મોરબીની સેનામાં હાથી તરીકે ઓળખાતા ખોખરાળા ગામના મહાપરાક્રમી આહિર હમીર ડાંગરની સ્ટોરી.

0
690

‘દરવાન, ગઢનો દરવાજો ઝટ ખોલ; થોડીક ઉતાવળ કર ભાઇ !’ મા રતે ઘોડે આવેલા મોરબીના સૈ નિકે હાંફતા અવાજે કહ્યું .

શિયાળાની ચાંદનીરાતના આછા અંજવાળે જાણે રાજ માથે કોઇ મોટું સંકટ આવી પડેલ હોય, તેમ રાજના ખેપીયાને ગભરાયેલો જોઇ ગઢના રખેવાળોએ ફટાક કરતા દરવાજો ખોલી સૈ નિકને ગઢમાં લેતા જ તેણે મા રતે ઘોડે દિવાન જીવા મહેતાની હવેલીએ પહોંચી ડેલી ખખડાવી હતી.

ડેલી ખૂલતા જ દિવાને પોતાના અંગરક્ષકોને દૂર કરી આંગતૂકને પોતાની કોઠીમાં લીધો હતો.

‘ભીમા, કેમ અડધી રાતે મોરબી માથે લીધું?’

‘દિવાન સાહેબ, ગજબ થઇ ગયો, મોરબીના ધણી અલિયોજી સાથે દગો થયો !’

‘શું , વાત કરે છે? મોરબીના ધણી સાથે દગો ! કોણ છે દગાખોર?’ દિવાને કાંપતા અવાજે પુછ્યું.

અને ભીમાએ મોરબીના રાજા અલિયોજી દ્વારકાધીશના દર્શન કરી પાછા ફરતા, પડધરીના ગરાસદાર હાલોજીએ મોરબીના ધણીને દરબારગઢમાં ભાવભર્યા આમંત્રણ આપી તેને દગાથીમા **રી નાંખ્યાની માંડીને વાત કરી હતી.

દિવાન જીવા મહેતાએ પળનોય વિલંબ વગર રાજમાતાને જગાડી, ઉગતા પહોરે અલિયોજીના કુંવર રવાજીને રાજતિલક કરાવી રાજા જાહેર કરતા રવાજીએ બાપના મા રતલને મા ર્યાપહેલા સિંહાસન પર નહિં બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી.

પ્રજાવત્સલ રાજાનીહ તયા થી મોરબી રાજમાં શરૂ થયેલ હાહાકાર અને રાજા રવાજીની પ્રતિજ્ઞા સાંભળી જીવા મહેતા રાજની સેનાને પડધરી તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો હતો.

અને દિવાન જીવા મહેતાના ભાઇ દેવાજીની આગેવાની નીચે આહીર , મતવા , બ્લોચ, સિંધીઓ સાથેની વિશાળ સેનાએ પડધરીના કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો .

મોરબીની સેનાએ ચંદન ઘોના સહારે કિલ્લાના કાંગરેથી ગઢમાં પ્રવેશી દરવાજાઓ ખોલતા ત્રીજે દિવસે મોરબીની સેના પડધરીની બજારમાં પ્રવેશી હતી.

મોરબીની સેનાને પડધરી નગરમાં પ્રવેશેલી જોઇ ગરાસદાર હાલાજી ભયનો માર્યો ધ્રુજી ઉઠતા દરબારગઢના દરવાજાઓ બંધ કરતો મો તની બીકે દરબારગઢમાં ભરાયો હતો.

દરબારગઢની મજબુત દિવાલો અને તોતીંગ દરવાજાઓ સામે અઠવાડીયાથી નિરાશ બેઠેલા રવાજી ઠાકોરને જોઇ દિવાન જીવા મહેતા પણ મુંઝાણા હતા.

દગાબાજ હાલોજીને દરબારગઢમાંથી બહાર કાઢવો કે દરબારગઢમાં જઇ મા **રવો એ મોરબીની વિશાળ સેના માટે બહુ જ મુશ્કેલ કામ હતું .

વળી પાછો મોરબીની સેનામાં હાથી ન હોય હાથી વગર અસંખ્ય અણીદાર લાંબા ખીલા મારેલા મજબુત દરબારગઢના દરવાજા તોડવા લગભગ અશક્ય
હતા.

ત્યારે રવાજી પિતૃ હ **તયારાને વિવશતાથી વિશાળ દિવાલો પાછળ નિરાશ વદને જોઇ રહ્યા હતા.

પોતાના રાજાનો દુ:ખી ચહેરો જોઇ દુ:ખી થતા મોરબીની સેનામાં હાથી તરીકે ઓળખાતા ખોખરાળા ગામના મહાપરાક્રમી સ્વા હમીર ડાંગર રાજા રવાજી સામે હાજર થયા હતા. પાંચ હાથ પુરા, પાડાની કાંધ જેવી ડોક, વિશાળ ભુજાઓ, વજ્ર જેવી છાતી, મોટી મોટી આંખો, નાગની ફેણ જેવા થોભીયાવાળી મૂછો, આંટીયાળી પાધડી, કમરે લટકતી તર વાર , પીઠે શોભતી ઢા લ, હાથમાં અધમણનો ભા લો, પગમાં પાંચ પાંચ શેરના જોડા સાથે દુશ્મનોના લો હીથી કંકુવર્ણા થયેલા ક્ડીયા અને ઘેરદાર ચોરણામાં શોભતા ભીમકાય હમીર ડાંગર સામે નજર માંડતા જ રવાજી ઠાકોર રાજી થયા હતા.

