બુધની ઉંધી ચાલથી આ રાશિના લોકોના આવશે સારા દિવસો, કોઈ વરદાનથી ઓછો નથી 3 જૂન સુધીનો સમય

0
1013

આ રાશિઓ માટે બુધ ગ્રહ લઈને આવી રહ્યો છે ખુશીના સમાચાર, પ્રવાસના બની રહ્યા છે યોગ.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમના વક્રી થવાની અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય તેનું સ્થાન બદલે છે. તેને રાશિ પરિવર્તન પણ કહેવામાં આવે છે. આ સિવાય ગ્રહો વક્રી પણ થાય છે, એટલે કે ઉંધી ચાલ પણ ચાલે છે. એપ્રિલ મહિનામાં લગભગ તમામ ગ્રહોએ રાશિ બદલી છે. અને 10 મે થી બુદ્ધિનો કારક બુધ ગ્રહ વક્રી થવા જઈ રહ્યો છે અને 3 જૂન સુધી આ સ્થિતિમાં રહેશે.

કોઈ પણ ગ્રહનું વક્રી થવું અમુક રાશિના લોકો માટે ફાયદાકારક હોય છે જ્યારે અમુક રાશિના લોકો માટે તે કષ્ટદાયક સાબિત થાય છે. અહીં આજે આપણે જાણીશું કે બુધના વક્રી થવાને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ખુલવાનું છે.

બુધના વક્રી થવાથી આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે :

મીન રાશિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે બુધ ગ્રહ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના લોકોને રોકાણથી લાભ થવાની શક્યતા છે. તેમજ તમે કાર્યસ્થળ પર તમારી ક્ષમતા બતાવી શકો છો. પરિસ્થિતિ સુધરશે. આ સિવાય પ્રેમની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ સાબિત થશે. પ્રવાસના યોગ બની રહ્યા છે. આ સમયગાળામાં કરેલી યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો માટે પણ બુધનું વક્રી થવું શુભ સાબિત થશે. જૂનું રોકાણ સારું વળતર આપી શકે છે. પરીક્ષામાં તમને સફળતા મળશે. બીજી બાજુ જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો, તો તમે કરી શકો છો. આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળ પર કામની પ્રશંસા થઈ શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં પણ સારો ફાયદો થવાની શક્યતા છે.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયી સાબિત થવાનો છે. આવકના એકથી વધુ સ્ત્રોત બની શકે છે. અટકેલા કામો પૂરા થવાની શક્યતા છે. વેપારમાં વૃદ્ધિની પ્રબળ તકો છે. નવા મિત્રો બની શકે છે. અધિકારીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનતા જણાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.