વિષ્ણુની કૃપાથી આ 6 રાશિઓને મળશે ખુબ સફળતા, જાણો દરેક રાશિઓ માટે કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો

0
775

મીન રાશિ : ફેબ્રુઆરીનો મહિનો તમારા જીવન માટે ઘણો સારો પસાર થઇ શકે છે. તમે સંબંધોમાં વઘુ ઘનિષ્ઠતા અને નિકટતાનો અહેસાસ કરશો તેમજ તમારા સંબંધો ખૂબ સારી રીતે નિખારવાનો પ્રયાસ કરશો. લવ લાઇફ હોય કે દાંપત્યજીવન, તમે તમારા જીવનમાં ખુશ રહેવાનો પુરતો પ્રયાસ કરશો. તેનાથી તમે તમારા સાથીના ચહેરા પર પણ ખુશી લાવી શકશો. સંતાનો તરફથી કોઇ સારા સમાચાર મળવાની આશા રાખી શકો છો. વિદ્યાર્થીઓને આ મહિને અભ્યાસમાં એકાગ્રતાની ઉણપ વર્તાશે જેથી કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે. જો તમે નોકરી કરી રહ્યાં હોવ તો, આ સમયમાં માનસિક રીતે મજબૂત રહેવું પડશે. નોકરી છોડવાનો વિચાર હાલમાં તમારા મગજમાંથી કાઢી નાખવામાં જ ભલાઇ છે કારણ કે આવા નિર્ણયથી તમને નુકસાન થઇ શકે છે. વ્યાપારમાં જોડાયેલા હોય તેમના માટે આ સમય સારો છે. તમારે દૂરના વિસ્તારો અથવા રાજ્યો સાથે વેપાર વધારવો હોય તો અત્યારે સારી તક છે. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઇ રહે પરંતુ પગમાં કોઇપણ કારણથી થોડી પીડા રહેવાની શક્યતા નકારી શકાય નહીં. આવક મામલે મહિનાની શરૂઆત ઘણી સારી રહેશે. સામે પક્ષે ખર્ચમાં ઘટાડો થતા હાથમાં સિલક રહેશે. મહિનું ત્રીજુ અને ચોથુ અઠવાડિયું મુસાફરી માટે બહેતર જણાઇ રહ્યું છે.

કુંભ રાશિ : આ મહિનો આપના માટે મધ્યમ ફળદાયી જણાઇ રહ્યો છે. કેટલાક લોકોને વિદેશમાં જવામાં સફળતા મળશે. ત્યાં જઇને તમારી કિસ્મત ચમકી શકે છે. તમારા વેપાર-ધંધામાં દૂરના વિસ્તારો, અન્ય રાજ્યો અને દેશોમાં સંપર્ક વધારવાથી સારો ફાયદો થાય પરંતુ આ મહિને તમારા ખર્ચમાં ખૂબ જ વધારો થઇ જશે જેથી આર્થિક સ્થિતિ પર બોજ વધી શકે છે. તમારે પૈસાનું મેનેજમેન્ટ બહુ સારી રીતે કરવું પડશે જેથી કોઇપણ પ્રકારની સમસ્યા આવતા પહેલાં જ તમે સમયસર માર્ગ શોધી લો અને કોઇપણ અવરોધોથી બચી શકો. નોકરિયાતોને આ સમયમાં સારો ફાયદો મળશે. કેટલાક લોકોને સરકાર તરફથી ફાયદો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ચડાવઉતાર રહેશે જેથી ધ્યાન આપવું જરૂરી છે. ગૃહસ્થજીવનમાં શાંતિ જળવાશે અને પારિવારિક મુદ્દા તમારા કેન્દ્ર સ્થાને રહેશે. જે લોકો પ્રણયજીવનમાં છે તેમને આ સમયમાં ધીરજ રાખવાની સલાહ છે. તમારા પ્રિયપાત્ર તમને દરેક પ્રકારે સાથ આપશે. મુસાફરી કરવા માટે મહિનાનું પહેલું અને ત્રીજું સપ્તાહ ઉત્તમ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળે.

