સાસુ-સસરા ઘરના બગીચામાં સાથે બેસીને સમય પસાર કરતા એ વહુની આંખમાં ખૂંચતું, પછી તેણીએ જે કર્યું તે … 

0
676

વહુ પોતાની માઁ ને કહે છે, શું કહું મમ્મી, આજકાલ તો વાસી કઢીમાં પણ ઉભરો આવવા લાગ્યો છે. જ્યારથી સસરા રીટાયર થયા છે, બંને પીચરના હોરો અને હિરોઈનની જેમ આખો દિવસ પોતાના બગીચામાં જ હિંચકા ઉપર વિરાજમાન રહે છે. ના તો પોતાના સફેદ વાળની શરમ છે, ના તો દીકરા અને વહુની આ ઉંમરમાં કોઈ શરમ. બંને મારી અને નવીનની બરાબરી કરી રહ્યા છે. સારું ત્યારે માઁ હું તમને પછી વાત કરું છું. કદાચ સાસુ આવી રહ્યા છે.

સાસુ એ વહુની વાતો રૂમ બહાર જ સાંભળી લીધી હતી. પણ ધ્યાન ના આપતા ધીરેથી પોતાની વહુ સોનમને ચા આપી દીધી.

સાસુ વહુ સોનમને ચા આપીને પછી પતિદેવ અશોકજી માટે ચા લઇ જવા લાગી. આ જોઈને વહુ સોનમના ચહેરા ઉપર વ્યંગાત્મક હાસ્ય છવાઈ ગયું, પણ સાસુ માઁ સમજદારી બતાવતા વહુની આ સહન ના કરી શકાય એવી હરકતને પણ નજર અંદાજ કરતા માથું નીચું કરીને ત્યાંથી નીકળી ગઈ.

પતિના રીટાયર થયા પછી કેટલાક દિવસથી તેમની આજ દિનચર્યા થઈ ગઈ હતી. આજકાલ સાસુ માઁ પ્રભાજી પોતાના પતિદેવ અશોકજીને તેમની ઈચ્છા પ્રમાણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને પોતાના ઘરના સૌથી સુંદર ભાગમાં પોતાના પતિદેવ સાથે હિંચકામાં બેસીને તેમને કંપની આપી રહ્યા હતા. આ હિંચકો મકાનના ખાલી ભાગમાં લાગેલો હતો. જેની ચારે બાજુ બગીચો હતો. પ્રભાજીએ તેમની આખી ઉંમર તો બાળકો માટે લગાવી દીધી હતી.

બે માળનું કોઠી જેવા આકારનું તેમનું ઘર. તે આશોક અને પ્રભાનું આખી જિંદગીનું સપનું હતું, જે તેમણે ઘણી મહેનત પછી સાકાર કર્યું. ઘરનો બગીચો 20 બાય 20 ગજની કાચી જગ્યાએ હતો. આ ખરેખર તો પ્રભાના સપનાનો બગીચો. અહીં જાતજાતના વેલા, કેટલાય પ્રકારના છોડ, પારિજાતનું ઘટાદાર વૃક્ષ, અને નાનું એવું તળાવ હતું, જેમાં કમળના ફૂલ ખીલતા રહેતા. શિયાળામાં તો રંગબેરંગી ફૂલો સૂરજમુખી, ગુલાબ અને બધી કિચન ગાર્ડનની શાકભાજી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી હતી.

બગીચામાં કોથમીર, ફુદીનો, મેથી બહાર રહેતી. જાતા જાતના ફૂલોની સુગંધથી આખું ઘર, અશોકજી અને પત્ની પ્રભા સકારાત્મક ઉર્જાથી હંમેશા તરબતર રહેતા. આવા મન મોહિલે એવા વાતાવરણમાં ત્યાં લાગેલો હિંચકો મનને અસીમિત શાંતિ આપતો હતો. અહીંનું વાતાવરણ એટલું સુખદ અને શાંતિમય હતું કે કોઈપણ ત્યાં બેસતું તો તેમનું ઉભું થવાનું મન થતું નહી. શિયાળામાં ત્યાં જ બખડીયામાં આગ સળગતી અને શેકેલા બટાટા, શક્કરિયાની મજા લેવામાં આવતી અને વરસાદમાં સળગતા કોલસામાં શેકેલી મક્કાઈનો આનંદ લેવામાં આવતો.

