માતા સીતા દ્વારા જાણો સુખી વૈવાહિક જીવન જીવવાનું રહસ્ય.

0
331

વાંચો સુખી થવા સીતા માતાના આ ગુણ, શ્રીરામના ચહેરાના ભાવ જોઈને માતા સીતા સમજી લેતા હતા તેમના મનના ભાવ. રામાયણ મુજબ જયારે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસ માટે નીકળ્યા તો રસ્તામાં તેને ગંગા નદી પાર કરવાની હતી. ત્યારે નાવને કેવટે શ્રીરામના પગ પખારવાની વાત કરી તો શ્રીરામ પણ તેની વાતથી રાજી થઇ ગયા. કેવટે શ્રીરામના પગ ધોયા. ત્યાર પછી કેવટે શ્રીરામ, લક્ષ્મણ, સીતાને તેની નાવમાં બેસાડીને ગંગા નદી પાર કરાવી દીધા. ગંગા નદીના બીજા કાંઠા ઉપર પહોચીને શ્રીરામ અને બધા નાવ માંથી ઉતરી ગયા, ત્યારે શ્રીરામના મનમાં કાંઈક સંકોચ થયો.

તે સંબંધમાં શ્રીરામ ચરિત માનસમાં લખ્યું છે કે –

पिय हिय की सिय जाननिहारी। मनि मुदरी मन मुदित उतारी।।

कहेउ कृपाल लेहि उतराई। केवट चरन गहे अकुलाई।।

આ દોહાનો અર્થ એ છે કે જયારે માતા સીતાએ શ્રીરામના ચહેરા ઉપર સંકોચના ભાવ જોયા તો સીતાએ તરત જ તેની વીંટી ઉતારીને તે કેવટને ભેંટ સ્વરૂપ આપવા માગી, પરંતુ કેવટે વીંટી ન લીધી. કેવટે કહ્યું કે વનવાસ પૂરો કર્યા પછી પાછા આવતી વખતે તમે મને જે પણ આપશો હું તેને પ્રસાદ સ્વરૂપ સ્વીકાર કરી લઈશ.

આ છે સુખી લગ્નજીવનનું રહસ્ય :

આ પ્રસંગમાં પતિ અને પત્ની માટે એક ગાઢ સંદેશ છુપાયો છે. આ સંદેશને સમજી લેવાથી લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી અને આંતરિક તાલમેલ જળવાઈ રહે છે.

જયારે સીતાએ શ્રીરામના ચહેરા ઉપર સંકોચના ભાવ જોયા તો તેમણે સમજી લીધું કે તે કેવટને કાંઈક ભેંટ આપવા માંગે છે. પરંતુ તેમની પાસે આપવા માટે કશું ન હતું. તે વાત સમજીને સીતાએ તેની વીંટી ઉતારીને કેવટને આપવા માટે આગળ કરી દીધી.

આ પ્રસંગ દર્શાવે છે કે પતિ અને પત્ની વચ્ચે બસ આ પ્રકારની સમજ હોવી જોઈએ, જયારે બંને વચ્ચે પ્રેમ ગાઢ હોય છે તો કાંઈ બતાવવા માટે શબ્દોની જરૂર નથી પડતી, જીવનસાથીના હાવ ભાવ જોઇને જ તેની ભાવના સમજી શકાય છે. લગ્નજીવનમાં બંનેની આંતરિક સમજ જેટલી મજબુત હશે, લગ્નજીવન એટલું જ તાજગીભર્યું અને આનંદદાયક જળવાઈ રહેશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.