી ને જ વ્યાપક રૂપથી ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશ ના ઘણા ભાગો માં મેળા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. માતાના ભકતો ભારત વર્ષમાં વ્યાપ્ત શક્તિપીઠના દર્શન કરવા જાય છે. ત્યાં જ બાકીની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી ના નામે પણ ઓળખાય છે. જેમાં માઘ ગુપ્ત નવરાત્રી, અષાઢી ગુપ્ત નવરાત્રી અને પોષ નવરાત્રી શામેલ છે. આમને દેશ ના વિભિન્ન ભાગો માં સામાન્ય રૂપે ઉજવવા માં આવે છે.

નવરાત્રી પર્વ નું મહત્વ : જો અમે નવરાત્રી શબ્દનું સંધિ વિચ્છેદ કરીએ તો ખબર પડે છે કે આ બે શબ્દોના યોગથી બને છે. જેમાં પહેલો શબ્દ નવ અને બીજો શબ્દ રાત્રિ હોય છે જેનું અર્થ છે નવ રાત. નવરાત્રી પર્વ મુખ્યત્વે ભારત ના ઉત્તરી રાજ્ય ઉપરાંત ગુજરાત અને પશ્ચિમ બંગાળ માં ઘણી ધૂમ ધામ ની સાથે ઉજવવા માં આવે છે. આ અવસર પર માતા ના ભક્ત તેમનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે.

વિશ્વના ઘણા દેશોમાં નવરાત્રી પર્વ ને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માં આવે છે. ભક્ત જણ ઘટ સ્થાપના કરી ને નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરે છે. ભક્તો દ્વારા માતા નું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભજનકીર્તન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માતા ની પૂજા તેમના અલગ અલગ રૂપ માં કરવા માં આવે છે. જેમ કે-

નવરાત્રીનો પહેલો દિવસ માતા શૈલપુત્રીનો હોય છે : નવરાત્રી ના પહેલા દિવસે માતા શૈલપુત્રી ની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું જ સ્વરૂપ છે અને હિમાલય રાજની પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. નવરાત્રીના પહેલા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. આ રંગ સાહસ, શક્તિ અને કર્મનું પ્રતીક છે. નવરાત્રી ના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજનનું પણ વિધાન છે.

નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી માટે છે : નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતી ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતો હતો. જો માતાના આ રૂપનું વર્ણન કરીએ તો તેમને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના એક હાથ માં કમંડળ અને બીજા હાથ માં જપમાળા છે. દેવી નું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે. જે ભક્ત માતા ના આ રૂપ ની આરાધના કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસનું વિશેષ રંગ વાદળી હોય છે. જે શાંતિ અને સકારાત્મક ઊર્જા નું પ્રતીક છે.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે : નવરાત્રીના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવ ના માથા પર અડધો ચંદ્ર આ વાત નો સાક્ષી છે. નવરાત્રી ના ત્રીજા દિવસે પીળા રંગ ને મહત્વ આપવા માં આવે છે. આ રંગ સાહસ નું પ્રતિક માનવા માં આવે છે.

નવરાત્રીના ચોથા દિવસે મા કૂષ્માંડાની આરાધના થાય છે : નવરાત્રીનો ચોથો દિવસ માતા કૂષ્માંડાની આરાધનાનો હોય છે. શાસ્ત્રોમાં માતાના રૂપનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યુ છે કે માતા કૂષ્માંડા સિંહની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે. પૃથ્વી પર થનારી લીલોતરી માતા ના સ્વરૂપ ના લીધે છે એટલે આ દિવસે લીલા રંગ નું મહત્વ હોય છે.

નવરાત્રીનો પાંચમો દિવસ માં સ્કંદ માતાને સમર્પિત છે : નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે. તેમની ચાર બાજુઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. એટલે આ દિવસે ધૂસર એટલે કે સિલેટી રંગનું મહત્વ હોય છે.

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે : માતા કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ છે અને નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાના આ રૂપને પૂજવામાં આવે છે. માતા કાત્યાયની સાહસનું પ્રતિક છે. તે શેર પર સવાર હોય છે અને તેમની ચાર બાજુઓ છે. આ દિવસે કેસરી કલરનું મહત્વ હોય છે.

નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે : નવરાત્રીનો સાતમો દિવસ માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધનાનું હોય છે. પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે, જ્યારે માતા પાર્વતીએ શુમ્ભ-નીશુંમ્ભ નામક બે રાક્ષસોનો વ ધ ક ર્યો હતો, ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો હતો. જોકે આ દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે.

નવરાત્રીના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના થાય છે : મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમાં દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક હોય છે.

માતા સિદ્ધિદાત્રી માટે નવરાત્રીનો અંતિમ દિવસ સમર્પિત છે : નવરાત્રીના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈપણ માતાના આ સ્વરૂપની આરાધના સાચા મનથી કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર વિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે.

(જાહલબા સોલંકીની પોસ્ટનું સંપાદન, અમર કથાઓ ગ્રુપ)