નવા વર્ષમાં મીન રાશિવાળાના આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે, જાણો સ્વાસ્થ્યની બાબતમાં 2022 કેવું રહેશે.

0
1367

મીન રાશિફળ 2022 : રોજગાર, બિઝનેસ, સ્વાસ્થ્ય, સામાજિક અને પારિવારિક જીવનની દૃષ્ટિએ કેવું રહેશે વર્ષ, જાણો.

મીન રાશિફળ 2022 :

શનિદેવનું તમારા ધન, લાભ અને મહાત્વાકાંક્ષાઓ વાળા ગૃહમાં હાજર રહેવું, તમારા આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ કરશે. ધન બચત કરીને લોન કે દેવા માંથી છુટકારો મેળવી શકશો. ત્યાર પછી એપ્રિલ માસથી શનિદેવની સ્થિતિ તમને તમારા કુટુંબથી દુર કરશે. વિદેશ યાત્રા અને ખર્ચનો ભાવ સક્રિય થઇ રહ્યો છે.

શકયતા વધુ છે કે તમને આ સમય દરમિયાન કોઈ વિદેશ પ્રવાસ ઉપર જવાની તક પણ મળે, જેમાં તમારે થોડો નાણાનો ખર્ચ કરવો પડે. એપ્રિલના મધ્યથી જુલાઈ સુધી શનિ તમારા રોગ ગૃહને પૂર્ણ રૂપથી જોશે એટલે તમને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવાના સંકેત આપવામાં આવી રહ્યા છે.

મે મહિનામાં 3 ગ્રહો (મંગળ, શુક્ર અને ગુરુ-બૃહસ્પતિ) નું મીન રાશિમાં ભેગા થવું માનસિક તણાવ વધવાનું કારણ બનશે. એપ્રિલ માસમાં જ મીન રાશિમાં ગુરુનું ગોચર થશે. નોકરી ધંધા વાળા લોકો આ સમયનો સૌથી વધુ લાભ ઉઠાવી શકશે. ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ સ્થાપિત કરી શકશો.

ઓગસ્ટથી ઓક્ટોબર સુધીનો સમયગાળો પણ તમારા માટે સૌથી વધુ ઉત્તમ રહેવાનો છે. કેમ કે આ સમયગાળા દરમિયાન તમારા બીજા ગૃહના સ્વામી સાહસ અને શક્તિ અને ખુશીઓના ગૃહમાં ગોચર કરશે.

તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા જોવા મળશે, જેથી તમારા આરોગ્યમાં તો સુધારો થશે જ સાથે સાથે કારકિર્દીમાં પણ ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

જાન્યુઆરીની શરુઆતમાં વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર આ રાશિના વિદ્યાર્થીઓને પ્રભાવિત કરશે. ઉચ્ચ પરિણામ મળવાના યોગ ઉભા થશે. ખાસ કરીને તે વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તે પોતાના સારા પ્રદર્શનને કારણે સારા અંક પ્રાપ્ત કરવામાં સફળ થશે.

માર્ચ મહિના સુધીનો સમયગાળો પરણિત લોકોના જીવન માટે ઉત્તમ સિદ્ધ થશે. બુદ્ધનું તમારા લાભ ગૃહમાં હાજર રહીને પ્રેમ અને સંબંધોના ગૃહને જોવું, પ્રેમી લોકોના જીવનમાં વિવાદ અને ગેરસમજણનું કારણ બનશે.