નવરાત્રીમાં જરૂર કરો લવિંગના આ ઉપાય, દૂર થશે દરેક મુશ્કેલીઓ.
22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે. જે 30 માર્ચ સુધી ચાલુ રહેશે. આ 9 દિવસોમાં માઁ દુર્ગાના 9 સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. માઁ દુર્ગાની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીમાં અમે તમને કેટલાક એવા જ જ્યોતિષીય ઉપાય જણાવીશું, જેને કરવાથી તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
માઁ દુર્ગાની પૂજા દરમિયાન લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. માઁ દુર્ગાને લવિંગ પણ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લવિંગ સંબંધિત આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ નવરાત્રી દરમિયાન લવિંગ સાથે જોડાયેલા આ ઉપાયો વિશે.
નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાથી રાહુ-કેતુનો તમારા પર અશુભ પ્રભાવ નહીં પડે.
જો ઘરમાં કજિયા-કંકાસ થતા રહેતા હોય તો પીળા કપડામાં લવિંગની જોડી બાંધીને ઘરના કોઈપણ ખૂણામાં લટકાવી દો.
પીળા કપડામાં લવિંગ બાંધીને તિજોરીમાં રાખવાથી તમે આર્થિક રીતે મજબૂત બની શકશો.
જો તમને અથાક મહેનત પછી પણ સફળતા ન મળી રહી હોય તો નવરાત્રી દરમિયાન હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને દીવામાં બે લવિંગ મૂકો. આ ઉપાયથી તમામ અટકેલા કાર્યો પૂરા થાય છે.
જો ઘરમાં આર્થિક તંગી હોય તો પૂજામાં માતા દુર્ગાને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ પણ અર્પણ કરો.
5 લવિંગ અને 5 કોડીને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.