પહેલા તે અને અશોક આ મન મોહી લે એવી જગ્યાએ ઘણું ઓછું બેસતા હતા. પ્રભાનું મન ના હોય તો અશોક ઘણા જિંદાદિલ શબ્દોમાં કહેતા, “પાર્ટનર, રિટાયરમેન્ટ થયા પછી બંને આ હિંચકા ઉપર સાથે બેસીશું અને ખાવાનું પણ સાથે જ ખાઈશું. તમારી બધી ફરિયાદ હું દૂર કરી નાખીશ. હમણાં તો આપણે બાળકો માટે જીવવાનું છે.”

બાળકોના કૈરિયર ઉપર ઘણું બધું બલિદાન કરવું પડ્યું. પણ હવે દીકરો સારી નોકરીમાં છે અને દીકરી પણ પોતાના સાસરે પહોંચી ચુકી છે.

રિટાયરમેન્ટ પછી ઘરમાં થોડી રોનક લાગવા લાગી છે. અશોકજીને પણ ઘરમાં રહેવું સારું લાગી રહ્યું હતું. પહેલા તો મોટા પદ ઉપર હતા એટલે ક્યારે પણ તેમના પગ ઘરમાં ટકતા જ નોહતા. ગામથી આવીને શહેરમાં વસવાટ કરવો સહેલો નોહ્તો. પરંતુ કેમ કરીને ચાર સો ગજ જમીન કરી લીધી. સહધર્મિણી પ્રભાજી પણ સહિયોગી સ્ત્રી હતી. એટલે લક્ષ વધુ સરળ થઇ ગયું. હવે પતિ-પત્ની બંને આરામનો સમય ભેગો કરી લેવા માંગતા હતા. પરંતુ તેમની વહુ સોનમ પોતાના પતિ નવીનને તેના માતાપિતા માટે ટોણા સંભળાવવાની એકપણ તક ચૂકતી નોહતી.

તેણે તે ખૂણાના બગીચાથી છુટકારો મેળવવા માટે નવીનને એક રસ્તો સૂચવતા કહ્યું, “આપણે મોટી કાર કેમ ના ખરીદી લઈએ… નવીન.” “વિચાર તો સારો છે પણ મુકીશું ક્યાં? ઘરમાં એક જ કાર મુકવા માટેની જગ્યા છે.” નવીન થોડા ચિંતા વાળા અવાજે બોલ્યો.

“જગ્યા તો છે ને, તમારો પેલો ગાર્ડન… જ્યાં આજકાલ બે લવ બર્ડ્સ બેસે છે.” સોનમ વ્યંગ કરતા શબ્દોમાં બોલી. “જરા માપમાં વાત કર.” નવીન ગુસ્સે થઈને બોલ્યો. છતાં પણ સોનમે પોતાના પતિને પાપ્પા સાથે વાત કરવા મનાવી લીધો.

પછીના દિવસે નવીન કેટલીક કારના ફોટા લઈને સાંજે પોતાના પિતા પાસે ગયો અને બોલ્યો, “પપ્પા, હું અને સોનમ એક મોટી ગાડી વસાવવા માંગીએ છીએ.” “પણ દીકરા એક ગાડી તો ઘરમાં પહેલેથી જ છે. ને પાછા એ નવી ગાડીને મુકીશું પણ ક્યાં?” અશોકજીએ પ્રશ્ન કર્યો.

