અહીં શિવલિંગના રૂપમાં ભોલેનાથ સાથે બિરાજમાન છે માતા પાર્વતી, જાણો આ મંદિરનો ઈતિહાસ.

0
578

રામાયણ-મહાભારત કાળ સાથે જોડાયેલી છે આ મંદિરની ગાથા, પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂરી

આ મંદિર બિહારની રાજધાની પટનાને અડીને આવેલા બૈકટપુર ગામમાં આવેલું છે. આ મંદિર શ્રી ગૌરીશંકર બૈકુંઠ ધામ નામથી પણ ઓળખાય છે. મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં ભગવાન શિવની સાથે માતા પાર્વતી પણ શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. શિવલિંગમાં 112 લિંગ કટિંગ છે, જેને દ્વાદશ શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નાના શિવલિંગને રુદ્ર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બૈકટપુર જેવું શિવલિંગ આખી દુનિયામાં બીજે ક્યાંય નથી. તેની કથા રામાયણ અને મહાભારત કાળ સાથે સંબંધિત છે. આવો જાણીએ આ મંદિરની માન્યતા અને ઈતિહાસ.

માન સિંહના સપનામાં આવ્યા હતા ભોલેનાથ : આ મંદિરનું નિર્માણ મુગલ બાદશાહ અકબરના સેનાપતિ માન સિંહે કરાવ્યું હતું. મંદિરના પૂજારીઓ જણાવે છે કે જ્યારે માનસિંહ ગંગા નદીમાં જળમાર્ગ દ્વારા બંગાળના વિદ્રોહને ખતમ કરવા માટે સહપરિવાર રનિયાસરાય જઈ રહ્યા હતા, તે સમયે રાજા માનસિંહની હોડી મંદિરના કિનારે ગંગા નદીમાં આવેલ કૌડીયા ખાડીમાં ફસાઈ ગઈ.

ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે રાજા માનસિંહની હોડી ત્યાંથી બહાર નીકળી ન શકી ત્યારે આખી રાત માનસિંહે સેના સહીત ત્યાં જ ડેરો નાખવો પડ્યો. એવું કહેવાય છે કે તે રાત્રે જ રાજા માનસિંહને સ્વપ્નમાં ભગવાન શંકર દેખાયા અને પોતાના જર્જરિત મંદિરને પુનઃસ્થાપિત કરવા કહ્યું. માનસિંહે તે જ રાત્રે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો આદેશ આપ્યો અને ત્યારપછી યાત્રા શરૂ કરી અને બંગાળમાં તેમને વિજય પ્રાપ્ત થઈ.

રામાયણ કાળ સાથે સંબંધિત મંદિરનો ઇતિહાસ : આ મંદિરનો ઈતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. પ્રાચીન સમયમાં ગંગાના કિનારે આવેલો આ વિસ્તાર બૈકુંઠ વન તરીકે ઓળખાતો હતો. આનંદ રામાયણમાં આ ગામની ચર્ચા બૈકુંઠ તરીકે કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લંકા વિજય વખતે રાવણનો વ-ધ-ક-ર-વા પર જે બ્રાહ્મણ હ-ત્યા-પા-પ લાગેલ હતું, તે પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી રામ આ મંદિરમાં આવ્યા હતા.

અહીં તેમણે ભગવાન શંકરની પૂજા કરી હતી. ઘણા વર્ષો પહેલા આ મંદિરની આસપાસ જંગલો હતા, જ્યાં ઋષિ-મુનિઓ ધ્યાન કરતા હતા. એવું પણ માનવામાં આવે છે કે, શ્રી રામચંદ્રજીએ અહીં આવવા માટે ગંગા નદીના કિનારે આવેલા એક ગામમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો, જેના કારણે તે ગામનું નામ રાઘવપુર પડ્યું જે હાલમાં વૈશાલી જિલ્લામાં રાઘોપુર તરીકે ઓળખાય છે.

મહાભારત કાળમાં પણ છે ઉલ્લેખ : જૂની કથાઓ અનુસાર આ મંદિરનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ થયો છે. માન્યતાઓ અનુસાર, પૂજારીઓ જણાવે છે કે મગધના રાજા જરાસંધના પિતા બૃહદ્રથ ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા. તે દરરોજ ગંગા કિનારે આવતા અને ભગવાન શિવની પૂજા કરતા હતા.

આ સ્થાન પર એક ઋષિ મુનિએ રાજા બૃહદ્રથને સંતાન પ્રાપ્તિ માટે એક ફળ આપ્યું હતું, જે રાજાએ તેના બે ટુકડા કરીને પોતાની બંને પત્નીઓને ખવડાવ્યું હતું. બંને રાણીઓ થકી એક પુત્રના અલગ-અલગ ટુકડા થયા, જેને જંગલમાં ફેંકી દેવામાં આવ્યા. એ પછી જોડા નામની રાક્ષસીએ બંનેને જોડ્યા અને તેનું નામ રાખ્યું જરાસંધ.

જરાસંધ પોતાની ભુજા પર શિવલિંગ પહેરતા હતા : જરાસંધ પણ મહાદેવના પરમ ભક્ત હતા. જરાસંધ આ મંદિરમાં રોજ પૂજા કરવા આવતા હતા. જરાસંધ હંમેશા પોતાની ભુજા પર શિવલિંગ બાંધતા હતા. તેમને ભગવાન શંકર તરફથી વરદાન મળ્યું હતું કે, જ્યાં સુધી તેમના હાથ પર શિવલિંગ છે ત્યાં સુધી તેમને કોઈ હરાવી શકે નહીં. જરાસંધને હરાવવા માટે ભગવાન કૃષ્ણએ જરાસંધના હાથ પર બાંધેલા શિવલિંગને ગંગામાં ફેંકી દીધું અને જરાસંધનો અંત આવ્યો.

ચીની પ્રવાસી ફાહ્યાનના પ્રવાસ વર્ણનમાં પણ ઉલ્લેખ છે : એવું કહેવાય છે કે જે ભક્ત વૈકુંઠ ધામમાં સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂરી થાય છે. અહીં મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચે છે. આ મંદિરને કાશી વિશ્વનાથ અને દેવધરના બૈદ્યનાથ ધામ પછી બિહારનું બાબાધામ કહેવામાં આવે છે. ચીનના પ્રવાસી ફાહ્યાને પોતાના પ્રવાસ વર્ણનમાં નાલંદાની મુલાકાત દરમિયાન બૈકટપુર મંદિરની ચર્ચા કરી છે. વર્તમાન જે મંદિર જોઈ શકાય છે તે રાજા માનસિંહ દ્વારા જ બનાવવામાં આવ્યું છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.