મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ….
ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ….
આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ….
ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ….
જય માં મોગલ..
– હઠીલી આહિરાણી
સાભાર જાહલબા સોલંકી (અમર કથાઓ ગ્રુપ)