માતાજીને સમર્પિત આ અદ્દભુત રચનાનું દરરોજ ગાન કરવા જેવું છે, વાંચો માતાના ભક્તએ શું લખ્યું છે?

0
422

માતાની પાટ :

થોડા દી રોકાજે માડી થોડા દી રોકાજે

આરાસુરવાળી માડી અંબા ભવાની

ચોઘડિયા ઊભાછે માડી બદલીને જાજે

ડાંડી ને નગારા વાગ્યા ને માડી

આવ્યા છે ઉગમણા ના તેડાં

કેસરિયા ઘોળ્યા છે માડી ઉગીની તું જાજે

ઉગીને તું જાજે માડી ગબ્બર ગોખલાવાળી

ડુંગરા બધા તારા માડી ઝરણા બધા તારા

પાવાગઢવાળી માડી ચાંપાનેર વાળી

ખ ડગ છે બેધારું તારું ખ ડગ છે બેધારું

એક ધારે પાપી મારે એક ધારે રક્ષે કાલી

અમદાવાદ આવી બેઠી ભદ્ર કાલી કેવાણી

વેપારીના ત્રાજવા જોખે સોના રૂપા વાળી

માડી સોના રૂપા વળી

નાણાં વાળા આઘારાખી તપસ્વીને કળાણી

સૂરજના અજવાળા એવા દીવાના અજવાળા

તોડી બેઠા જાળી ખોલી મન ના અંધારા

તારાથી પણ તારી દુનિયા કેવી રે રંગાણી

પૂછી પૂછી પોપટ બોલ્યો કૂકડા કેરી બોલી

બહુચર વાળી માડી મારી અંબા માં ભવાની

બહુચર છે વ્હાલી મુને અંબા માં પણ વ્હાલી

ચામુંડા બોલાવે મુને દેથલી દરબારી

ખોડિયારમાં પાણી ફૂટ્યા ખુટવડામાં લ્હાણી

મઠ માં આશાપુરા માડી તું ચેહર પાટણવાળી

ઊંટડાની પોઠો હાલી માડી સિંધમાં પોંખણી

હિંગલાજ વાળી માડી સિંહની સવારી

બહુચર વાળી માડી મારી અંબા ભવાની.

– અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)