માતાજીના સ્વરૂપ ‘જ્વાલા’ ની કથા, ભક્તની રક્ષા માટે માતાજીએ દેખાડ્યો હતો આ ચમત્કાર.

0
105

જય માતાજી વાચક મિત્રો. આગળના લેખમાં આપણે શ્રી નૈનાદેવી, શ્રી ચન્તાપુર્ણી દેવી અને શ્રી વજેશ્વરી દેવી (નગરકોટ, કાંગડા) શક્તિપીઠો વિષે માહિતી મેળવી. અને આ લેખમાં આપણે માં જ્વાલાની કથા જાણીશું. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

“માં જ્વાલા”

આ ધૂમાવતીનું સ્થાન છે. એની ગણના ૫૧ શક્તિપીઠોમાં થાય છે. કહેવાય છે કે આ જગ્યાએ સતીની જીભ પડી હતી. ભગવાન શિવ ઉન્નત ભૈરવરૂપે સ્થિત છે. આ તીર્થમાં દેવીનાં દર્શન “જ્યોતિ” ના સ્વરૂપમાં કરવામાં આવે છે. પર્વતના ખડકો પર ૯ જુદી જુદી જગ્યાએ કોઈ પણ ઈંધણ વિના જ્યોતિ સ્વયં પ્રકાશિત રહે છે. આ કારણે તેમણે માં જ્વાલાજી કહેવાય છે.

મહારાજ ભૂર્મિચન્દ્રે કોઈ ગોવાળના કહેવાથી જ્યોતિનાં દર્શન કરેલા. આ ઘટના સતયુગની છે. આ સ્થાને જાતે આવી દર્શન કર્યા અને જંગલમાં મંદિરનું નિર્માણ કરાવેલું. મંદિરમાં પૂજા માટે શાક-દ્વીપથી ભોજક જાતિના બે પવિત્ર બ્રાહ્મણોને લાવી તેમને પૂજા અધિકાર સોંપ્યો. એમનાં નામ પંડિત શ્રીધર અને પંડિત કમલાપતિ હતાં. તે ભોજક બ્રાહ્મણોના વંશજો આજે પણ જ્વાલાદેવીની પૂજા કરે છે.

જ્વાલામુખી મંદિરમાં દેવીનાં દર્શન નવ જ્યોતિના રુપમાં થાય છે. જે જ્યોતિઓ ક્યારેક ઓછી તો ક્યારેક વધુ પણ રહે છે. નવદુર્ગા જ ચૌદેય ભુવનોની રચના કરનારી છે. જેના સેવક સત્ય, રજસ અને તમ આ ત્રણ ગુણ છે. મંદિરની સામે ચાંદીની જાળીમાં જે મુખ્ય જ્યોતિ છે તેને માં કાળીનું રુપ કહેવાય છે. તે પૂર્ણ બ્રહ્મ જ્યોતિ છે અને મુક્તિ-ભુક્તિ આપનારી છે.

જ્યોતિઓનાં દર્શન અને પવિત્ર નામ :

ચાંદીની જાળીમાં સુશોભિત જ્યોતિનું નામ “મહાકાળી” છે. તેની નીચે ભંડાર ભરનારી મહામાયા “અન્નપૂર્ણાં” ની જ્યોતિ છે. બીજી બાજુ શત્રુઓનો વિનાશ કરનારી “ચણ્ડી” ની જ્યોતિ છે. સમસ્ત વ્યાધિઓનો નાશ કરનારી “હૈંગળાજ” જ્યોતિ છે. પાંચમી જ્યોતિ “વિંધ્યવાસીની” છે કે જે શોકથી છુટકારો આપે છે. ધન ધાન્ય દેનારી “મહાલક્ષ્મી” ની જ્યોતિ કુંડમાં વિરાજમાન છે. વિધાદાત્રી “સરસ્વતી” પણ કુંડમાં વિરાજમાન છે. સંતાનસુખ દેનારી “અંબિકા” પણ કુંડમાં દર્શન દે છે. આ કુંડમાં વિરાજમાન “અંજલા” આયુ-સુખ પ્રદાન કરે છે.

અહીં એક નાના કુંડમાં સદા જળ નીકળતું રહે છે, જે થોડુંક ગરમ અનુભવાય છે. વાસ્તવમાં તે જળ ઠંડું જ હોય છે. આ નાના કુંડ પર ધૂપની સળગતી અગરબત્તી બતાવવાથી જળ પર મોટી જ્યોતિ પ્રકટ થાય છે. આને રુદ્ર કુંડ પણ કહેવાય છે.

જ્વાલામુખી મંદિરની પરિક્રમાની ડાબી બાજુના ભાગમાં ગુરુ ગોરખનાથે તપસ્યા કરી હતી. તે પોતાના શિષ્ય નાગાર્જુનની પાસેથી કુંભી ધરીને ખીચડી લઈ પાછા ન ફર્યા અને કુંભીનું પાણી ગરમ થયું ન હતું.

