હનુમાનજીની તમારા પર હંમેશા કૃપા બની રહે તેના માટે આ વિધિ અને નિયમો અનુસાર કરવું જોઈએ મંગળવારનું વ્રત. મંગળવારનું વ્રત ઘણું જ મંગળકારી વ્રત છે. આ વ્રતમાં રામ ભક્ત હનુમાનજીની આરાધના અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંગળવારનું વ્રત કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આ વ્રત સન્માન, બળ, સાહસ અને પુરુષાર્થ વધારે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત ઘણું ફળદાયક છે. આ વ્રત કરવાથી પાપોથી મુક્તિ મળે છે. કહેવામાં આવે છે કે, બીજી દુનિયા સાથે જોડાયેલી કાળી શક્તિઓના ખરાબ પ્રભાવની પણ આ વ્રત કરવાવાળા ઉપર કોઈ અસર નથી થતી.
હનુમાનજીની સાધના ઘણી જ સરળ અને સહેલી છે. કોઈ પણ ભક્ત તે ઘણી જ સરળતાથી કરી શકે છે, અને હનુમાનજીની કૃપાના પાત્ર બની શકે છે. જ્યોતિષ મુજબ મંગળવારનું વ્રત તેમણે પણ રાખવું જોઈએ, જેમની કુંડળીમાં મંગળ ગ્રહ ભારે હોય કે પછી જીવનમાં કોઈ પણ શુભ કામ ન થઇ રહ્યા હોય. એવામાં પોતાના જીવનમાં ખુશીઓ લાવવા અને કાર્યોને શુભ બનાવવા માટે આ દિવસે વ્રત કરવામાં આવે છે.
મંગળવારના વ્રત માટે પણ થોડી વિધિ, નિયમ અને મહત્વ છે, જેનું યોગ્ય રીતે પાલન કરવાથી હનુમાનજીની કૃપા હંમેશા જળવાઈ રહે છે. અને જીવનના તમામ કાર્ય ઘણી જ સરળતાથી થવા લાગે છે.
મંગળવારના વ્રતની પૂજા વિધિ, નિયમ અને મહત્વ :
વિધિ : મંગળવારના વ્રતની શરૂઆત કોઈ પણ હિંદુ મહિનાના સુદ પખવાડિયાની તિથીમાં આવતા મંગળવારથી કરી શકાય છે. આ વ્રત સતત 21 મંગળવાર સુધી કરવા જોઈએ. વ્રત વાળા દિવસે સુર્યાસ્ત પહેલા નિત્ય કર્મ પુરા કરી સ્નાન કરી લો. મગળવારના વ્રતની કથા વાંચો ત્યાર બાદ હનુમાન ચાલીસાના પાઠ કરો. બધાને વ્રતનો પ્રસાદ વહેંચ્યા પછી પોતે પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. આખા દિવસ દરમિયાન માત્ર એક વખત જ ભોજન કરો. પોતાના આચાર વિચાર આખો દિવસ શુદ્ધ રાખો અને રાત્રે સુતા પહેલા ફરી એક વખત હનુમાનજીની પૂજા કરો.
નિયમ : મંગળવારના વ્રતમાં થોડા નિયમનું પાલન કરવું ઘણું જ જરૂરી હોય છે, ત્યારે જ તમને આ વ્રતનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાવાળાએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, અને સાથે જ મંગળવારના વ્રતના દિવસે સાત્વિક વિચાર રહેવા જરૂરી છે. મંગળવારના એકવીસ વ્રત કર્યા પછી મનોકામનાની પૂર્તિ કરવા માટે મંગળવારના વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. ઉદ્યાપન કર્યા પછી એકવીસ બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપવામાં આવે છે.
મંગળવારના વ્રત ત્યાં સુધી નિયમિત ચાલુ રાખવા જોઈએ, જ્યાં સુધી તમારા સંકલ્પ પુરા ન થઇ જાય. પરંતુ જો વચ્ચે કોઈ અડચણ કે વિપરીત પરિસ્થિતિને કારણે તમે વ્રત ન કરી શકો, તો ઘરના અન્ય કોઈ સભ્ય મંગળવારનું વ્રત કરી શકે છે. આ વ્રતમાં એક વખત ભોજન લો અને તે પણ સુર્યાસ્તના 2-3 કલાક પહેલા. શક્ય હોય તો ભોજનમાં મીઠું સામેલ ન કરો.
મહત્વ : મંગળવારના વ્રતનું મહત્વ ઘણું જ પુણ્યદાયક અને કલ્યાણકારી છે. આ વ્રતથી જીવનની તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને સન્માન, બળ, પુરુષાર્થ અને સાહસમાં વધારો થાય છે. આ વ્રત કરવાથી જીવનમાં ભય બિલકુલ નથી રહેતો, કેમ કે હનુમાનજીને ભય મુક્તિના દેવતા પણ કહેવામાં આવે છે.
જીવનમાં કોઈ પણ પ્રકારના ભય હોય, તો તમે નિયમિત હનુમાન ચાલીસાના 11 વખત પાઠ કરો, અને જુઓ કે ભય તમારાથી કેટલો દુર જતો રહ્યો છે, કે પછી તમને ક્યારેય પણ ભયનો અનુભવ જ નહિ થાય. આ વ્રત ઉપાસકને રાજકીય પદ પણ આપે છે. સન્માન અને સંતાનની પ્રાપ્તિ માટે મંગળવારનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતની કથાનું શ્રવણ કરવાથી પણ મંગળ કામનાઓ પૂરી થવાની સંભાવના રહે છે. આ વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
આ માહિતી એસ્ટ્રો સાયન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.