‘મોરલી તે ચાલી રંગ રૂસણે રે’ આ સુંદર કૃષ્ણ રાસને ગુજરાતના પ્રખ્યાત કલાકારના મધુર અવાજમાં સાંભળો.

0
911

(આર્ટીકલના અંતમાં સાંભળો હેમા દેસાઈના મધુર સ્વરમાં આ સુંદર કૃષ્ણ રાસ.)

મોરલી તે ચાલી રંગ રૂસણે રે

એને કોણ મનાવા જાય રે રંગમોરલી

એને સસરો મનાવવા જાય રે રંગમોરલી

સસરાની વાળી હું તો નહીં રેવળું રે

હાં, હંઅં, હોવે

હું તો મારે મહિયર જઈશ રંગમોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે

એને કોણ મનાવા જાય રે રંગમોરલી

એને જેઠ મનાવવા જાય રે રંગમોરલી

જેઠની વાળી હું તો નહીં રે વળુંરે

હાં, હંઅં, હોવે

હું તો મારે મહિયર જઈશ રંગમોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે

એને કોણ મનાવા જાય રે રંગમોરલી

એને પરણ્યો મનાવવા જાય રે રંગમોરલી

પરણ્યાની વાળી હું તો ઝટ વળુંરે

હાં, હંઅં, હોવે

હું તો મારે સાસર જઈશ રંગમોરલી

મોરલી તે ચાલી રંગ રૂસણે રે

મોરલી તે ચાલી રંગ રૂસણે રે

સંકલન/સંપાદન : હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)