મોરાર સાહેબનો સમાધિનો આ પ્રસંગ અચૂક વાંચજો, મોરાર સાહેબ પૂન: શરિરમાં આવ્યા અને…

0
1910

મોરાર સાહેબ નો જન્મ સંવત ૧૮૦૦ મા થરાદ (મારવાડ) રાજપુત (વાઘેલા) સમાજ માં થયો હતો. ડીસા સ્ટેટના તેઓ રાજા હતા. સુખ સાહ્યબીથી સંતોષ ન થતાં સત્યની ખોજ કરવા લાગ્યા. અચાનક તે વખતના જાગૃત સંત રવિ સાહેબ સાથે વડોદરામાં મુલાકાત થઇ અને રાજામાંથી રવિ સાહેબના શિષ્ય રજજ મોરાર નો બીજો જન્મ થયો. મોરાર સાહેબ ની કર્મભૂમિ ધ્રોલ જીલ્લો જામનગર નું ખંભાળિયા ગામ હતું. હાલ તેમની તથા રવિ સાહેબ ની સમાધી આ ગામે આવેલ છે. મોરાર સાહેબ એ સવંત ૧૯૦૫ માં સમાધિ લીધી.

મોરારસાહેબના જીવનમાં એક બનાવ ખૂબ પ્રચલિત છે જે નીચે મુજબ છે :

મોરાર સાહેબ ની સેવા ખંભાળિયા ગામ નો એક યુવક જીવણ કરતો હતો. બાપુ સેવાથી પ્રસન્ન થઈ જીવણ કોળી ને કઈ માંગવું હોય તો બોલ હું તને વચન આપું છું કે તારી જે ઇચ્છા હશે તે પૂર્ણ થશે. જીવણે મોરાર સાહેબ ને કહ્યું બાપુ તમારી આશિષ થી ખાધેપીધે સુખી છીએ. વધારે કાંઇ માયા મૂડી જોઈતી નથી પરંતુ મને એક વચન આપો તમે જ્યારે સમાધિ લ્યો ત્યારે મને કહીને જજો જેથી મને આપના અંતિમ દર્શન થાય. બસ બીજું કંઈ માગવું નથી. મોરર સાહેબે કહ્યું મારું વચન છે જીવણ તને કહીને શરીર છોડીશ.

સમય જતા બનાવ એવો બન્યો કે જીવણ ખેતીના કામે સીમમાં જાય છે. પાછળથી મોરાર સાહેબ નો સમય પૂરો થતાં સમાધિ અવસ્થામાં શરીરનો ત્યાગ કરે છે. વાયુવેગે વાત ગામમાં, સીમમાં ફેલાઇ ગયેલ. કારણકે મોરારસાહેબ ગામ માં દરરોજ ઝોળી લઈને ટુકડો માંગી ભુખીયા દુખીયાને તથા સાધુઓને પ્રસાદ આપતા. ગામ લોકો તેમને ખુબ જ પ્રેમ કરતા. જીવણ તેમની સેવામાં રહેતો જેથી સીમમાં જતા લોકો એ જીવણને સમાચાર આપેલ કે મોરાર સાહેબ એ સમાધિ લીધી છે. તું સીમમાં શું કરે છે? જલદી ગામમાં જા. જીવણ આ વાત માનવા તૈયાર થયો નહીં.

જીવણ ને જેણે વાત કરી તેમને કહેવા લાગ્યો, “બાપુએ મને વચન આપેલ છે કે હું તને કહી ને સમાધી લઈશ. તેઓ આ રીતે જાય નહીં.” જીવણ દોડતો દોડતો ગામમાં આવીને જુએ છે તો વાત સાચી હતી. લોકો મોરાર સાહેબની સમાધિ ઉપર માટી નાખતા હતા. જીવણ ખૂબ જ વિલાપ કરી રડવા લાગ્યો. બાપુ તમારાથી વચન પળાય તેમ ન હતું તો જીવણને શા માટે વચન આપ્યું. હવે મને જવાબ આપો?

