મૂળુ માણેક: ઓખામંડળ
મુળુવા હવે ચીચોડો માંડને
સેજલ બાદશાહ ની હુ શેરડી બનાવુ,
ભાડલા ની ગાંડી ગેલ બોલે છે.
“ઓખો રંડાણો ‘તો આજ, માણેક જાતાં મૂળવો”
આજથી ૧૪૭ વર્ષ પહેલા પોરબંદર પાસેના વાછોડા ગામે ૧૮પ૭ ના સૌરાષ્ટ્રના વાઘેર વીર મૂળુ માણેક શહિદ થયા હતા. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૮પ૭ ના સમય ગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અંગ્રેજો સામે વાઘેરોએ બાથ ભીડી હતી.
“નારીઉં ન ત રંડાય નરને રંડાયો નહિ,
(પણ) ઓખો રંડાણો આજ, માણેક જાતાં મૂળવો”
પોરબંદર પાસેના વાછોડા (વનચરડા) ગામના પાદરમાં આવેલ દલિતવાસમાં મૂળુ માણેક પોરબંદરની પોલીસ ગિસ્ત સામે લડતા લડતા શહીદ થયો.
મૂળુ મૂછે હાથ,
બીજો તર વારે તેવો હત જો ત્રીજો હાથ,
નર અંગ્રેજ આગળ નમત્ :
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પછી તે ૧૮પ૭ હોય કે ૧૯૪૭ નો રોમાંચક અને અમર ઇતિહાસ આપણા સૌ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ અને આદરમાન રહયો છે. સ્વતંત્રતા સંગ્રામની એ વીર ગાથાઓને આપણે સતત વાગોળ્યા કરીએ છીએ. અઢળક પુસ્તકો દ્વારા તેની સ્મૃતિઓ આપણે ઇતિહાસની અટારીએ કેદ કરી છે.
ઉપરાંત ૧પ મી ઓગસ્ટ કે ૨૬ મી જાન્યુઆરી જેવા આપણા રાષ્ટ્રીય પર્વોએ પણ આ શહીદોને આપણે વારંવાર યાદ કરી તેની શહાદતને વંદન કરીએ છીએ, નત મસ્તક થઇ તેને સલામ કરીએ છીએ.
પરંતુ આ શહીદોમાંના કેટલાક પાત્રો અમર બની ગયા છે અને કેટલાક પાત્રો કાળસંદુકમાં કયાક દટાઇ ગયા છે. આવું એટલા માટે બન્યુ છે કે આપણે સાચો ઇતિહાસ જાણતા નથી અથવા તો લખ્યો નથી. રાજા-રજવાડાઓ અને ઉચ્ચ વર્ગના લોકોના ઇતિહાસ લખાયા છે પરંતુ સામાન્ય વર્ગના માણસોના ભવ્ય બલિદાનોને વિસરી દેવાયા છે.
આજે કાંતો એ ભૂલાયેલા શહીદોના કુટુંબીજનો (કે જેઓ આ બધું સાચવીને બેઠા છે) તેને સૂરાપૂરા તરીકે પૂજવા લાગ્યા છે અને તેમના નામની પૂજાઓ કરી બાધા-આખડી રાખતા થયા છે. પરંતુ તેમના એ વીર પૂર્વજોને ઇતિહાસમાં કાયમી અમર સ્થાન મળે તે માટેના સાર્થક પ્રયત્નો કરતા નથી. નથી તો તેમના શહીદ સ્થાનોના સ્મારકો બનાવાયા કે નથી તો તેમના કાર્યો-ક્રાંતિકારી વિચારોને ઇતિહાસમાં સ્થાન અપાયું..
આવું જ એક અવગણના પામેલુ પાત્ર છે આપણો સૌરાષ્ટ્રના ક્રાંતિકારી શહીદ વાઘેરવીર મૂળુ માણેક ને વંદન.
– સાભાર હઠીલી આહિરાણી (અમર કથાઓ ગ્રુપ)