જૂનાગઢમાં આવેલી રહસ્યમય મુચકુંદ ગુફા જયાં છુપાયેલો છે ભગવાન રણછોડ શ્રીકૃષ્ણ, મહારાજા મુચકુંદ અને અજેય કાલયવન રાક્ષસના વ ધનો ભેદ.
સંતો અને શૂરા ની ભૂમિ એટલે રૂડું સોરઠ. એ સોરઠ નું અતી પૌરાણીક નગર એવું જુનાણું એટલે જૂનાગઢ અને જૂનાગઢ ને યાદ કરતા જ યાદ આવે, માં અંબા અને ભગવાન ગુરૂદત્ત જેના શિખરો શોભાવી રહ્યા છે એવો ગરવો ગઢ ગિરનાર. તેની સામે ગૂગળ માં લોબાન ભળી રહ્યો હોય તેવી પ્રતિતિ કરાવતો ગરવો દાતાર જેના શિખર પર બિરાજે છે જમિયલશા પીર દાતાર.
હિંદુ ધર્મની શૈવ, શાક્ત અને વૈશ્ર્ણવ પરંપરા તેમજ ઇસ્લામ અને જૈન ધર્મ ના સંગમ સમી આ સોરઠી ધરા પોતાના માં કંઇક રહસ્યો સમાવીને બેઠી છે. જેમાંની એક કથા છે આ મુચકુંદ ગુફાની કે જ્યાં યાદવેન્દ્ર ભગવાન શ્રી ક્રૃષ્ણએ પોતાના અજોડ બુધ્ધિ-ચાતુર્ય થી અજેય કાલયવન રાક્ષસ ને અપાવ્યું હતું નિર્વાણ અને મહારાજા મુચકુંદ ને આપ્યું હતું ભક્તિ નુ વરદાન.
કથા આ પ્રમાણે છે. ઋષિ શેશિરાયણ ત્રિગત રાજ્ય ના કુલગુરૂ હતા અને તેઓ એક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેથી તેમને 12 વર્ષ બ્રહ્મચર્ય નું પાલન કરવાનું હતું. કોઇ એ તેમને નપુંષક છો એવુ કેહતા તેમને લાગી આવ્યુ અને તેમણે ભગવાન મહાદેવ ની તપસ્યા કરી અને મહાદેવ પ્રસન્ન થતા તેમણે મહાદેવ પાસે એક એવા પુત્ર નું વરદાન માંગ્યું કે જે અજેય હોય, કોઇ તેને હરાવી ના શકે અને બધા શ સત્રો તેની સામે નિસ્તેજ થઇ જાય જેથી કોઇ તેનો સામનો ના કરી શકે. ભગવાન મહાદેવ એ તથાસ્તુ કહ્યું અને અપ્સરા રંભા થી ઋષિ શેશિરાયણ ને એક બાળક નો જન્મ થયો.
યવન રાજ્ય ના મહારાજ કાલજંગ ને કોઇ સંતાન ન હોવાથી તેમણે ઋષિ શેશિરાયણ પાસે આ બાળક ની માંગણી કરી અને ઋષિ શેશિરાયણ એ આ બાળક તેમને આપી દિધું અને ત્યાર થી આ બાળક નું નામ પડ્યું કાલયવન અને તે યવન રાજ્ય નો રાજા બન્યો.
મહાદેવ ના વરદાન થી સુરક્ષિત અજેય કાલયવન ને કોઇ હરાવી નહોતું શક્તું જેથી તેની અનિષ્ટતા અને દુ રાચાર વધતો જતો હતો. એક વાર કાલયવને નારદજી ને પુછ્યું કે તે કોની સાથે યુ ધકરે જે પોતાના સમાન વીર હોય. ત્યારે નારદજી એ કાલયવન ને યદુકુળમણિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુ ધકરવાનું કહી તેનો અંત નિશ્ર્ચિત કરી દીધો. અને નારદ્જી એ ભગવાન મધુસુદન નો પરિચય પણ કાલયવન ને આપ્યો કે ભગવાન કેવા લાગતા હશે.
મથુરા પર ચડાઇ કરતી વખતે શૈલ્ય એ જરાસંધ ને કાલયવન ને પણયુ ધમાં શામેલ કરવા કહ્યું અને કાલયવન માની ગયો અને જરાસંધ ની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી અને મથુરા ને ઘેરી લીધી. કાલયવન એ મથુરા નરેશ પર સંદેશ મોકલાવ્યો અને એક દિવસ ની મુદત આપી. ભગવાન કૃષ્ણ એ પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ એક શરત રાખી કે યુ ધકાલયવન અને પોતાની વચ્ચે જ થવું જોઇએ. આટલી મોટી સેનાઓ ને શું કામ લડાવવી. આ સાંભળી કાલયવન હસવા લાગ્યો પરંતું તેને એ ખબર નહોતી કે હવે તેનો અંત નજીક છે. કાલયવને કોઇ દિવસ ભગવાન કૃષ્ણ ને જોયેલા નહી પણ તેને નારદજી આપેલો પરિચય યાદ હતો.