આ જ્વાલામુખીનું શયનસ્થાન છે. પ્રવેશ કરતાં જ વચ્ચે સંગેમરમરનો ચબુતરો બનેલો છે, જેના પર ચાંદી લાગેલી છે. ગુરુ ગોવિંદસિંહ દ્વારા રખાયેલી ગુરુ ગ્રંથ સાહિબની હસ્તલિખિત પ્રત પણ ભવનમાં સુરક્ષિત છે. જે વખતે ભારતમાં અકબરનું શાસન હતું, તે સમયની ઘટના છે. નદીન ગામનો રહેવાસી એક ભક્ત ધ્યાનૂ એક હજાર યાત્રાળુઓ સાથે માં નાં દર્શન માટે જઈ રહ્યો હતો. એટલો મોટો સમૂહ જોઈ બાદશાહના સિપાઈઓએ તેમને રોકી લીધા અને અકબરના દરબારમાં લઈ જઈ પેશ કર્યા.

બાદશાહે પૂછ્યું. તું આટલા બધાંઓને લઈને ક્યાં જઈ રહ્યો છું? ધ્યાનૂએ હાથ જોડીને જણાવ્યું કે, હું જ્વાલામુખી માતાનાં દર્શને જઈ રહ્યો છું. મારી સાથે જેઓ બધા છે, તેઓ પણ માતાનાં ભક્ત છે. અમો યાત્રા પર જઈ રહ્યા છીએ. અકબરે પૂછ્યું, એ જ્વાલામુખી કોણ છે? અને ત્યાં જવાથી શું લાભ થશે? ધ્યાનૂએ જવાબમાં જણાવ્યું કે, જ્વાલામા સંસારની રચના અને પાલન કરનારી છે. ભક્તોએ કરેલી સાચા હૃદયની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે તથા તેમની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. તેમનો પ્રતાપ એવો છે કે વગર તેલે ત્યાં તેમના સ્થાન પર જ્યોતિ જલતી રહે છે. અમે બધા દર વર્ષે એમનાં દર્શને જઈએ છીએ.

અકબરે કહ્યું, એની ખાત્રી મને કેવી રીતે થાય? તમો પણ માતાના ભક્ત છો. અગર કોઈ ચમત્કાર મને બતાવો તો હું માની લઈશ. ધ્યાનૂએ નમ્રતાથી જણાવ્યું, મહારાજ! હું ભલો કોઈ ચમત્કાર કેવી રીતે કરી બતાવું? અકબરે કહ્યું, અગર તારી વિનંતી પવિત્ર અને હૃદયસ્પર્શી છે તો દેવી માં જરૂર તારી ઇજ્જત રાખશે. માં તમારા જેવા ભક્તોનો ખ્યાલ ન રાખે તો પછી શું ફાયદો? કાં તો તે દેવી શ્રધ્ધા માટે કાબેલ નથી, કાં તો તમારી ભક્તિ જુઠી છે. પરીક્ષા માટે તારા ઘોડાની ગરદન જુ-દી કરી દઉં છું. તું તારી દેવીને કહીને તેને ફરીથી જીવતો કરાવી દેજે.

ઘોડાની ગરદન કા-પી નં-ખા-ઈ. ધ્યાનૂએ કોઈ ઉપાય ન જોતાં બાદશાહ પાસે એક માસની મુદ્દત માંગી, ત્યાં સુધી ઘોડાના ધડને સુરક્ષિત રાખવાની વિનંતી કરી. અકબરે વાત માની લીધી. યાત્રા પ્રવાસની રજા પણ આપી. બાદશાહથી વિદાય લઈ ધ્યાનૂ ભક્તો સાથે માં ના દરબારમાં જઈ ઉભો રહ્યો. સ્નાન પૂજનાદી કર્યા પછી રાતભર જાગરણ ક્યું.

પ્રાતઃકાળે હાથ જોડી પ્રાર્થના કરી, હે માતેશ્વરી! આપ તો અંતર્યામી છો. બાદશાહ મારી પરીક્ષા કરી રહ્યો છે. મારી લાજ રાખજો. મારા ઘોડાને આપની કૃપા અને શક્તિથી જીવતો કરી દેજો. ચમત્કાર કરશો. જો મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર નહીં કરો તો હું પણ મારું મા-થું કા-પી-ને આપનાં ચરણોમાં અર્પણ કરી દઈશ, કેમકે લજ્જિત થઈને જીવવું એના કરતાં મ-રી-જ-વું અધિક સારું છે. આ મારી પ્રતિજ્ઞા છે. ઉત્તર આપો. પછી તે મૌન રહ્યો. કાંઈ ઉત્તર ન મળ્યો. પછી ભક્તે ત-લ-વા-ર-થી પોતાનું મા-થું કા-પી દેવીને ભેટ ધરી દીધું. તે વખતે જ્વાલાદેવી પ્રકટ થયાં અને ધ્યાનૂ ભક્તનું માથું ધડ સાથે જોડાઈ ગયું. ધ્યાનૂ જીવતો થયો.

