ડિસેમ્બરમાં આવશે મોક્ષદા અને સફલા એકાદશી, નોંધી લો તેની તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય.

0
1535

આ મહિનામાં છે બે મોટી એકાદશી, મુહૂર્ત પ્રમાણે આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા અને મેળવો આશીર્વાદ.

હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. ડિસેમ્બર મહિનામાં 2 એકાદશીઓ આવશે. એક માગશર માસના શુક્લ પક્ષમાં અને એક માગશર માસના કૃષ્ણ પક્ષમાં.

માગશર માસના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી અને માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય ફળ અને મોક્ષ મળે છે. ચાલો જાણીએ મોક્ષદા અને સફલા એકાદશીની તિથિ, મુહૂર્ત, પારણાનો સમય અને પૂજા વિધિ.

મોક્ષદા એકાદશી – ડિસેમ્બર 14 2021 મંગળવાર

મુહૂર્ત :

માગશર શુક્લ એકદાશી પ્રારંભ – 13 ડિસેમ્બર 09:32 પીએમ

માગશર શુક્લ એકદાશી સમાપ્ત – 14 ડિસેમ્બર 11:35 પીએમ

પારણા સમય :

15 ડિસેમ્બરે 7:06 એએમથી 9:10 એએમ

પારણા તિથિનો દિવસ બારસ સમાપ્ત થવાનો સમય – 2:01 એએમ, 16 ડિસેમ્બર.

સફલા એકાદશી – ડિસેમ્બર 30 2021, ગુરુવાર.

મુહૂર્ત :

માગશર કૃષ્ણ એકાદશી પ્રારંભ – 29 ડિસેમ્બર, 4:12 પીએમ

માગશર કૃષ્ણ એકાદશી સમાપ્ત – 30 ડિસેમ્બર, 1:40 પીએમ

પારણા સમય :

31 ડિસેમ્બરે 7:14 એએમથી 9:18 એએમ

પારણા તિથિનો દિવસ બારસ સમાપ્ત થવાનો સમય – 10:39 એએમ

એકાદશી પૂજા વિધિ :

સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થાવ.

ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

ભગવાન વિષ્ણુનો ગંગા જળથી અભિષેક કરો.

ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસી અર્પણ કરો.

જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.

ભગવાનની આરતી કરો.

ભગવાનને ભોજન અર્પણ કરો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનો સમાવેશ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી.

આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો.

આ દિવસે ભગવાનનું વધુ ને વધુ ધ્યાન કરો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.