માથે મટુકી મહીની ગોળી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સસરાજીમળિયા હો
મને લાજું કાઢવાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા
મુને પગે પડવાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠાણીમળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠાણીમળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને દેરજી મળિયા
મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને નણદી મળિયા
મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રેગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને પરણ્યોજીમળિયો
મુને મોઢું મલકાવવાની ઘણી હામરે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સંકલન/ સંપાદન: હસમુખ ગોહીલ