મીન રાશિમાં સૂર્યદેવ કરવા જઈ રહ્યા છે ગોચર, આ રાશિઓનું ચમકશે ભાગ્ય.

0
794

સૂર્યના રાશિ પરિવર્તનનાં કારણે આ રાશિવાળાનો નાણાકીય પક્ષ મજબૂત થવાની સાથે મળશે ભાગ્યનો સાથ.

વૈદિક જ્યોતિષમાં સૂર્યને તમામ નવ ગ્રહોના રાજાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સૂર્યને આત્માનો કારક પણ માનવામાં આવે છે. સૂર્યને તુલા રાશિમાં દુર્બળ અને મેષ રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે. 15 માર્ચે સવારે 12:31 કલાકે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓને વિશેષ લાભ આપશે. જાણો આ રાશિઓ વિશે.

મેષ – મેષ રાશિ માટે સૂર્ય પાંચમાં ભાવના સ્વામી છે. સૂર્ય તેના બારમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે સૂર્યનું ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સારા પરિણામ મેળવી શકે છે. અત્યારે રોકાણ કરવાનું ટાળો.

વૃષભ – સૂર્ય વૃષભ રાશિના ચોથા ભાવના સ્વામી છે. સૂર્ય તમારી રાશિના અગિયારમા ભાવમાં ગોચર કરશે. સૂર્ય ગોચર તમારા નાણાકીય પક્ષને મજબૂત બનાવશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સમય સારો છે. આ સમયગાળા દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મિથુન – મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે. સૂર્ય તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. મિથુન રાશિના લોકોને કરિયરમાં સફળતા મળી શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. સરકારી નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે.

કર્ક – કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા એટલે ધન ભાવનો સ્વામી છે. સૂર્ય તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. ભાગ્ય તમારો સાથ આપશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.