જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું.

0
2208

જાણો એવું તે શું થયું કે માતા પાર્વતીએ પોતાના પતિ શિવ અને પુત્ર કાર્તિકેય સહીત વિષ્ણુ, નારદ અને રાવણને આપ્યો શ્રાપ.

એકવાર ભગવાન શંકરે માતા પાર્વતી સાથે જુગટુ (જુગાર) રમવાની ઈચ્છા વ્યક્ત કરી. રમતમાં ભગવાન શંકર પોતાનું બધું હારી ગયા. હાર્યા પછી ભોલેનાથ પોતાની લીલા રચીને પાંદડાના વસ્ત્ર પહેરીને ગંગા નદીના કિનારે જતા રહ્યા. જયારે કાર્તિકેયને આ વાતની ખબર પડી તો તે માતા પાર્વતી પાસે બધી વસ્તુ પાછી લેવા માટે આવ્યા.

આ વખતે રમતમાં માતા પાર્વતી હારી ગયા તથા કાર્તિકેય ભગવાન શંકરનો બધો સામાન લઈને પાછા જતા રહ્યા. બીજી તરફ માતા પાર્વતી પણ ચિંતિત થઈ ગયા કે બધો સામાન પણ ગયો અને પતિ પણ દૂર થઈ ગયા. માતા પાર્વતીએ પોતાની વ્યથા પોતાના પ્રિય પુત્ર ગણેશને જણાવી, તો માતૃ ભક્ત ગણેશ પોતે રમત રમવા માટે શંકર ભગવાન પાસે ગયા.

ગણેશજી જીતી ગયા અને પાછા આવીને પોતાની જીતના સમાચાર માતાને સંભળાવ્યા. તેના પર માતા પાર્વતી બોલ્યા કે, પોતાના પિતાને સાથે લઈને આવવા હતાને. પછી ગણેશજી પાછા ભોલેનાથને શોધવા નીકળી પડ્યા. હરિદ્વારમાં તેમની ભેટ ભોલેનાથ સાથે થઇ. તે સમયે ભોલેનાથ, ભગવાન વિષ્ણુ અને કાર્તિકેય સાથે ભ્રમણ કરી રહ્યા હતા.

માતા પાર્વતીથી નારાજ થયેલા ભોલેનાથે પાછા આવવાની ના પાડી દીધી. પછી ભોલેનાથના ભક્ત રાવણે બિલાડીનું રૂપ ધારણ કરીને ગણેશજીના વાહન મૂષકને ડરાવ્યા, આથી મૂષક ગણેશજીને છોડીને ભાગી ગયા. બીજી તરફ ભગવાન વિષ્ણુએ ભોલેનાથની ઈચ્છાથી પાસાનું રૂપ ધારણ કરી લીધું હતું. ગણેશજીએ માતાના ઉદાસ હોવાની વાત ભોલેનાથને જણાવી. તેના પર ભોલેનાથ બોલ્યા કે અમે નવા પાસા બનાવડાવ્યા છે, જો તારી મારા ફરીથી રમવા માટે સહમત હોય તો હું પાછો આવી શકું છું.

ગણેશજીના આશ્વાસન પર ભોલેનાથ પાછા માતા પાર્વતી પાસે પહોંચ્યા તથા રમત રમવા માટે કહ્યું. તેના પર માતા પાર્વતી હસી પડ્યા અને કહ્યું, હમણાં તમારી પાસે કઈ વસ્તુ છે જેનાથી તમે રમત રમી શકો.

આ સાંભળીને ભોલેનાથ ચૂપ થઈ ગયા. તેના પર નારદજીએ પોતાની વીણા વગેરે સામગ્રીઓ તેમને આપી દીધી. આ રમતમાં ભોલેનાથ દરેક વખતે જીતવા લાગ્યા. થોડી વાર પાસા ફેંક્યા પછી ગણેશજી સમજી ગયા અને તેમણે ભગવાન વિષ્ણુએ પાસાનું રૂપ ધારણ કર્યું હોવાનું રહસ્ય માતા પાર્વતીને જણાવી દીધું. આ બધી વાત સાંભળ્યા પછી માતા પાર્વતી ગુસ્સે થઇ ગયા.

રાવણે માતા પાર્વતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો ગુસ્સો શાંત નહિ થયો, અને ગુસ્સામાં તેમણે ભોલેનાથને શ્રાપ આપી દીધો કે ગંગાની ધારાનો બોજ તમારા માથા પર રહેશે. નારદજીને ક્યારેય એક સ્થાન પર ન ટકવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે આજ રાવણ તમારો શત્રુ થશે, અને રાવણને શ્રાપ આપ્યો કે વિષ્ણુજી જ તમારો વિનાશ કરશે. કાર્તિકેયને પણ માતા પાર્વતીએ હંમેશા બાળ રૂપમાં રહેવાનો શ્રાપ આપી દીધો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.