સોરઠના સંસ્કાર :
જામનગરના વિભાજામ ના જન્મદિવસે હકડેઠઠ દરબાર ભરાયો.
જામનગર એટલે જાડેજાઓ નું શિરછત્ર લોધિકા જેવા નાના તાલુકેદાર સહિત અનેક ઉપસ્થિત હતા.
વિધિ પતિ દાન દેવાણા પછી ચાલ્યો ડા રુનો દોર.
વજીર સૌને પ્યાલી આપતા પ્યાલી ફરતી ફરતી લોધિકાના ઠાકોર મૂળવાજી પાસે આવી.
એમણે વિવેક સાથે ના પાડી હું નથી પીતો.
હું વજીર મારા હાથે ન પીવે, બાપુ તમે પાવ.
વિભાજામ પોતે ઉભા થયા
વજીર બોલ્યા જામનો હાથ પાછો ન ઠેલાય. ફરીથી વિનંતી કરી. મૂળવાજીએ ના પાડી.
જામ બોલ્યા ત્યારે મારો હાથ પાછો ફરશે એમ?
ત્યારે મૂળવાજી બોલ્યા “આપ તો અમારા શિરછત્ર છો આપનું માન ભન્ગ મારાથી કેમ થાય? પણ મારે ગળા માં ગુરુકંઠી છે ડા રુ ન પીવાની મારી ટેક છે.
એટલે મો એ થી તો હું ડા રુ નહિ પીઉં. પણ આપ મારા ગળામાં છિદ્ર કરી તેમાંથી રેડી પેટમાં ઉતારો.”
વિભાજામે પ્યાલી મૂકી દીધી અને કીધું “રંગ છે ઠાકોર તમારી ભક્તિ ને ટેક ને એટલે ઠાકોર તમારા ગળામાં છેદ નહિ પણ ફુલનો હાર હોય.”
વિભાજામે ઠાકોર મૂળવાજીને ફુલનો હાર પહેરાવ્યો.
– આખ્યાન માળા.
(સાભાર રમેશ સોલંકી, અમર કથાઓ ગ્રુપ)