માતાજીના કાલી, લક્ષ્મી, સરસ્વતી, યોગમાયા વગેરે સ્વરૂપોનો મહિમા વર્ણવતી ટૂંકી કથા, વાંચવાનું ચુકતા નહિ.

0
390

અલગ અલગ સમયે માતાજીએ લીધેલા વિવિધ સ્વરૂપોમાંથી કેટલાક સ્વરૂપોની ટૂંકી કથા અહીં વર્ણવવામાં આવી છે જે તમે વાંચી શકો છો. આજે અહીં તમે માતાજીના કાલી, લક્ષ્મી, સરસ્વતી, યોગમાયા, ર-ક્તદંતિકા અને શાકમ્ભરી સ્વરૂપની કથા રજુ કરવામાં આવી છે. અન્ય સ્વરૂપોની કથા બીજા ભાગમાં રજુ કરવામાં આવશે.

કાલી :

એક વખત આ સમસ્ત સંસાર પ્રલયમાં ગ્રસ્ત થઈ ગયો હતો ત્યારે શ્રીવિષ્ણુની નાભિમાંથી એક કમળ ઉત્પન્ન થયું હતું. તે કમળમાંથી બ્રહ્મા નીકળ્યા. તે ઉપરાંત વિષ્ણુના કાનોમાંથી થોડો મેલ નીકળ્યો. તે મેલના મધુ અને કૈટભ નામે દૈત્યો બન્યા. જ્યારે આ દૈત્યોએ ચારે બાજુ જોયું તો બ્રહ્મા સિવાય બીજું કશું ન દેખાયું. બ્રહ્માને જોઈ બંને દૈત્યો તેમને મા-ર-વા દોડ્યા. ત્યારે ભયભીત થયેલા બ્રહ્માએ વિષ્ણુજીને સ્તુતિ કરેલી. સ્તુતિથી વિષ્ણુની આંખોમાં જે મહામાયા યોગનિદ્રાના રુપમાં નિવાસ કરતી હતી તે લોપ થઈ ગઈ અને વિષ્ણુજી જાગી ગયા.

તેમના જાગતાં જ બંને દૈત્યો વિષ્ણુથી લ-ડ-વા લાગ્યા. આમ યુદ્ધ ચાલતું રહ્યું. છેત્રટે ભગવાનની રક્ષા કાજે મહામાયાએ અસુરોની બુદ્ધિ જ બદલી નાખી. ત્યારે તે અસુરોએ વિષ્ણુ ભગવાનને કહ્યું – અમો આપના યુદ્ધથી પ્રસન્ન છીએ. જે ઇચ્છો તે માંગો. ભગવાને મોકો જોઈ કહ્યું. વરદાન આપવું જ છે તો મને એવું વરદાન આપો કે દૈત્યોનો નાશ થાય. દૈત્યોએ જણાવ્યું. એમ જ થશે. આમ કહેતામાં જ મહાબલી દૈત્યોનો નાશ થઈ ગયો. જેમણે અસુરોની બુદ્ધિ બદલી હતી, તે “મહાકાલી” હતાં.

લક્ષ્મી :

એક વખતે મહિષાસુર નામે દૈત્ય હતો, જેણે બધા રાજાઓને હરાવી પૃથ્વી તેમજ પાતાળ પર પોતાનો અધિકાર જમાવી દીધેલો. જ્યારે તેણે દેવતાઓ સાથે યુદ્ધ ક્યું, ત્યારે દેવતાઓ હારીને ભાગી ગયા. ભાગતાં-ભાગતાં તેઓ વિષ્ણુજી પાસે પહોંચ્યા અને દૈત્યથી બચવા માટે સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓની સ્તુતિથી વિષ્ણુ અને શિવજી પ્રસન્ન થયા. ત્યારે તેમના શરીરમાંથી એક તેજ પુંજુ નીકળ્યું, જેણે મહાલક્ષ્મીનું રુપ ધારણ ક્યું. આ મહાલક્ષ્મીએ મહિષાસુર દૈત્યને યુદ્ધમાં મા-રી-ને દેવતાઓનાં કષ્ટો દૂર કર્યાં હતાં.

