(1) મેં એક બિલાડી પાળી છે :
મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે.
તે દૂધ ખાય દહીં ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય.
તે ઉંદરને ઝટ પટ ઝાલે.
પણ કૂતરાથી બીતી ચાલે.
તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે.
(2) હાથીભાઈ તો જાડા :
હાથીભાઈ તો જાડા,
લાગે મોટા પાડા,
આગળ ઝૂલે લાંબી સૂંઢ,
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
(3) જાડો પાડો હાથી :
જાડો પાડો હાથી,
સૂંઢમાં લાવ્યો પાણી,
પાણી સાવ ગંદું,
સામે આવ્યો ચંદુ,
ચંદુની ચોટલી,
બા બનાવે રોટલી,
રોટલીના કટકા,
ચંદુભાઈ છે બટકા