વિલાપ બાદ સમાધિમાંથી અવાજ આવ્યો. જીવણ મો તને અત્યાર સુધી કોઈએ પાછું ઠેલ્યું છે જવાબ દે? જીવણ બોલ્યો, બાપુ તમે એક દિવસ સત્સંગમાં કહ્યું હતું કે ભીષ્મપિતા એ છ માસ દક્ષિણાયન ના લીધે મો તને પાછું ઠેલ્યું હતું. આ જવાબ સાંભળી મોરાર સાહેબ પૂન: શરિર માં આવ્યા અને બોલ્યા “તો જીવણ સાંભળ મોરાર ના મહિના બાર આજથી એક વર્ષ સુધી તને આપેલ વચનને ખાતર જીવન જીવીશ.”

એ મુજબ કથા છે કે તેઓ બાર માસ પછી જીવણ ને કહીને સમાધિસ્થ થયા મોરાર ના ખંભાળિયા ગામે જ્યાં સાહેબની સમાધિ છે ત્યાં જ મોરાર સાહેબ એક વર્ષ જીવ્યા તે રૂમ હાલ મોજુદ છે. તેમની ઝોળી, ઝંડો, વસ્ત્રો, ઢોલીયો, માળા મોજુદ છે.

મોરાર સાહેબે રવિ સાહેબ પાસે એક વચન માગ્યું કે, જ્યારે સમાધિ નો સમય આવે ત્યારે ખંભાળિડા આ દાસ ની જગ્યામાં આપ સમાધિ લો. તેવી અરજ છે તે મુજબ રવિ સાહેબે વચન પાળી સમાધિ મોરાર સાહેબ ની જગ્યામાં ખંભાળિડા માં લીધી.

મોરાર સાહેબ ને ગુરુકૃપાથી સત્યની અનુભૂતિ થઈ. સમાધિ અવસ્થામાં વિના મંદિર અને વિના ઘંટ સતત ધનન, ધનન, ધનન ઘંટના અવાજ ઝાલરના ઝણકારા જેવા નાદ થઇ રહ્યા હતા. મારી અંદર મોર બોલવા લાગ્યા અને મોરલી વાગવા લાગી. મને રામ સાગર નામનું વાદ્ય મળી ગયું છે. મારી નુરત થી આ પરમ પુરુષને નેણે નીરખ્યા અને સુરતાથી એમની અનાહત નાદ રૂપી મૂર્તિ વ્યાપક જણાયેલ શબ્દરૂપી મોતી વરસાદની જેમ વરસી રહ્યા હતા.

જ્ઞાન આપમેળે જ થવા લાગ્યો. મારી આસપાસ જ્યોતિનો ઝળહળાટ જોયેલ સતત આનંદ રૂપે અમૃતની ધારા છૂટી. આ ખેલ એવો છે કે જેની ગમ પડે તેમ નથી. એને ક્યાંય હદ નહોતી અને વચન બ્રહ્માંડમાં રણકાર રૂપે રમતું અનુભવ્યું. પાંચ તત્વ એ સાહેબ બની પ્રેમ રૂપી પીયુ પાસે સતત નૃત્ય કરી રહ્યા હતા. ગુરુ રવિ સાહેબ ના પ્રતાપથી મને એ અગમ અગોચર ઘર મળી ગયું. જેથી ભક્તિ અને મુક્તિ નું ભંડાર ખુલી ગયો. હવે મારે જન્મ મ **રણના કોઈ બંધન નથી કારણકે અલખ પુરુષ એ જન્મ-મ **રણ થી પર છે. એ જ મારું સાચું સ્વરૂપ છે.