વૃષભ રાશિ : આ મહિનો તમારા માટે ઘણી રીતે સારો રહેવાનો છે. તમારી ઇનકમમાં જોરદાર વધારો થશે, જેનાથી તમારી સમસ્યાઓમાં કમી આવશે. તમારા ખર્ચા હાલ યથાવત રહેશે, પરંતુ મહિનાના મધ્યમાં તેમનાથી તમને મુક્તિ મળી શકે છે. તમે બેન્ક લોન લઇને કોઇ નવું કામ શરૂ કરી શકો છો. નોકરિયાત વર્ગના લોકોને પોતાની મહેનતના જોરે પોતાની ઓળખ બનાવવામાં સફળતા મળશે. તમારા બોસ પણ તમારાથી ખુશ રહેશે અને તમને બઢતી મળવાની સંભાવના પણ વધશે. આ મહિને તમે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે પરિવાર સહિત પ્રવાસ કરી શકો છો. પ્રણયજીવન માટે આ મહિના તમે પોતાનો ઘણો સમય લગાવશો, કારણ કે તમે તમારા પ્રિયને હૃદયથી પસંદ કરો છો, તેથી તેમને ખુશ રાખવાના શક્ય એટલા તમામ પ્રયાસ કરશો.

પરિણિત લોકોના દાંપત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેવામાં પોતાના વ્યવહાર અને જીવનસાથીના વ્યવહારમાં તાળમેળ જરૂરી રહેશે. પ્રવાસ પર જવા માટે મહિનાનો વચ્ચેનો સમય સારો રહેશે. કોઇ અજાણી વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરતા. આ મહિને તમને તમારા પિતાની સારવાર અંગે કેટલીક ચિંતાઓ થઇ શકે છે, પરંતુ શાંત મગજથી કામ લેશો તો રસ્તો નીકળી આવશે. કોઇને ખરું ખોટું ન કહેશો, કારણ કે તેનાથી તમારે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ : ફેબ્રુઆરીનો આ મહિનો તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારો રહેવાનો છે. આ મહિને તમારે સૌથી વધારે ધ્યાન બે બાબતો પર રાખવું પડશે. પહેલી તમારા કારણ વિનાના ખર્ચાઓ અને બે તમારું આરોગ્ય. આ મહિને આ બંને તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે. તમે તમારા આરોગ્ય પ્રત્યે જાગૃત રહેજો અને ઉત્તમ ખાન-પાનથી પોતાને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરજો અને તેની સાથે જ પ્રાણાયામ પણ કરતા રહો. નોકરિયાત વર્ગના લોકોને પોતાની કાર્યકુશળતાનું સારું પરિણામ પ્રાપ્ત થશે અને તેઓ પોતાની ક્રિએટિવ વિચારધારા સાથે કામમાં આગળ વધશે.

વેપારી વર્ગ માટે આ મહિનો થોડો સમજવા જેલો છે. ક્યાંય પણ વિચાર્યા વિના રોકાણ ન કરશો, નહિંતર તમારે નફાની જગ્યાએ નુકસાન વેઠવાનો વારો આવશે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા કામોમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થવાથી તમને ખુશી થશે. તમારા વિરોધીઓ આ સમય દરમિયાન સક્રિય થઇ શકે છે, પરંતુ તમારી સામે તેમની કારી ફાવવાની નથી. પરિણિત લોકોનું દાંપત્ય જીવન સારૂં રહેવાનું છે. જીવનસાથી બીમાર થવાને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રણય જીવન શાંતિ પ્રદાન કરનારું રહેશે. પ્રવાસ પર જવા માટે મહિનાનું અંતિમ સપ્તાહ ખુબ જ સારું રહેવાનું છે.