જેવું યુ ધશરૂ થયું અને કૃષ્ણજી મથુરામાંથી બહાર આવ્યા કે તરત જ કાલયવન એ જોયું કે જેવું નારદજી એ કહ્યું હતું એ પ્રમાણે વર્ણ શ્યામ પણ સુંદર હતો, મસ્તક પર મોરપિંછ લહેરાતું હતું, તેજોમય લલાટ પર શોભી રહેલું ચંદ્રવંશી તિલક અને તાજાં તાજાં ખિલેલા કમળ સમાન નેત્રો, તેમના મુખારવિંદ પર રમી રહેલું એ ત્રિભુવનવિમોહીત સ્મિત સૌને દંગ કરી રહ્યું હતું.
સિંહ સમાન છાતી પર કૌસ્તુભમણી અને સ્ફટિક માળા લહેરાય રહી હતી અને વક્ષઃસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન શોભાય રહ્યું હતું. એ કસાયેલા ખભા ઉપર પિતાંબર ચળકી રહ્યું હતું અને સાવજ સમા ડગલાં માંડતા ભગવાન ને જોઇ ને કાલયવન ઓળખી ગયો કે આજ વાસુદેવ છે. તેમના હાથ માં કોઇ શ સત્ર ન હોવાથી કાલયવન એ પણ નિર્ણય કર્યો કે પોતે પણ તેની સાથે શ સત્ર વગર જ યુ ધકરશે. જેવો કાલયવન શ્રીકૃષ્ણ સામે યુ ધકરવા માટે દોડ્યો કે ભગવાન પોતાની પીઠ દેખાડી ને ભાગવા લાગ્યા. બધા અચરજ પામી ગયા કે શ્રીકૃષ્ણ આવી રીતે પીઠ દેખાડી ને ભાગે અને આથી જ તેમનુ નામ “રણછોડ” પડ્યું.
ભગવાન રણછોડ આગળ ભાગી રહ્યા છે અને કાલયવન પાછળ પાછળ છે તેને એવુ લાગી રહ્યુ છે કે હમણાં પકડ્યો હમણાં પકડ્યો પણ જે સમસ્ત બ્રહ્માંડ માં વ્યાપ્ત છે એ તુચ્છ કાલયવન ના હાથ માં કેમ આવે! કાલયવન પોતાના પાછલા જન્મ મા કરેલા પુણ્યો ના કારણે ભગવાન થી બચી રહ્યો હતો. આથી ભગવાન તેમની પીઠ દેખાડી ભગવાન ની પીઠ ના દર્શન કરવાથી કાલયવન ના પુણ્યો સમાપ્ત થવા લાગ્યા.
ભગવાન શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા રેવતાચલ પર્વત ની એક ગુફા માં પ્રવેશ્યા. તેમની પાછળ પાછળ કાલયવન પણ એ ગુફા મા પ્રવેશ્યો. ભગવાન કૃષ્ણ ગુફા માં છુપાઇ ગયા એટલે કાલયવન ને કોઇ દેખાયુ નહી પણ કોઇ પિતાંબર ઓઢી ને ત્યાં સુતું હતું એ નજરે પડ્યું. તેને કૃષ્ણ સમજીએ વિચારમાં પડી ગયો કે મને આટલો દોડવીને આ કૃષ્ણ અહિયાં આરામ કરે છે. તેણે એ સુતેલા પુરૂષ ને લા **ત મા રીઅને વર્ષો થી નિંદ્રાધીન એ વ્યક્તિએ જ્યાં ઉઠી ને કાલયવન ની સામે જોયું ત્યાં જ તેના સ **રી રમાં પ્રચંડ આગ સળગી ઉઠી.
થોડી જ ક્ષણોમાં કાલયવનબ ળીને ભસ્મ થઇ ગયો. ભગવાન કૃષ્ણ આ દ્રશ્ય ગુફામાં છુપાઇને જોઇ રહ્યા હતા. વર્ષો થી આ ગુફામાં નિંદ્રા કરી રહ્યા હતા મહારાજા મુચકુંદ અને તેમની દ્રષ્ટિ માત્ર થી અજેય કાલયવન રાક્ષસ ના ભસ્મ થઇ જવા પાછળ નું કારણ હતું દેવરાજ ઇંદ્ર તરફ થી તેમને મળેલુ વરદાન. આવો જાણીએ મહારાજા મુચકુંદ ની કથા.
મહારાજ મુચકુંદ ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતા ના પુત્ર હતા અને ભગવાન રામચન્દ્ર ના તેઓ પુર્વજ હતા. દેવતાઓ પણ રાક્ષસો સામે યુ ધકરવા માટે મહાપરાક્રમી અને સંગ્રામવિજયી મહારાજ મુચકુંદની સહાય લેતા. એક વાર રાક્ષસોથી ભયભીત થઇ ને દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને રાક્ષસો સામે યુ ધમાં સહાય કરવા પ્રાર્થના કરી.