કબુદ્ધિને દૂર કરવા માટે દરરોજ પ્રભુનું ધ્યાન ધરવું જરૂરી છે. પોતાનું દિલ સાફ કરી નેકી પૂર્વક સત્ય ગ્રહણ કરીને સદગુરૂનું શરણ લય ત્રણ ગુણ નો ત્યાગ કરી અને પાંચ ચોર ( કામ, ક્રોધ, મદ, મોહ, લોભ) ને પકડવાની ભલામણ કરે છે. જપો અજંપા જાપ હી અંદર એટલે આવતા જતા શ્વાસની ગતિનું સાક્ષીભાવે નિરીક્ષણ કરવું. નુરત ( જોવું ) , સુરત ( સાંભળવું ) આ બે દોરી નો સહારો લઇ ભીતરના સુન્ય આકાશમાં જય શાંતિના ઘરમાં પ્રવેશ કરવા કહે છે ભીતર જે શૂન્ય નિનાદ કરી રહેલ છે. તે આત્માનું અમર સ્થાન છે. ત્યાં 24 કલાક આનંદરૂપી અમૃત વરસી રહેલ છે.

કોઈ ગુરુમુખી હોય તે આ અમૃત રસ પીયને માન વીહીન મસ્ત બની જાય છે. અને સોહમ શબ્દ જે ઘડિક મા પચે તેમ નથી‌ તેને સહજ રીતે પચાવી જાય છે. આ સોહમ નાદમાં મારા ગુરુ રવિ અને કબીર બંને એક હતા. તેવું વચન રૂપે પુરા બ્રહ્માંડ માં રમતા હતા. ગુરુ મારી એક એક પલ એ સંભાળ રાખતા હતા. આગે પીછે હરી ફિરે કહત કબીર કબીર એ રીતે મોરાર સાહેબ કહે મારી સદગુરુ સંભાળ રાખતા હતા. મોરાર સાહેબ કહે છે રવિસાહેબ પાસે તો હું એક રજકણ સમાન છું. તેમના ચરણ નો દાસ છું.

મોરાર સાહેબ ની વાણી માં ઘણી જગ્યાએ મીરાબાઈની છાંટ જોવા મળે છે. અમુક પદોમાં દાસને બદલે દાસી તરીકે પોતે ઉલ્લેખ કર્યો છે.

થોડા પદની શરૂઆતની કડીઓ જોઈએ :

( ૧ ) મારું ચિતડું ચોરાયેલ રે મારું મનડું વિંધાયેલ રે કોડીલા વર કાન સે,

હરિ વિના મારે વાઘેલ વેદને વૈરાગ્ય રે ઓધવ વાત કેને કૈયે રે.

( ૨ ) ઓધાજી અરજ હમારી રે મોહન મુખે કેજો તલખે વ્રજ કેરી નારી રે

જે દિન માધવ મથુરા પધાર્યા રે મારેલ કલેજા કટારી રે.

મોરાર સાહેબ એ સુંદર આરતી ની ભેટ આપેલ છે. તે ટૂંકમાં નીચે મુજબ છે :

“ અજબ આરતી અખંડ ધૂન ગાજે નૂર તખ્ત પર સદગુરુ છાજે

પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પુરા ઝલમલ જલ કે વરસે નૂર

અક્ષરાતીત અજીત અવિનાશી સબ ઘટ મેં પુરાણ પ્રકાશિ

અખંડ આદિત ઉદ્યોત ઉજાલા સ્વયં પ્રકાશ સોહમ બ્રહ્મ સારા

ભાણ હી બ્રહ્મ સોહમ સુખ સારા રવિ ગુરૂ રમતા રામ કબીરા

મૂર્તિ મનોહર મંગળકારી દાસ મોરાર જન જાય બલિહારી.

મહા યોગી મોરાર સાહેબ ને મારા કોટી કોટી વંદન.

– લાખાભાઇ એમ. ભટ્ટી (અમરેલી)

(સાભાર પરેશ વાવલીયા, અમર કથાઓ ગ્રુપ)