મેષ રાશિ : મેષ જાતકો માટે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત ઘણી આશાસ્પદ રહેશે અને મનમાં ઘડેલી કેટલીક યોજનાઓ સાકાર કરી શકશો જેથી આપની સફળતાનો માર્ગ મોકળો થશે. નોકરિયાતો લોકોને કામમાં ઘણો આનંદ આવશે અને સફળતા મળે પરંતુ કોઇ બાબતે આત્મસન્માનમાં હાનિ થઇ શકે છે. મતલબ કે તમારું અપમાન થઇ શકે તેવી કોઇપણ બાબતોથી દૂર રહેવામાં અને અગાઉથી સતર્ક રહેવામાં ભલાઇ છે અન્યથા મનદુઃખ થછઇ શકે છે. જો તમે વેપાર કરી રહ્યાં હોવ તો આ મહિને કોઇ નવી રણનીતિ અપનાવવી પડશે જેથી વેપારમાં વધારો થઇ શકે. નાણાંકીય દૃશ્ટિએ આ મહિનો ઘણો સારો રહેશે અને તમારી યોજના અનુસાર આર્થિક મોરચે ઉન્નતિ વાળો સમય છે.

વિદ્યાર્થી જાતકોને શિક્ષણમાં આ મહિને મધ્યમ ફળ મળી શકે છે. તમને ઘણા વિષયોમાં માહિતી પ્રાપ્ત કરવાની અને તેમાં આગળ વધવાની તકો મળી શકે છે પરંતુ વચ્ચે વચ્ચે કેટલીક સમસ્યાઓ આવશે જેના કારણે તમારું મન અભ્યાસથી વિમુખ થઇ શકે છે. પારિવારિક જવાબદારીઓ પૂરી કરી શકશો પરંતુ પરિવારમાં કોઇ વડીલ વ્યક્તિની તબિયત લથડવાથી તમારી ચિંતા વધી શકે છે. તમારું પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પહેલાંથી ચાલી રહેલી કોઇ શારીરિક સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આ કારણે તમે રાહતનો શ્વાસ લેશો. આ મહિને મુસાફરીનું પ્રમાણ ઓછુ રાખો એ તમારા હિતમાં છે.

કન્યા રાશિ : આ મહિનો તમારા માટે અનેક મામલામાં ખુબ જ સારો રહેવાનો છે. સૌથી સારો ફાયદો તમને આર્થિક મોરચે થશે, જ્યારે તમારી ઇનકમ એક જ નહીં પણ ઘણાં માધ્યમોથી તમારા સુધી પહોંચશે અને તમને ધનની પ્રાપ્તી થશે. વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓ જરૂર થશે, પરંતુ જો તમે પહેલાથી જ સારો અભ્યાસ કરનારા છો અને છેલ્લી ઘડીએ ન વાંચીને આખુ વર્ષ મહેનત કરવામાં માનો છો તો આ વર્ષે તમને કોઇ સ્કોલરશિપ મળી શકે છે. પ્રેમ જીવન વ્યતિત કરી રહેલા લોકોએ ચડ-ઉતરની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમામ સમસ્યાઓ એક પછી એક કરીને દૂર જતી રહેશે. તમારે પોતાના સંબંધમાં કોઇ ખાસ મિત્રની દખલગીરીથી બચવું જોઇએ.

પરિણિત લોકોનું દાંપત્ય જીવન ખુબ જ સારું રહેશે અને તમને તમારા જીવનસાથીથી થોડો ફાયદો પણ થશે, જે આર્થિક રૂપે તમારી મદદના રૂપમાં જોવા મળશે. તમારું આરોગ્ય સારું રહેશે અને તમારું જીવન ઉર્જાથી ભરપૂર રહેશે. આ સમય દરમિયાન તમારી પાસે અનૈતિક રીતોથી પૈસા આવી શકે છે. પ્રવાસ પર જવા માટે મહિનાનું પહેલું સપ્તાહ અને અંતિમ સપ્તાહ ખુબ જ સારું રહેશે. નોકરિયાત વર્ગના લોકોને આ મહિને કેટલીક સમસ્યાઓ રહેશે, જેના કારણે તેઓ પોતાની નોકરી બદલવાનો વિચાર કરી શકે છે. વેપારી વર્ગના જાતકો માટે આ મહિનો ખુબ જ સારો રહેવાનો છે.

