માતાજીની પૂજા-ભક્તિ કરતા સમયે કરો આ સ્તુતિનું ગાન, મળશે માતાજીના આશીર્વાદ.

0
1128

અકળ બ્રહ્મ તું ઈશ્ર્વરી, પડું પ્રેમસે પાય,

ઘટ ઘટ શક્તિ ઘુમતી, નમુ માત અંબાય.

(કવિ શ્રી સામંતદેવ બારોટજી કુંભણ)

છંદ ભુજંગી

નમું બ્રહ્મની બ્રહ્મ હો બ્રહ્મ માયા

નમું આપની આપ આપે ઉપાયા

નમું જોગ માયા નમું મહા માયા

નમું આધ્યશક્તિ બ્રહ્માંડો ઉપાયા….

નમું રુદ્ર રૂપી તું હી કાળ કાયા

નમું પોષની વિષ્ણુ રે રૂપ પાયા

નમું અજહીં રૂપ ઘાટો ઉપાયા

નમું શેષની શિર બોઝા સહાય….

તું હી કાળરાત્રી બની રાત કાળી

તું હી નભસે તારલા રૂપ ન્યાળી

તું હી વાદળા ઘો ર અંગે વિંટાળી

તું હી ગડેડી વ્યોમ નાદે ગજાળી….

તું હી તડીતા મેઘરૂ લેત તાળી

તું હી મેઘરે રૂપ ભોમી પલાળી

તું હી ભોમી ભાવે કણોને નિ પાવે

તું હી પ્રેમથી પ્રાણીઓ સુખ પાવે…

તું હી ભોગને જોગમાં હો ભુજાળી

તું હી રમંતી રૂપ રૂપે રૂપાળી

તું હી યુવતી રૂપ યોગી નચાવે

તું હી માત લીલા તણો પાર નાવે…

તું હી નીરને તીર હો નગ નાળે

તું હી ઉદધિ રૂપ લોઢો ઉછાળે

તું હી ગર્વધારી તણા ગર્વ ગાળે

તું હી કાયમી હોત મા સર્વ કાળે…

તું હી બારને બાર હો બાર રાશિ

તુય હી સૂર ને ચંદમાં હો પ્રકાશી

તું હી વનરા ભાર અઢારવાશી

તું હી ગામડે જંગલે શે’ર વાશી…

તું હી હીમ ઋતુ સરે આપ હુતી

તું હી શેષને ઢોલીએ આપ સુતી

તું હી તેજ ગ્રિષ્મી ઋતુ ને તપાતી

તું હી વાયુ ને વિંઝણે રોજ વાતી

તું હી અણુંમા જગ્ત નાખે ઉખાડી

તું હી માંડણી અણુંમા જગ્ત માડી

તું હી શોભતી સુખ સંસાર વાડી

તું હી જગ્ત ચિંતા રહી છો જમાડી….

તું હી ટાંકતી લેખ માતા વિધાતા

તું હી શંભૂ હો શંકરી માત તાતા

તું હી જ્ઞાન ગીતા મુની મુખ ગાતા

તું હી સર્વ ભુતો મહી પ્રાણ દાતા…

તું હી અંબીકા ઉજળી આબુ વાળી

તું હી તું કૃપાળી સદા માત કાળી

તું હી ભવાની રૂપ વિશા ભુજાળી

તું હી તુલ્યજા દુ:ખડા નાખ ટાળી…

તું હી જીવને શિવ માં એક જાણી

તું હી ચાર વાણી સાતાદીપ રાણી

તું હી પુરુષે બિજ રૂપે સમાણી

તું હી ગર્ભ ઉછેર નારી ગણાણી…

તું હી એકલી એક ૐકાર ભાસે

તું હી દેવ ત્રિગુણી તું ને ઉપાસે

પડી ચર્ણ પોકારતા તુંજ પાસે

જગ્ત સર્જની તું કને દેવ જાચે…

દેખી દેવને સંકટે માત દોડી

તેગા હાથ લે દૈત્યની ફોજ ત્રોડી

પીખ્યા અસુરો તેગ ધારે પછાડી

રડે રૂંડ મુંડા મુખે નાખ્યા રાડી…

જુજી જંગમાં જીતતા લાભ લીધા

કટી ફોજને ભાગ બે ભાગ કીધા

કોડે માથડા દૈત્યના હાથ કીધા

રણ મુખડે દૈત્યના રેર પિધા…

ઘણી વાર સંગ્રામ તેં ઘો ર કીધા

દળ્યા દેવના દુઃખદળ સુખ દીધા

લાધ્યા સુખડા સેવકે લાભ લીધા

પોગી પ્રેમથી ભકતના દુ:ખ પીધા…

રહે શાંતિ શાંતિ નિરોગી શરીરો

સેવુ શાંતિ અંગે સદા કાજ સારો

પુજુ પ્રેમ ધારી રૂદામાં પધારો

આડે આવતા સંકટોથી ઉગારો…

મતી જે હતી મું ઈતે ગુન ગાયો

પંથે તાહળો વેદ ન પાર પાયો

લગી સૂરતા ધ્યાન તારો લગાયો

સદા સુખનો અંબિકા રોપ્ય છાંયો

તું હી જગ્ત માતા નમું જોગમાયા

તું હી સ્મરણે ચિતડે સુખ પાયા

તું હી પાય હું પાય હું પાય માયા

તું હી લેરને મેરની રાખ્ય છાંયા….

તું હી ચરણમાં નમું હું દાસ તારો

પોકારૂ ઘડી જે દયાળી પધારો

સુનાવે કવિ છંદ “સામંત ” તારો

ચંડી આપજે સાથ મું એક ધારો….

પ્રેમે આવ્ય આશા પુરી આશ પુરો

સદા ચિતડે રહોને ભાવ સ્ફુરો

વિડારો વિઘન ને સુમતિ વધાર

જપુ અંબિકા એક જયકાર તારો…..

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)