“આ જે બગીચો છે, ત્યાં ગેરેજ બનાવી લઈશું. એમ પણ સોનમથી તેની દેખરેખ થઇ શકે એમ નથી અને મમ્મી ક્યાં સુધી દેખરેખ રાખશે? આ ઝાડ પાનને કાપી નાખવું જ બરાબર રહેશે. અને એમ પણ આ બધા મૂળિયાં મજબૂત ઘરની દીવાલને નબળા કરી રહ્યા છે.”

આ સાંભળીને પ્રભા તો ત્યાં જ ખુરશી ઉપર માંથુ પકડીને બેસી ગઈ. અશોકજીએ ક્રોધને કાબુમાં રાખતા કહ્યું, મને પણ તારી માં સાથે વાત કરીને વિચારવા માટે થોડો સમય આપ. શું પપ્પા…  મમ્મીને શું પૂછવાનું… એમ પણ આ જગ્યાનો ઉપયોગ પણ શું છે? નવીન થોડો ચિડાઈને બોલ્યો.

તમે બંને આખો દિવસ કંઈપણ સમજ્યા વિચાર્યા વગર, ચાર લોકોની શરમ રાખ્યા વગર સાથે બેસી રહો છો. હવે તમે બંને કોઈ બાળકો તો રહ્યા નથી. પરંતુ તમે બંને જણાએ આખો દિવસ હિંચકા ઉપર બેસી રહેવાનો રિવાજ બનાવી નાખ્યો છે અને એ પણ નથી વિચારતા કે ચાર લોકો કહેશે શું? આ ઉંમરમાં તમે મમ્મી સાથે બેસવાની જગ્યાએ તમે તમારા ઉંમરના લોકો સાથે બેસશો, તો સારા લાગશો નહિ કે આ રીતે. અને તે સળસળાટ અંદર ચાલ્યો ગયો. અંદર સોનમનો ગણગણાટ પણ ચાલુ હતો.

અશોકજી કડવી વાસ્તવિકતાનો અનુભવ કરી રહ્યા હતા. આજ પહેલા જયારે પણ પત્નીએ પોતાના મનની વાત કરી, તો અશોકજીએ તેમને જ લેટ ગો કરવાની સલાહ આપી. પણ આજની વાતને લઈને તેમની સાથે પ્રભાજી પણ સુન્ન થઈ ગયા. પોતાના દીકરાના મુખેથી આવી વાતો સાંભળીને તેમનું હૃદય ભરાઈ ગયું અને તૂટી પણ ગયું હતું.

રિટાયરમેન્ટને હજી તો થોડો સમય જ થયો હતો જે આરામદાયક પસાર થયો હતો. પહેલાનું જીવન તો ભાગંભાગમાં પસાર થઇ ગયું, બાળકો માટે સુખ અને સુવિધા ઉભી કરવામાં. નવીન અને સોનમે એ સાંજે ખાવાનું બહારથી ઓડર કરી દીધું. પ્રભાથી તો ના તો ખાવાનું ખવાયું, ના તો તેમને ઊંઘ આવી. ઊંઘ તો અશોકને પણ નોહતી આવી રહી, અને તે પ્રભાની મનોદશા પણ સમજી શકતા હતા. અશોકજી આખી રાત પડખા ફેરવતા રહ્યા, કૈક વિચારી રહ્યા, કૈક સમજી રહ્યા અને કેટલીક યોજના બનાવતા રહ્યા. પરંતુ સવારે જયારે તે ઉભા થાય ત્યારે ઘણા શાંત અને પ્રસન્ન હતા.

તે રસોડામાં ગયા ને જાતે ચા બનાવી. રૂમમાં આવીને પહેલા તો સીધા પ્રભાને ઉભી કરીને ચા નો કપ પકડાવી દીધો અને બીજો જાતે પીવા લાગ્યા. તમે શું વિચાર્યું? પ્રભાએ ઘણા રોતલ અવાજે પૂછ્યું. હું બધું ઠીક કરી દઈશ બસ તું થોડી ધીરજ રાખ, અશોકજી બોલ્યા. પણ હદ કરતા વધુ નિરાશ પ્રભા તે દિવસે છોડને પાણી આપવા પણ ના નીકળી અને ના તો કોઈની સાથે કઈ વાત કરી.