મકર રાશિ : આ મહિનો તમારા માટે ખુબ જ સારો રહેવાનો છે. તમારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે કોઇપણ કામ ઓવરકોન્ફિડન્ટ થઇને ન કરો. જો તમે શાંતિ રાખીને દરેક કામને અંજામ આપશો, તો તમારા તમામ કામ સમયસર જ પાર પડી જશે. નોકરિયાત વર્ગના લોકોને આ મહિને પોતાના કામમાં સારા પરિણામ જોવા મળશે. તમારી મહેનત જોરદાર રીતે તમારા પક્ષમાં કામ કરશે. આ સમય દરમિયાન તમારા આરોગ્યમાં ચડ-ઉતરની સ્થિતિ જોવા મળી શકે છે, જેની સીધી અસર તમારા જીવનના લગભગ તમા ક્ષેત્રો પર પડશે તેથી તમે પોતાના આરોગ્ય પ્રત્યે જરાય બેદરકારી ન દાખવશો. વેપારી વર્ગ માટે આ મહિનો ખુબ જ સારો રહેવાનો છે.

તમને નવા નવા લોકો સાથે મળીને તેમની સાથે જોડાઇને કામ કરવાથી મોટા ફાયદા પ્રાપ્ત થશે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન પારિવારિક જીવનમાં તણાવને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી શકે છે, પરંતુ આ સમસ્યાઓ થોડા સમય બાદ જ સમાપ્ત થઇ જશે. તમારા ખર્ચાઓમાં કમી જોવા મળશે. અને તમારી ઇનકમ પણ ઠીક-ઠાક રહેશે, જેનાથી કોઇ મોટો આર્થિક પડકાર આ મહિને તમને પરેશાન નહીં કરે. પ્રણય જીવનમાં રહી રહેલા લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેવાનું છે, પરંતુ તમે પોતાના પ્રિય પાત્ર માટે એવું પણ કઇ કરી શકો છો જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેનાથી તમારો સંબંધ હજુ પણ વધારે સારો રહેશે. પ્રવાસના ઉદ્દેશ્યથી મહિનાનું પહેલું અને ત્રીજૂ સપ્તાહ તમારા માટે સારું રહેશે.

વૃશ્ચિક રાશિ : આ મહિનો તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે અને જો તમે આ સમયનો સદુપયોગ કરી શક્યા તો, આ મહિને તમારા બેન્ક બેલેન્સમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. તમારી ઇનકમમાં જોરદાર વધારો થશે અને તમે ખુબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના જીવનના કર્યોને સંપન્ન કરશો. નોકરિયાત વર્ગના લોકોએ આ સમય દરમિયાન થોડું ધ્યાન રાખવું જોઇએ કારણ કે જે લોકો તમારી સાથે કામ કરે છે, તેમાથી જ કેટલાક લોકો તમને દગો પણ આપી શકે છે. કોઇની સામે પોતાની મજબૂરી અથવા નબળાઇ છત્તી ન કશો, નહિંતર તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

તમારા પરિવારના નાના સભ્યોને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેપાર કરનારા લોકો માટે આ મહિનો ખુબ સારો રહેવાનો છે અને તમે કામના સંબંધમાં ખુબ પ્રવાસો કરશો, જેના કારણે તમને પોતાના બિઝનેસને આગળ વધારવામાં સરળતા રહેશે. પ્રેમી યુગલો માટે આ સપ્તાહ સામાન્ય રહેવાનું છે. તમે પોતાના પ્રિય પાત્રને લઇને લોન્ગ ડ્રાઇવ પર જઇ શકો છો અને કોઇ સારી જગ્યાએ જઇને શાંતિની પળોનો આનંદ માણશો. જે લોકો પરિણિત છે, તેમનું ગૃહસ્થ જીવન સારું ચાલશે પરંતુ વચ્ચે-વચ્ચે જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના પણ રહેશે. તમારું આરોગ્ય પહેલાની તુલનામાં સુધરશે અને તમે આ મહિને ખુબ પ્રવાસો પર જશો.

