લુહાર જ્ઞાતિના કુળભૂષણ સંત મહાત્મા શ્રી મૂળદાસબાપાનું જીવન ચરિત્ર.

0
1104

મૂળદાસ (૧૬૭૫-૧૭૭૯) નરસિંહ મહેતાની હરોળના જાણીતા સંતકવિ છે. તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહારજ્ઞાતિમાં વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ ને સોમવારના રોજ થયો હતો.

તેમના પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઇ હતું. ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા. શીલદાસ, હાથીરામ અને જદુરામ નામે તેમના શિષ્યો થયા હતા.

જામનગરના રાજા રાવળજામે પણ તેઓને પોતાના ગુરુ પદે સ્થાપ્યા હતા અને કંઠી બંધાવી હતી. ૩૦૦ થી વધુ વર્ષ પૂર્વે સંવત ૧૭૬૮ માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેઓના જીવન સાથે અનેક ચમત્કારો પણ વણાયેલા છે. તેમજ તેઓના ઉતકૃષ્ઠ જીવનના પાસાને ઉજાગર કરતી કેટલીક ઘટનાઓ આજે પણ લોકમુખે ભૂલાઇ નથી.

તેઓના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતા છે અને ઘરે ઘરે ગવાય છે. આજે પણ અમરેલીમાં તેમનો આશ્રમ અને ત્યાં તેમની સમાધી આવેલા છે.

એક વખત રાતના સમયે આશ્રમ પાસે એક સ્ત્રી કૂ વામાં પ-ડ-વા માટે આવી, તેના પેટમાં કોઇનું સંતાન હતું જેના પિતા તરીકે તે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ નહોતી. મહાત્માએ તેને મ-ર-તા-અટકાવી અને પિતા તરીકે પોતાનું નામ આપવા જણાવ્યું. બીજાનું કલંક પોતાના ઉપર લઈ લીધું.

આ વાત જાહેર થતા અમરેલીના લોકોએ અવળા ગધેડે બેસાડીને તેમને શહેરમાં ફેરવ્યાં. બાદમાં સત્ય બહાર આવતા માફી માગી. આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા હતુ. આ રાધાના પુત્ર સ્વામિનારાયણ સંપ્રયના જાણીતા સંત મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.

પત્ની વેલુબાઈનુ અવ સાન થતા (સં.૧૭૭ર, ઇ.સ.૧૭૧૬) તેમણે વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. તેમણે સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે જીવતા સમાધી લીધી હતી.

– માહિતી સાભાર ગુજરાતી વિકિપીડિયા.