પ્રેમી જોડાને ભેગા કરવાનું કામ કરે છે આ મંદિર, માતા પાસે કરવું પડે છે આ કામ. આપણા દેશમાં ઘણા મંદિર અને પૂજા સ્થળ રહેલા છે પરંતુ, શું તમે ક્યારેય એવા મંદિર વિષે સાંભળ્યું છે, જ્યાં વૃદ્ધ અને બાળકોને જવા ઉપર પ્રતિબંધ છે? નહિ ને, તો આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં બાળકો અને વૃદ્ધોનો પ્રવેશ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ મંદિરનું નામ મુકડી માતા મંદિર જે છત્તીસગઢમાં આવેલું છે. તેની પાછળનું કારણ શું છે અને સાથે જ આ મંદિર સાથે જોડાયેલી માન્યતા શું કહે છે આવો જાણીએ સંપૂર્ણ.
મુકડી માતા મૌલી મંદિર છત્તીસગઢ : અહિયાં અને જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે મુકડી માતા મૌલી મંદિર જે છત્તીસગઢમાં આવેલું છે. આ મંદીરમાં બાળકો અને વૃદ્ધોના પવેશ ઉપર પ્રતિબંધ છે અને તે મંદિર પ્રેમી પ્રેમિકાઓ વચ્ચે ઘણું પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે, અહિયાં જે કોઈ પણ પ્રેમી તેના પ્રેમ માટે કે તેની પ્રેમિકા માટે પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના જરૂર પૂરી થાય છે, તેથી આ મંદિરમાં માત્ર યુવાન લોકો જ જોવા મળે છે. આ મંદિરમાં મહિલાઓને પણ પવેશ ઉપર પ્રતિબંધ છે.
મુકડી માતા મંદિર સાથે જોડાયેલી માન્યતા : ઘણી અનોખી છે અહિયાંની માન્યતા. છત્તીસગઢમાં આવેલુ આ મંદિર આદિવાસી વિસ્તાર દંતેવાડા જીલ્લા પાસે આવેલું છે. અહિયાંથી લગભગ 40 કી.મી. દુર ટેકરીમાં માતા મુકડીનું આ મંદિર આવેલું છે. કહેવામાં આવે છે કે, અહિયાં પ્રેમી તેના પાર્ટનરનો ફોટો લઈને આવે છે. ત્યાર પછી દેવી સામે તમારે તમારા પ્રેમીના ફોટા સાથે જ તેના કપડાનો કોઈ ટુકડો દેખાડવાનો હોય છે.
ત્યાર પછી આ ફોટો અને કપડાના ટુકડા પાસે જ પડેલા પથ્થર નીચે દબાવી દેવામાં આવે છે. માન્યતા છે કે, એમ કરવાથી માં પ્રસન્ન થાય છે અને પ્રેમી પ્રેમિકાનું મિલન જરૂર કરાવે છે. ત્યાર પછી જયારે લોકોની માનતા પૂરી થઇ જાય છે, તો તે પાછા મંદિરમાં આવે છે અને ભોગના રૂપમાં માતાને બકરા, મુરઘી કે બતક ચડાવે છે.
લોકો જણાવે છે કે, આ મંદિરમાં માત્ર યુવક-યુવતીઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને તે પણ તેની વાત દેવી સુધી પહોચાડવા માટે મંદિરના પુજારીની મદદ લે છે. આ મંદિરમાં પૂજા માટે આમ તો કોઈ ખાસ દિવસ નક્કી નથી આમ તો અષાઢ માસમાં અહિયાં ભવ્ય મેળો ભરાય છે અને સાથે જ આજના સમયમાં વૈલેંટાઈન ડેના વધતા ક્રેજને ધ્યાનમાં રાખી આ મહિનામાં આ મંદિરમાં મોટા પ્રમાણમાં યુવાનો પૂજા કરવા અને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે.
મુકડી માતા મંદિરની વિશેષતા : મુકડી માતા મૌલી મંદિરમાં રહેલા દેવી મુકડી મૌલી માતાના નામથી વિખ્યાત છે. દેવીને એક હાથ નથી અને તેનો ચહેરો વિકૃત છે. તે ઉપરાંત દેવીના દાંત દબાયેલા છે અને નાક સંકોચાયેલુ છે. જે જોઇને એવું પ્રતીત થાય છે કે, દેવી ઘણા પીડા કે ગુસ્સામાં છે. આ મંદિર આસપાસના વિસ્તારોમાં ઘણી વધુ પ્રચલિત અને તેની ઘણી માન્યતા છે. તેથી બે લોકો દુર દુરથી અહિયાં માનતા માગવા આવે છે.
કુટુંબમાં કોઈ ઝગડો હોય, લાંબા સમયથી ચાલી રહેલી બીમારી હોય, કે પ્રેમ સાથે જોડાયેલી કોઈ બાબત હોય લોકો જાત જાતની મનોકામનાઓ લઈને આ મંદિરમાં આવે છે અને માતા પાસે પોતાની પ્રાર્થના પૂરી કરવાની પ્રાર્થના કરે છે. આમ તો સૌથી વધુ આ મંદિરમાં પ્રેમી લોકોનું આવવા જવાનું ચાલુ રહે છે. જ્યાં યુવાન આ મંદિરમાં અંદર પ્રવેશ કરે છે અને યુવતીઓ આ મંદિરમાં પ્રવેશ નથી કરી શકતી. કહેવામાં આવે છે એમ કરવું અપશુકન થઇ શકે છે.
કેવી રીતે બન્યું મુકડી માતા મંદિર? માનવામાં આવે છે કે, ઘણા સમય પહેલા એક ગર્ભવતી મહિલાનું પ્રસ્તુતિ પીડા દરમિયાન મૃત્યુ થઇ ગયું. તેથી લોકોએ તે મહિલાને પરંપરા મુજબ દફનાવી નહિ પરંતુ જંગલમાં ફેંકી દીધી અને ત્યારથી તે મહિલાના આત્માને કેમ કે મોક્ષ પ્રાપ્ત થયો ન હતો એટલા માટે તે આસ પાસ લોકોને હેરાન કરવા લાગી ગઈ. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને.
થોડા સમય પસાર થયા પછી ગોવાળોએ વાંસળીના સુરથી પ્રેત આત્માને તેના વશમાં કર્યા અને તે ટેકરીમાં રહેવા માટે મનાવી લીધા. ત્યારથી તે મહિલાના પ્રેત આત્માએ કહ્યું કે, આ આશ્રય સ્થળ ઉપર ક્યારે પણ કોઈ મહિલા ન આવે અને અહિયાં માત્ર પ્રેમ કરવા વાળા પુરુષ જ આવે. માનવામાં આવે છે ત્યારથી આ મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા ચાલતી આવે છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.