ધન રાશિ : આ મહિનો તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારો રહેશે. તમને તમારા ઘરમાં નવા-નવા લોકોની મહેમાનગતિ કરવામાં આનંદની પ્રાપ્તી થશે. એટલું જ નહીં તમારા પરિવારમાં કોઇ ખુશીના કાર્યક્રમનું આયોજન થઇ શકે છે, જેમાં મહેમાનોનું આવાગમન ચાલું રહેશે. તમને સાથે જ તમારા કેટલાંક જૂના મિત્રો સાથે મુલાકાતની પણ તક પ્રાપ્ત થશે. તમારું આરોગ્ય ખુબ જ સારૂં રહેશે અને તેથી આ સમયનો તમે પુરો આનંદ માણશો પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, આ મહિને તમે સારું અને સંતુલિત ભોજન જ લેજો. અસંતુલિત આહાર લેવાને કારણે તમારું આરોગ્ય બગડી શકે છે. આ મહિનેતમારા ખર્ચાઓમાં કમી આવશે અને પૂજા-પાઠમાં તમારું ખુબ મન લાગશે.

નોકરિયાત વર્ગના લોકોને પોતાના કામમાં મોટો ફાયદો થશે. તમારી ઇનકમમાં વધારો થશે અને સાથે કામ કરનારા લોકોનો સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. જે લોકો વેપાર કરે છે, તેમને નાના-નાના પ્રવાસોથી પોતાનો વેપાર વધારવામાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સહારે કેમ્પેઇન ચલાવીને પોતાના કામને આગળ વધારવામાં સફળતા પ્રાપ્ત થશે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકોને આ મહિને પોતાના સંબંધોમાં સુધારો થવાની નવી આશા જોવા મળશે અને તમે તે દિશામાં આગળ વધશો. ગૃહસ્થ જીવન વ્યતિત કરી રહેલા લોકો માટે પણ આ મહિનો શાંતિપૂર્ણ રહેવાનો છે. તમારા જીવનસાથી તમને કામની સલાહ આપશે, જેનાથી તમને ખુશી થશે. જો તમે પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે મહિનાનું બીજુ અને ત્રીજું સપ્તાહ સારું રહેશે.

મિથુન રાશિ : મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો મધ્યમ ફળદાયક રહેશે. આ મહિને આપને કોઇને કોઇ ચિંતા રહેશે અને તેના માટે તમે યોગ્ય રીતે વિચાર નહીં કરી શકો. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે જેથી તમારે સંખ્યાબંધ કાર્યો પાર પાડવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. આર્થિક રૂપે આ સમય થોડો નબળો જણાઇ રહ્યો છે. તમારા ખર્ચ હદ કરતાં વધી જશે અને બિનજરૂરી મુસાફરીમાં પણ તમારો સમય અને નાણાં બંને વેડફાશે. જોકે, દાંપત્યસુખમાં વધારો થશે પરંતુ શ્વસુર પક્ષના લોકોનો હસ્તક્ષેપ તમારા જીવનમાં પરેશાની લાવી શકે છે.

જે લોકો પ્રેમસંબંધોમાં હોય તેમના માટે આ મહિનો સમજદારીથી કામ લેવાનો છે. તમારે પ્રિયપાત્ર સાથે તમારા મનની સમસ્યાઓ શેર કરવી જોઇએ જેથી તેઓ તમારી વાત અવશ્ય સમજશે. નોકરિયાતોને આ મહિને ચડાવઉતારની શક્યતા છે. કદાચ કોઇ બીજી નોકરીમાં જોડાવાની તકો મળી શકે છે. જે લોકો વેપારમાં સંકળાયેલા હોય તમને નવો બિઝનેસ કરવાથી દૂર રહેવું. હાલમાં જે સ્થિતિ છે તેને યથાવત જાળવી રાખો. યાત્રા-પ્રવાસ માટે મહિનાનું ત્રીજું સપ્તાહ ઉત્તમ છે અને તેનાથી તમને સારું ફળ પણ મળશે.

