અષ્ટવિનાયક મંદિર યાત્રામાં સૌથી પહેલા આવે છે મયૂરેશ્વર મંદિર, આ કારણે ખાસ છે આ મંદિર. ભારતની વિવિધતામાં એકતાનો રંગ અહિયાંના ઉત્સવો અને પર્વોમાં ઘણી સુંદરતા સાથે જોવા મળે છે. અલગ અલગ ધર્મોની વાતો જવા દો એક જ ધર્મમાં અલગ અલગ ક્ષેત્રમાં એટલી સુંદર સંસ્કૃતિક પરંપરા છે કે બસ જોતા જ રહો છો. જે રીતે બંગાળમાં દુર્ગાની પૂજાની ધામધૂમ હોય છે, તે ઉત્તરી ભારતમાં નવરાત્રીની એ રીતે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધનાનો આ ઉત્સવ તેની સ્થાપનાથી લઈને વિસર્જન કરવા સુધી ચાલે છે.
ગણેશ એટલે ગણોના ઈશ, દેવતાઓના ભગવાન. આમ તો પૌરાણીક કથાઓ મુજબ જે રીતે ભગવાન વિષ્ણુ ધર્મને હાની થતા જોઈ શ્રુષ્ટિમાં દુષ્ટોનો સંહાર કરી ધર્મની પુનર્સ્થાપના કરે છે. તે રીતે સમય સમયે ભગવાન ગણેશ પણ દેવતાઓના રક્ષક બનીને સામે આવે છે. એટલા માટે ગણેશજીનું એક નામ અતિ પ્રચલિત છે અષ્ટવિનાયક એટકે કે આઠ ગણપતિ.
મહારાષ્ટમાં ગણેશ ચતુર્થીથી લઈને ગણેશોત્સવ દરમિયાન અષ્ટવિનાયકની યાત્રા કરવામાં આવે છે. જેમાં ભગવાન ગણેશના એ આઠ મંદિરોની યાત્રા કરવામાં આવે છે, આવો તમને જણાવીએ અષ્ટવિનાયક મંદિરોમાં પહેલા મંદિર મયુરેશ્વર વિષે.
મયુરેશ્વર અથવા મોરેશ્વર : અષ્ટવિનાયક તીર્થ યાત્રાનો પ્રથમ પડાવ મયુરેશ્વર અથવા કહો મારેશ્વર માનવામાં આવે છે. પુણેથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલું મોરેગાંવમાં ગણપતિ બપ્પાનું આ પ્રાચીન મંદિર બનેલું છે. મંદિરની બનાવટથી લઈને અહિયાં સ્થાપિત પ્રત્યેક મૂર્તિ ભલે તે શિવ વાહન નંદીની હોય કે પછી ગણપતિના વહન મુષક રાજની કોઈને કોઈ કથા કહે છે. મંદિરની દીવાલોથી લઈને મિનારા સુધી કોઈને કોઈ સંદેશ આપે છે.
આ મંદિરના ચારે ખૂણામાં મિનારા બનેલા છે. દીવાલો લાંબા પથ્થરોની છે. સતયુગથી લઈને કલિયુગ સુધી ચારે યુગોના પ્રતિક ચાર દરવાજા પણ મંદિરમાં છે. મંદિરના મુખ્યદ્વાર ઉપર નંદીની પ્રતિમા સ્થાપિત છે, જેના મુખ્ય ભગવાન ગણેશજી તરફ છે, તેની સાથે જ મુષક રાજની મૂર્તિ પાછળ તો રોચક માન્યતા પણ છે. થયું એમ કે ભગવાન શિવના વાહન નંદી આ મંદિરમાં વિશ્રામ કરવા માટે રોકાયા પરંતુ તેને ગણેશજીનું સાનિધ્ય એટલું પસંદ આવ્યું કે અહિયાંથી ફરી ક્યારે પણ પાછા ન જઈ શક્યા. માન્યતા છે કે ત્યારથી લઈને વર્તમાન સુધી તે અહિયાં સ્થિત છે.
શ્રી મયુરેશ્વરમાં ગણપતિનું સ્વરૂપ : મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણપતિ બેઠી મુદ્રામાં સ્થાપિત છે. તેની સુંઢ ડાબા હાથ તરફ છે, તો તેનું સ્વરૂપ ચતુર્ભુજાધરીનું બનેલું છે. આ મૂર્તિમાં તેને ત્રણ નેત્રો વાળા પણ દેખાડવામાં આવ્યા છે.
કેમ પડ્યું મયુરેશ્વર નામ? માન્યતા છે કે ભગવાન ગણેશે તે સ્થાન ઉપર સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. સિંધરાસુર ખુબ જ ભયાનક રાક્ષસ હતો. તેના આતંકથી ઋષિ મુનીઓથી લઈને દેવતા સુધી દુઃખી હતા. માન્યતા છે ભગવાન ગણેશે મયુર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કરી તેનો વધ કર્યો હતો. એટલા માટે આ મંદિરનું નામ પણ મારેશ્વર પડ્યું.
અન્ય અષ્ટવિનાયક મંદિર : મહારાષ્ટમાં જ પુણે નજીક લગભગ 20 કિલોમીટરથી લઈને 110 કિલોમીટરના વિસ્તારમાં ગણપતિના મયુરેશ્વર સહીત આઠ પ્રાચીન મંદિર બનેલા છે. અન્ય મંદિરોના નામ નીચે જણાવેલ છે.
સિદ્ધીવિનાયક – કરજત તાલુકો, અહમદનગર
બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
ચિંતામણી – થેઉર ગાંવ, પુણે
ગીરીજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી, ગામ પુણે
વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
મહાગણપતિ – રાજણગાંવ
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.