મૃત્યુ પછી આત્મા શું કહેવા માંગે છે તે આ કવિતા દ્વારા સમજો : ઉડી ગઈ શમશાનમા મારી રાખ પણ..

0
328

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

કરી નાખ્યું સ્વજનો એ મારા નામ નુ સ્નાન

પણ હું તો કોરો ધાકડ રહ્યો.

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

મારા બેસણામાં સૌવ કોઈએ કર્યા મારા વખણા

પણ હું મારી જાતને ઢંઢોળતો રહ્યો

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો.

બાર દિવસ કર્યો ગીતા ,ને શાસ્ત્રો ના પાઠ

પણ હું તો ભટકતો જ રહ્યોં

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

કરી મારું બારમું સૌવે ખાધા અમીના ઓડકાર.

પણ હું ભુખ્યો ટળવળતો જ રહ્યાં

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

3 વર્ષે કરી મારૂ શ્રદ્ધ કાગા ને ધર્યો કોળીયો.

કોણ જાણે કોના નામે કોણ ખાઈ .

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

થય ગયો હું ફોટાફ્રેમ મા ફીટ દિવાલ પર લટકી ગયો

યાદો ના વમળમાં હું વહી ગયો .

ઉડી ગય શમશાન મા મારી રાખ પણ હું સળગતો રહ્યો

સાભાર ડિટેક્ટિવ જેક (અમર કથાઓ ગ્રુપ)