મીરાંબાઈ ગીત ગાઈ રહ્યા હતા ત્યારે એક સંગીતકારે ઉઠાવ્યો વાંધો, જાણો પછી મીરાંબાઈએ શું કર્યું.

0
270

મીરાંબાઈનું મન સંપૂર્ણપણે ભક્તિમાં ડૂબી ગયું હતું. તે ખૂબ જ સુંદર શ્લોક ગાઈ રહ્યા હતા. શ્રોતાઓને પણ આનંદ આવી રહ્યો હતો. તે સમયે ત્યાં એક સંગીતકાર પણ હાજર હતા, તેમણે મીરાંબાઈની ગાયકી સામે વાંધો ઉઠાવ્યો.

સંગીતકારે કહ્યું, ‘મીરાંબાઈ તમારે રાગમાં ગાવું જોઈએ અને ધૂન પણ સરસ હોવી જોઈએ. આ તમે શું ગાઈ રહ્યા છો?’

સંગીતકારની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો ચોંકી ગયા. મીરાંબાઈએ સ્મિત સાથે તેમની વાત સાંભળી, પણ કંઈ બોલ્યા નહિ. મીરાંબાઈએ આંખો બંધ કરી અને ગાવાનું ચાલુ રાખ્યું. તેમનો અવાજ ખૂબ જ મધુર હતો.

વિદ્વાન સંગીતકારે ફરીથી વાંધો ઉઠાવ્યો કે રાગમાં ગાઓ. હવે મીરાંબાઈએ ગીત બંધ કરીને કહ્યું, ‘હું પોતે રાગમાં ગાવા માંગતી નથી. હું મારા ગિરધર ગોપાલના પ્રેમમાં ગાઈ રહી છું. જો હું રાગમાં ગાઈશ તો આખી દુનિયા મને સાંભળશે, પણ જો હું અનુરાગમાં ગાઈશ તો મારો ગિરધર જ મને સાંભળશે. હું જેને રાજી કરવા માટે ગાઉં છું તેમને રાગ સાથે શું લેવા દેવા?

સંગીતકાર મીરાંબાઈના શબ્દો સમજી ગયા કે કંઠથી ગાવામાં અને દિલથી ગાવામાં શું ફરક છે.

શીખ : આ સમગ્ર ઘટનામાં આપણને એ સંદેશ મળે છે કે ભજન-કીર્તન એ ભક્તિ કરતી વખતે ભગવાન સાથે સંવાદ કરવાનું માધ્યમ છે. જ્યારે આ સંવાદ થાય છે, ત્યારે તે સંપૂર્ણ એકાગ્રતા સાથે કરવો જોઈએ. આમાં લૌકિક બાબતોને ભૂલીને ભગવાન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો જ ભક્તિમાં આનંદ મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.