તમારામાંથી કેટલા લોકો જાણે છે મોડપરના ગઢ વિષે, અહીં જાણો તેનો ઈતિહાસ અને રોચક વાતો.

0
1157

પોરબંદરથી ૩૫ કિ.મી. દૂર મોડપર ગામે બરડા ડુંગર ઉપર આવેલો ૩૫૦ વર્ષ જૂનો કિલ્લો અત્યારે અત્યંત જીર્ણશીર્ણ હાલતમાં છે. ઇ.સ. ૧૮૦૦ ના પ્રારંભે એટલે કે ૩૫૦ વર્ષ પહેલા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસીયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો. પોરબંદરના રાણાની સરહદ જયાંથી શરુ થાય છે તેની તદ્દન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લો તૈયાર કર્યો હતો. જેનું મહત્વ પણ અનેરુ હતું.

આ કિલ્લામાં વિવિધ વિભાગો આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઓ આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લો વિવિધ જગ્યાઓ ધરાવે છે, જેમાં શસ્ત્રાગાર, કોઠારરૃમ, દુશ્મનો ઉપર હુ મલો કરવા માટેફા ય રીંગની જગ્યા, કાળકોટડી, જુદા જુદા બેરેક, કેદીઓને પૂરવા માટેના અલગ – અલગ રુમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક, પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળા કૂવા જેવી અનેકવિધ સુવિધાઓ અહીંયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી.

ગઢવાળા મોડપર તરીકે ઓળખાતા મોડપર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. ઇતિહાસવિદ નરોતમ પલાણે ઉમેર્યું હતું કે, જામસાહેબ અને રાણાસાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્વારા થતો હતો.

પોરબંદરના મહારાણાએ આશીયાપાટ નો કિલ્લો બનાવ્યો હતો, આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બન્ને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડપરનો કિલ્લો બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે.

ઇ.સ. ૧૮૫૭ માં સર્જાયેલા વિપ્લવમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવામાં આવ્યા હતા તેની યાદને તાજી કરતા ઇતિહાસવિદ નરોતમ પલાણે જણાવ્યું હતું કે, એ બળવા સમયે એક અલગ જ આંદોલનનો માહોલ ઉભો થયો હતો જેથી વિરોધ કરનાર સ્વાતંત્ર્યવિરોને સૌરાષ્ટ્રના મધ્યકાલીન પરંપરા મુજબના છેલ્લા ગણાતા આ કિલ્લામાં પુરી દેવાયા હતા.

દ્વારકાના વાઘેરોએ બંડ પોકારતા ‘બેટમાં બડવો’ નામનું એક પુસ્તક પણ લખાયું છે. ત્યારે તેમાંના અનેક આંદોલનકારીઓને પણ આ કિલ્લામાં પુરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. મોડપર ગામના આ કિલ્લાનો રહેવા માટે કયારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ ૧૮ મી સદીના આરંભે બનાવાયેલા આ કિલ્લામાં સૈનિકો સિમાડાની રક્ષા માટે ફરજ બજાવવા હાજર રહેતા હતા જેથી તથા શસ્ત્રાગાર અને દારૃગોળાનો વિપુલ ખજાને સંગ્રહવામાં આવતો હતો.

કેદીઓને પુરવા માટેના બેરેક ઉપરાંતફા ય રીંગ કરવા માટેની અલગ અલગ ત્રિકોણાકાર જગ્યાઓને જોતા આજે પણ રોમાંચિત બની જવાય છે. મોટી માત્રામાં હથિ આરોનો સંગ્રહ કરવા સહિત દેશી ડા રુગો ળાને ભરવા માટેની કામગીરી અહીંયા સૈ નિકો કરતા તેમ પણ જાણવા મળે છે. જયારે બરડા ડુંગર ની મુલાકાતે જવાનું થાય ત્યારે આ કિલ્લા મુલાકાત જરૂર લેવી…!!

તા.ક. @ my view…

પોરબંદરથી જામનગર (વાયા ભાણવડ) જતા રસ્તામાં બરડા મોડપર ગામમા રોડની બાજું એ જ ડુંગર ઉપર આ કીલ્લો આવે છે. આ કીલ્લા ઉપર દિપડા ઓનુ રહેઠાણ હોવાથી રાત્રે ન્યા કોઈ રોકાતુ નથી…!

આ કીલ્લામા ખજાનો પણ દાયટો એવી વાત પ્રચલિત છે અને એમા ખજાના ના ચરુ દિવાલ મા થી કાઢી લીધા બાદ ના ચરુ ના નિશાન પણ જોવા મળેલ છે..!

અમે… ચાર પાચ ટ્રીપ આ કીલ્લા ઉપર જઈ આવેલા છીયે. આવા ઘણા ચરુઓના નિશાન અમે એ કીલ્લાની દિવાલોમા જોયા..! એકલા જવાનુ સાહસ આવા અવાવરુ કીલ્લા ઉપર કોઈ કરતા નથી…!!

– સાભાર જીવરાજ લખમણ ભટ્ટ (અમર કથાઓ ગ્રુપ)