કર્ક રાશિ : આ મહિને પણ તમે પ્રોફેશનલ જીવનમાં આકરી મહેનત ચાલુ રાખશો, તેના ફળસ્વરૂપે દરેક કામમાં તમને સફળતા મળવાની સંભાવના છે. તમને તમારા તાબા હેઠળના લોકો અને સહકર્મીઓનું પુરુ સમર્થન મળશે. આ મહિને તમારે પોતાના પારિવારિક સંબંધો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન તમારા સંબંધો પોતાના પરિવારના સભ્યો સાથે તણાવપૂર્ણ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે પોતાના પિતાના આરોગ્યનું વિશેષ સાવધાન રાખવું જોઇએ. તમારે પોતાના પિતા સાથે પોતાના સંબંધોને સરળ અને સારા બનાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ. આ સમયગાળો વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારો છે.

આ દરમિયાન વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રસ પડશે અને તેઓ પોતાના નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ગંભીર પ્રયાસ કરશે. જોકે, ગ્રહોની કેટલીક એવી સ્થિતિ બની રહી છે કે તમારે સરકારી કામોમાં મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન સરકારી કામોથી ઇચ્છિત સફળતા પ્રાપ્ત નહીં કરી શકાય. મહિનાના અંતિમ તબક્કામાં તમને તમારા સંવાદ કૌશલ્યમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આ દરમિયાન તમારી વાણી મધુર રહેવાની છે.

તમે પોતાના સંવાદ કૌશલ્યનો લાભ ઉઠાવીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. તમારે તમારા કાર્યક્ષેત્રમાં આકરી મહેનત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આ દરમિયાન યોગ્ય દિશામાં કરાયેલા ગંભીર પ્રયાસો તમને સફળતાની નજીક લઇ જશે. આ સમય દરમિયાન તમે મોજ-મસ્તી અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ પાછળ વધારે ખર્ચ કરી શકો છો. તમને તમારા આવક અને ખર્ચનો હિસાબ રાખવા માટે રોજમેળ રાખવાની સલાહ અપાય છે. આરોગ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે સરેરાશ રહેવાનો છે. તમે તમારા આરોગ્ય પ્રત્યે જવાબદાર રહેશો. પૌષ્ટિક ભોજન લેતા રહેજો.

તુલા રાશિ : આ મહિનો તમારા માટે મધ્યમ ફળ પ્રદાન કરનારો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં જ તમને સારી આવક હાથ લાગશે, જેનાથી તમે ખુબ જ મજબૂત રીતે ઉભા રહેશો. તમારી ઇનકમમાં વધારો થશે જેથી ઘર પરિવારમાં ચાલી આવી રહેલી સમસ્યાઓ તમારો સમય ને તમારું ધ્યાન ખેંચશે. ઘરેલૂ ખર્ચાઓ પર પણ તમારે વધારે પૈસા ખર્ચવા પડશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. કામના સંબંધમાં પણ તમારે પુરુ ધ્યાન આપવું જોઇએ. જો તમે નોકરી કરતા હો, તો પારિવારિક તણાવ તમારા કામ પર પણ અસર કરશે. જે લોકો વેપાર કરે છે, તેમના માટે આ સમય ખુબ જ સારો રહેવાનો છે અને તેમના વેપારમાં ઘણા નવા પાર્ટનર અથવા મોટી કંપનીઓ સાથે તમારી ભાગીદારી થાય તેની સંભાવના જોવા મળી રહી છે.

પ્રેમી યુગલો માટે આ મહિનો સારો રહેવાનો છે. તેમને પોતાની વાત કહેવામાં સરળતા રહેશે અને જો કોઇને પ્રપોઝ કરવા માગતા હો, તો તેના માટે આ મહિનો સારો રહેવાનો છે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન ચડ-ઉતર વચ્ચેથી પસાર થશે. તમારા જીવનસાથી તમારી પાસેથી વધારે અપેક્ષાઓ રાખશે, જે પૂરી નહીં થઇ શકવા પર તેમને થોડું દુઃખ થઇ શકે છે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ કમરમા દુખઆવો અથવા છાતીમાં જકડામણ જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે. પ્રવાસ પર જવા માટે આ મહિનાનું ત્રીજુ અઠવાડિયું ઘણું સારું રહેશે.