માં એ ભક્તને કહ્યું, દિલ્હીમાં પણ ઘોડાનું માથું ધડ સાથે જોડાઈ ગયું છે. ચિંતા છોડી દિલ્હી પહોંચ. લજ્જિત હોવાના કારણનું નિવારણ થઈ ગયું. અને જે કાંઈ ઇચ્છા હોય તે માંગ. ધ્યાનૂએ માં નાં ચરણોમાં માથું નમાવી પ્રણામ કરીને નિવેદન ક્યું કે, હે જગદંબે! આપ સર્વશક્તિમાન છો. હું અજ્ઞાની છું. તેમ છતાં નિવેદન કરું છું કે ભક્તોની આટલી કઠણ પરીક્ષા ન કરશો. દરેક સંસારી ભક્ત આપને માથું અર્પણ નથી કરી શકતો. કૃપા કરી હે માતેશ્વરી ! થોડીસી ભેટથી પણ પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કર્યા કરો.

તથાસ્તુ! હવે હું માથાને બદલે શ્રીફળની ભેટ સાચા હૃદયથી કરેલી પ્રાર્થના દ્વારા મનોકામનાઓ પૂર્ણ કરીશ. આમ કહી માં અંતર્ધ્યાન થઈ ગયાં. અહીં તો આમ બન્યું. ત્યાં દિલ્હીમાં જ્યારે મ-રૂ-ત ઘોડાના ધડ સાથે આપોઓપ માથું જોડાઈ ગયું તેથી બધા દરબારીઓ અને ખુદ બાદશાહ અકબર પણ આશ્ચર્યમાં પડી ગયા. બાદશાહે થોડા સિપાહી જ્વાલાજી મોકલ્યા, તેમણે પરત ફરી બાદશાહને જણાવ્યું કે, ત્યાં જમીનમાંથી જ જ્યોતિની લપટો નીકળ્યા કરે છે. સંભવ છે કે તેની કૃપાથી આ ચમત્કાર થયો છે.

અકબર ખુદ હુકમ કરે તો બંધ કરાવી દઈએ. અકબરે તે માટે રજા આપી. સિપાહીઓએ માની પવિત્ર જ્યોતિ પર લોઢાની મોટા મોટા લોઢીઓ મુકી દીધી. પરન્તુ દિવ્ય જ્યોતિ તેને ફાડીને પણ બહાર નીકળી આવી. વધુમાં નદીનો પ્રવાહ તે તરફ વાળ્યો જેથી જ્યોતિ પર પાણી ફરી વળે, પડ્યા કરે. તેમ છતાં જ્યોતિનું સળગવું બંધ તો ન જ થયું. બધી કોશિષો નિષ્ફ્ળ રહી.

આ સાંભળી બાદશાહે વિદ્ધાન બ્રાહ્મણો સાથે વિચાર વિમર્શ કર્યો. બ્રાહ્મણોએ સલાહ આપી કે, બાદશાહ પોતાના ખભાપર શુદ્ધ સવામણ સોનાનું છત્ર લઈ ઉઘાડા પગે માં ના દરબારમાં જાય, સ્તુતિ વંદના કરીને માં ની ક્ષમા માંગે. અકબરે સવામણ સોનાનું પવિત્ર છત્ર તૈયાર કરાવ્યું. પોતાના ખભા પર મુકી જ્વાલાજી જઈ પહોંચ્યા. ત્યાં જ્યોતિનાં દર્શન કર્યાં. શ્રધ્ધાથી માથું નમાવી પશ્ચાતાપ કરવા લાગ્યા. સોનાનું છત્ર સોનાનું ન રહ્યું. કોઈ જુદી જ ધાતુનું થઈ ગયું. જે ન તો લોઢું, ન પીત્તળ, ન ત્રાંબુ કે ન તો સીસું હતું. અર્થાત્‌ માં એ ભેટનો અસ્વીકાર ક્યો.

આ ચમત્કાર જોઈ અકબરે અનેક પ્રકારે સ્તુતિ કરી ક્ષમાની ભીખ માંગી. અનેક પ્રકારેથી પૂજા કરી દિલ્હી પાછો ફર્યો. પાછા ફરતાં જ સિપાહીઓને યાત્રાળુઓ સાથે ભદ્ર વ્યવહાર ન કરવાનો આદેશ આપ્યો. અકબર બાદશાહ દ્વારા અર્પિત ખંડિત છત્ર આજે પણ માં ના દરબારની ડાબી બાજુ મોજુદ છે.

જય માતાજી.

વધુ આવતા અંકે.