સરસ્વતી :

શુંભ-નિશુંભ નામે બે દૈત્યો બહુ બળવાન બની ગયા હતા. તેની સાથેના યુદ્ધમાં દેવતાઓ પણ હારી ગયા. ત્યારે તેમણે સ્વર્ગનો ત્યાગ કરી વિષ્ણુની સ્તુતિ કરી હતી. તે વખતે વિષ્ણુના શરીરમાંથી એક જ્યોતિ પ્રકટ થઈ જે સરસ્વતી હતી. સરસ્વતી ઘણી રુપવાન હતી. તેણીનું રુંપ જોઈ દૈત્યો મુગ્ધ થઈ ગયા. અને પોતાની ઇચ્છા પ્રગટ કરવા દૂતને મોકલ્યો. જે દૂતને દેવીએ પાછો કાઢી મૂકેલો.

તે પછી તે બંને દૈત્યોએ દેવીને બ-ળ-પૂર્વક લાવવા માટે ધૂમ્રાક્ષ સેનાપતિને સૈન્ય સાથે મોકલેલો. જે દેવી દ્રારા મ-રા-ઈ ગયો. તે પછી ર-ક્ત-બી-જ લડવા ગયો, જેના ર-ક્ત-નું એક બુંદ જમીન પર પડતાં એક વીર પેદા થતો હતો. જે ઘણો બળવાન હતો. તેને પણ દેવીએ મા-રી નાખ્યો. છેવટે શુંભ-નિશુંભ બંને જાતે દેવી સાથે લડવા આવ્યા, જેમને દેવીએ મા-રી-નાં-ખ્યા.

યોગમાયા :

જ્યારે કંસે વસુદેવ-દેવકીના છ પુત્રોનો વ-ધ-ક-ર્યો ત્યારે સાતમા ગર્ભમાં શેષનાગ બલરામજી આવ્યા. જે રોહિણીના ગર્ભમાં પ્રવેશ કરી પ્રકટ થયા. આઠમો જન્મ કૃષ્ણનો થયો. સાથો સાથ ગોકુળમાં યશોદાના ગર્ભમાં યોગમાયાનો જન્મ થયો. જેમને વસુદેવ દ્વારા કૃષ્ણના બદલામાં મથુરા લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગ સર્વવિદિત છે.

ર-ક્તદંતિકા :

એક વાર વૈપ્રચિતિ નામના રાક્ષસના કુકર્મોથી પૃથ્વી વ્યાકુળ થઈ ગઈ હતી. તેણે દેવતાઓને ઘણું કષ્ટ દીધું હતું. દેવતાઓ અને પૃથ્વીની પ્રાર્થના પર દેવીએ રક્તદંતિકા નામથી અવતાર ધારણ કરેલો અને વૈપ્રચિતિ અને બીજા અસુરોનો નાશ કર્યો હતો. દૈત્યોનું ભક્ષણ કરતી વખતે દેવીના દાંત દાડમના લાલ દાણા જેવા થઈ ગયા હતા. આ જ કારણથી એમનું નામ રક્તદંતિકા વિખ્યાત થયું.

શાકમ્ભરી :

એક વખત પૃથ્વી પર લાગલગાટ(એકધારી) સો વર્ષ સુધી પાણીનો વરસાદ જ ન થયો. આ કારણે ચારેકોર હાહાકાર મચી ગયો. બધા જીવો ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ મ-ર-વા લાગ્યા. તેવે વખતે મુનિઓએ મળીને દેવીની ઉપાસના કરેલી. ત્યારે દેવીએ શાકંભરી નામથી સ્ત્રીરુપે અવતાર ધારણ કરેલો. અને એમની કૃપાથી વરસાદ થયેલો અને પૃથ્વી પરના બધા જીવોને જીવતદાન મળેલું.