મુજ વીતી પણ તુજ પર નહિ વીતવા દઉં – વાંચો વહુનું ધ્યાન રાખવામાં ઘેલી થયેલી સાસુની સ્ટોરી.

0
3618

ભાવેશભાઈના દીકરા કેતનના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ઘરના બધા સભ્યો પરેશાન છે. તેનું કારણ છે ભાવેશ ભાઈની પત્ની સુધાબેનનું વાતે વાતે વધારે તણાવગ્રસ્ત થઈ જવું.

તે નાની નાની વાતો પર ભડકી જતા હતા. બધાને જમી લીધું પણ વહુ હજી ભૂખી છે, વહુ માટે રોટલી વધી જ નથી, હે રામ વહુ માટે બે ઠંડી રોટલી જ વધી છે, વગેરે વગેરે….

વહુનું ધ્યાન રાખવું એ સારી વાત છે, પણ આ તો કાંઇક વધારે જ થઈ ગયું. બિચારી વહુ પણ ટેન્શનમાં આવી જતી કે હવે શું થશે?

ઘણા દિવસો સુધી આવું ચાલતું રહ્યું. પછી એક દિવસ ભાવેશભાઈ કંટાળીને મારી સામે બેસીને પોતાનું દુ:ખ વ્યક્ત કરવા લાગ્યા.

હું કોણ? તો ભાવેશભાઈનો મિત્ર, તેમના સુખ દુ:ખનો સાથી અને વ્યવસાયે એક મનોચિકિત્સક.

ભાવેશભાઈ બોલ્યા, યાર કંઇ પણ કરીને સુધાને સાજી કર. આ રીતે જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં મુશ્કેલી વધી જશે.

મેં કહ્યું, ચાલ તો તેમની સાથે વાત કરીને તેમની માનસિક સ્થિતિ સમજુ પછી ટ્રીટમેન્ટ શરૂ કરું.

બીજા દિવસે સુધાબેન સાથે લાંબી વાતચીત થઈ ત્યારે વાત બહાર આવી કે, સુધાબેન જ્યારે નવા નવા વહુ બનીને આવ્યા હતા ત્યારે તેમની સાસુએ તેમને ખાવા બાબતે ઘણી તકલીફ આપી હતી. અને એ વાત આજ સુધી એક ગ્રંથિ બનીને તેમને તકલીફ આપી રહી હતી.

તે ઇચ્છતા હતા કે વહુ તરીકે તેમણે જે તકલીફ સહન કરી તે તેમની વહુએ સહન ન કરવી પડે.

થોડા દિવસો સુધી ટ્રીટમેન્ટ ચાલી અને તેઓ સાજા થઈ ગયા. તેમણે વચન આપ્યું કે, તે હવે વહુનું ધ્યાન તો રાખશે જ પણ સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખશે.

(ફોટા પ્રતીકાત્મક છે)