મહારાજ મુચકુંદ દેવતાઓ સાથે રાક્ષસો સામે યુ ધકરવા લાગ્યા. આ યુ ધસદી ઓ સુધી ચાલ્યું, ત્યારબાદ કાર્તિકેયના રૂપ માં એક સમર્થ સેનાપતી મળવાથી દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને અરજ કરી કે હે! મહારાજ આપ સદીઓથી અહીં યુ **ધમાં સહાય કરી રહ્યા છો આપ નું કુટુંબ પણ કાળના પ્રભાવ માં નષ્ટ થઇ ચુક્યુ હશે આપ હવે વિદાય લો. દેવરાજ ઇંદ્રએ મહારાજ મુચકુંદ ને કહ્યુ કે માંગો મહારાજ આપ ને શું ઇચ્છા છે? બસ એક મોક્ષ નહી માંગતા કેમકે એ તો માત્ર ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ જ આપી શકે.
મહારાજ મુચકુંદ આ યુ ધદરમિયાન એક ક્ષણ પણ ઉંઘ્યા ન હતા, તેથી તેમણે દેવરાજ ઇંદ્ર પાસે માંગ્યું કે હું હવે આરામ કરવા માંગુ છુ આપ મને નિંદ્રાનું વરદાન આપો. ઇંદ્રદેવ એ તથાસ્તુ કહ્યુ અને એ પણ કહ્યુ કે જે કોઇ મૂર્ખ આપને આપની નિંદ્રામાંથી જગાડશે તેના પર આપની દ્રષ્ટિ પડતા જ એ બ ળી ને ભસ્મ થઇ જશે. ત્યારબાદ મહારાજ મુચકુંદ એક ગુફામાં આવી અને નિંદ્રાધીન થયા.
આ વરદાન વિશે શ્રી કૃષ્ણ જાણતા હતા તેથી જ તેઓ યુ ધમાંથી ભાગ્યા અને જે ગુફા માં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફામાં જઇ મુચકુંદ ને પોતાનું પિતાંબર ઓઢાડી દિધુ જેથી કાલયવન મહારાજ મુચકુંદ ને જગાડે અને તેમની દ્રષ્ટિ પડતા કાલયવનબ ળીને ભ સ મ થઇ જાય. મહારાજ મુચકુંદ એ જગી ને જોયું તો કાલયવન ભ સમ થઇ ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ ના તેજ થી આખી ગુફા જળહળી રહી હતી. તેઓ થોડા સમય સુધી ભગવાન ને ઓળખી ના શક્યા પણ પછી જાણ થતાં જ તેઓ ભાવવિભોર થઇ ભગવાન ને વંદન કરવા લાગ્યા.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ તેમને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે તે પરમ બુદ્ધિમાન મહારાજ મુચકુંદે ભગવાનની શરણ માંગી. ત્યારે યદુકુળશિરોમણી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે! રાજન આપ આપના મનોભાવો અને મન ને મને સમર્પિત કરી દો. આપે જે પાપ કર્યા તેને મારા નામ સ્મરણ થી નાશ કરો અને આપ આવતા જન્મમાં એક બ્રાહ્મણ થઇ ને જન્મ લેશો ત્યારે આપને ભક્તિ થી ફરી વાર મારા દર્શન પ્રાપ્ત થશે. એમ કહેવાય છે બીજા જન્મ માં મહારાજ મુચકુંદ નરસિંહ મહેતા થઇ ને જન્મ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢ આવ્યા હતા.
આ રેવાતાચલ પર્વત એટલે ગિરનારની ગુફા જ્યાં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફા આજે પણ વર્તમાન છે. જુનાગઢ શહેર થી ભવનાથ તરફ જતા જ્યાં દામોદર કુંડ આવેલો છે ત્યાં દામોદર ભગવાન માધવરાય ના મંદીર થી જમણી બાજુ તરફ સાવ નજીક ના અંતરે આ રહસ્યમય તેમજ રસમય ગુફા આવેલી છે. આ ઐતિહાસીક અને પૌરાણિક ગુફા ના દર્શન કરવા એક લ્હાવો છે.
સોરઠ ની ધરા માટે એમ કહી શકાય કે દરેક પથ્થર ઉંચકાવીએ તો એક કથા આપણ ને મળી આવે. આપણા આ અમુલ્ય ધાર્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ તો છે. આ વારસા ને જાણી ને આપણે ગર્વ અનુભવવો જ રહ્યો. આ કથા ઓ માત્ર આપણા સૌરાષ્ટ્ર માં આપણા ગુજરાત માં કે આપણા ભારત માં જ સંભવી શકે એમા કોઇ બે મત નથી.
– સાભાર અનિરુદ્ધ પંડ્યા (અમર કથાઓ ગ્રુપ)