જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની જગ્યાએ બેસી રહીશું તો આ કુતરા જેવી થશે હાલત.

0
388

એક કુતરાના સતત રડવાનું કારણ જાણવા ગયેલા વ્યક્તિને મળી આ જીવન ઉપયોગી શીખ.

કોઈ એક ગામમાં એક વ્યક્તિએ નવું ઘર લીધું. ઘરની આસપાસનું વાતાવરણ ખૂબ સારું હતું, પરતું ત્યાં કૂતરાનો રડવાનો અવાજ આવતો રહેતો હતો. વ્યક્તિએ વિચાર્યું કે થોડા સમય પછી અવાજ બંધ થઈ જશે. અને તે પોતાના કામમાં લાગી ગયો.

પણ થોડા-થોડા સમયે તેનું ધ્યાન કુતરાના રડવાના અવાજ તરફ જઈ રહ્યું હતું. થોડા સમય બાદ રાત થઈ ગઈ તો તેણે વિચાર્યું કે સવારે જોઈ લઈશું કે, આ કૂતરો ક્યાં રડી રહ્યો છે. કુતરાના રડવાના અવાજને કારણે તેને રાત્રે સારી રીતે ઊંઘ આવી નહીં, અને સવારે તે જલ્દી ઉઠ્યો અને જ્યાંથી કૂતરાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો તે દિશામાં ચાલવા લાગ્યો.

તેના ઘરની નજીક આવેલા એક ઘરમાંથી જ તે અવાજ આવી રહ્યો હતો. તે વ્યક્તિ ઘરની અંદર પહોંચ્યો તો ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ બેસેલા હતા અને તેમની પાસે જ એક કૂતરો બેઠો-બેઠો રડી રહ્યો હતો. વ્યક્તિએ તે વૃદ્ધને પૂછ્યું કે, બાબા તમારો આ કૂતરો કાલનો રડી રહ્યો, તેને શું સમસ્યા છે?

વૃદ્ધે કહ્યું કે હા, મને ખબર છે. આ કૂતરો એક ખીલ્લી પર બેઠો છે. ખીલ્લી વાગવાને કારણે તેને પીડા થઈ રહી છે, આથી તે રડી રહ્યો છે.

તે વ્યક્તિએ કહ્યું, આ તો ઘણી વિચિત્ર વાત છે, જ્યારે તેને ખીલ્લીને કારણે પીડા થઈ રહી છે, તો તે ત્યાંથી ઉભો કેમ નથી થતો.

વૃદ્ધે કહ્યું કે, અત્યારે આ કુતરા માટે પીડા અસહનીય નથી થઈ, જ્યાં સુધી તે આ પીડા સહન કરી શકશે ત્યાં સુધી બેઠો રહેશે. જ્યારે તેનાથી પીડા સહન નહિ થાય ત્યારે તે પોતાની જાતે ઉઠી જશે.

શીખ : આ કિસ્સાથી એ શીખ મળે છે કે, આપણાં જીવનમાં પણ ઘણી વખત ખીલ્લીની જેમ સમસ્યાઓ આવતી રહે છે, અને આપણે તે સમસ્યાઓના હિસાબે પોતાને ઢાળવા લાગીએ છીએ, પરતું તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન નથી કરતા. અને થોડા સમય પછી તે જ સમસ્યા મોટી થઈ જાય છે, અને પછી તેનો ઉકેલ લાવવો મુશ્કેલ બની જાય છે. ફક્ત બેઠા રહેવાથી સમસ્યાનું નિવારણ થતું નથી. જેવી જ કોઈ સમસ્યા આવે તો તેનું તરત નિવારણ કરવું જોઈએ, ત્યારે જ જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.