‘ બાપુ , આમ નિરાશ થાવ એ અમને ગમતી વાત નથી !’

‘ ભાઇ , હમીર તું જાણશ કે આ દરબારગઢના દરવાજા તોડ્યા વગર દગાબાજ હાલોજીને મારવો સંભવ નથી ! અને એ દરવાજો હાથી વગર તૂટે એમ નથી એ સૌ જાણે છે. ’

‘ બાપુ , મોરબીની સેનામાં હાથી નથી એમ કહી મારૂ અપમાન ન કરો; આખો મલક મને હમીર હાથીના નામે ઓળખે છે , અને તમે આપણી સેનામાં હાથી નથી એમ કહો એ ખોટુ છે?’

‘ હા, ભાઇ તારી વાત તો સાચી છે, તું તો મોરબીનો હાથી છો હાથી ! એમાં બેમત નથી. ’

‘ તો, ચિંતા છોડો બાપુ અને હમીર હાથીને આશીર્વાદ આપો , અને પછી જુઓ હમીર હાથીની કમાલ !’ રાજા રવાજીએ હમીર ડાંગરની વાત સાંભળી ઉત્સાહથી ઉભા થઇ તેને હેતથી બથમાં લીધો હતો.

હમીર ડાંગરે એકલા હાથે પડધરી દરબારગઢના કમાડો તોડવાનો પડકાર ઝીલતા રણશૂરા ઢોલીઓએ બુંગીયા ઢોલ પર દાંડી પાડતા ધ્રીક … ધ્રીક … ધ્રીજાંગ… ધ્રીજાંગ… ધ્રીજાંગ … સાથે ત્રાંસા, નગારા અને રણશીંગાઓ ગર્જી ઉઠતા શરણાઇઓમાંથી મારૂ રાગો રેલાવા લાગ્યા હતા. હમીર ડાંગરે શરીરે ભીના ગોદડા વિંટાળી , માથે મજબૂત કાંસાની ત્રાંસળી ઉપર આંટીયાળી પાઘડી બાંધી મોરબીના ધણીના કસુંબાની અંજલી લઇ દરવાજા તરફ પગ માંડતા જ જય મુરલીધર , જય મોમાઇમાના જયનાદો સાથે રીડીયારમણ અને ઢોલ નગારાના સૂરો વચ્ચે નપુંસકો પણ બેઠા થઇ તેવા માહોલને ભાટ ચારણોના શૌર્યગીતોએ વધુ ઉત્તેજક બનાવ્યા હતા.

ઉંચી દિવાલોના કાંગરે સ ળગતા કાકડાઓ, મોટા મોટા પત્થરો , ઉકળતા તેલની કડાઇઓ , ભા લા અને તી ર કા મઠા લઇને દરબારગઢની રક્ષા કરતા સૈ નિકોએ ભીમકાય હમીર ડાંગરને તોતીંગ કમાડો તરફ આગળ વધતો જોઇ તેના પર સ ળગતા કાકડાઓ, પથ્થરાઓ, ભા લાઓ અને તી રોનો વરસાદ વરસાવતા હાથી સમાન હમીર ડાંગર મકકમતાથી આગળ વધતા ગઢના રક્ષકો ઉ કળતા તેલની કડાઇઓ તેના પર રેડવા મંડ્યા હતા. પરંતુ અનેક અવરોધોની અવગણના કરતા હમીર ડાંગરે દરવાજાની પાસે જઇ એક નજરે દરવાજાને નીહાળી લાગ જોતા જ થોડાક નીચા નમી પોતાનો ખંભો દરવાજામાં ભરાવી જ લોખંડના મીજાગરાઓ સાથે તોતીંગ કમાડો કુડુડુભૂસ થતા જમીન પર તૂટી પડ્યા હતા.

દરબારગઢનો દરવાજો તૂટતા જ મોરબીના કટક સાથે રવાજી ઠાકોર દરબારગઢમાં ધુસી જતા કોઠીમાં છુપાયેલ હાલાજીને તર વારની અણીએ કોઠી બહાર કાઢીમો તને ઘાટ ઉતાર્યો હતો. હાલોજીને મા રી છાવણીમાં પાછા ફરતા રવાજીએ ગંભીર રીતે ઘાયલ થયેલા જવાં મર્દ સિપાઇનું માથું ખોળામાં લેતા સ્વામી ભકત હમીર હાથીએ રવાજીની નજર સાથે નજર મેળવતા સંતોષનો છેલ્લો શ્વાસ લેતા મોરબીનો રાજા ચોધાર આંસુએ રડી પડયો હતો.

રાજા રવાજીએ પોતાના આ મહાન આહીર સેનાની હમીર ડાંગર ની યાદમાં મોરબીના ચોકમાં સોળ સ્તંભનું સુંદર કોતરણીવાળું સ્મારક બનાવી શ્રદ્ધાંજલી આપી.

– સાભાર નિલેશ ભેંસાણિયા (અમર કથાઓ ગ્રુપ)