આખો દિવસ બધું સામાન્ય રહ્યું, પરંતુ સાંજે પોતાના ઘરની બહાર To Let નું બોર્ડ લટકાવેલું જોઈને નવીને હળબડીમાં અશોકજીને પ્રશ્ન કર્યો, “પાપ્પા માની લીધું કે ઘર મોટું છે પણ આ To Let નું બોર્ડ શા માટે?” આવતા મહિને મારા સ્ટાફના મિસ્ટર ગુપ્તા રીટાયર થઇ રહ્યા છે, તે આ જ ઘરમાં રહેશે.” તેમણે શાંતિથી જવાબ આપ્યો.

તાજ્જુબ સાથે નવીન બોલ્યો, “પણ ક્યાં?” “તારા રૂમમાં” અશોકજીએ સામાન્ય સ્વરમાં જવાબ આપ્યો. નવીનનો સ્વર હવે ખચકાવા લાગ્યો હતો. “અને અમે લોકો?” “તને એ લાયક બનાવી દીધો છે કે બે ત્રણ મહિનામાં કોઈ ફ્લેટ જોઈ લેજે અથવા કંપનીના ફ્લેટમાં રહેવા જતો રહેજે, તારી ઉંમરના લોકો સાથે.”

“અશોક એક એક શબ્દ ચાવી ચાવીને બોલી રહ્યા હતા. અમે બંને પણ અમારી ઉંમરના લોકો સાથે ઊઠીશું અને બેસીશું. તારી માં ની આખી ઉંમર બધાની શરમ રાખવામાં નીકળી ગઈ. ક્યારેક ઘરડાની તો ક્યારેક બાળકોની. હવે શરમની શિખામણ તમારા બધા પાસેથી લેવાની રહી ગઈ હતી.

“પપ્પા મારો કહેવાનો અર્થ એ નોહ્તો.” નવીન માથું નમાવીને બોલ્યો. “ના દીકરા, તમારી પેઢીએ જ અમને પ્રેક્ટિકલ બનવાનો બોધ કરાવ્યો છે. જયારે અમે બંને તમને સાથે જોઈને ખુશ થઇ શકીએ છીએ, તો તમને લોકોને અમારાથી તકલીફ શું છે? આ મકાનને ઘર તારી માં એ બનાવ્યું છે, આ ઝાડ અને આ ફૂલ તારા માટે માંગેલી ના જાણે કેટલીયે બાધાઓના સાક્ષી છે. તો આ અજોડ ખૂણાને ખુંચવી લેવાનો અધિકાર હું કોઈને પણ નહી આપું.”

“પપ્પા તમે તો સિરિયસ થઇ ગયા.” નવીનનો અવાજ હવે નરમ થવા લાગ્યો હતો. “તારી માઁ એ ના જાણે કેટલા દુઃખ વેઠીને, કેટલો ત્યાગ કરીને મારો સાથ આપ્યો, આજે તેના સહકારથી મારા માંથે કોઈ દેવું નથી. એટલા માટે ફક્ત આ ખૂણો જ નહિ પણ આખું ઘર તારી માઁ નું ઋણી રહેશે. ઘર તમારા બંને કરતા પહેલા તેનું છે, કારણ કે જીભ પહેલા આવે છે નહિ કે દાંત. જયારે મંદિરમાં ભગવાન જોડમાં સારા લાગે છે, તો માં-બાપ સાથે અળખામણા કેમ લાગે છે? જિંદગી અમને પણ તો એક જ વાર મળે છે. એટલા માટે અમે અમારા હિસાબે તેને એન્જોય કરવા માંગીએ છીએ.”

નવીન શરમથી માથું નમાવીને ઉભો રહી ગયો અને તેના પિતા બગીચામાં જતા રહ્યા.